January 26th 2010
મળી આઝાદી
તાઃ૨૫/૧/૨૦૧૦ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગુલામીની પકડાયેલી ગરદન,મુક્તિ એ મલકાય
આઝાદીની આંગળી પકડતાં,ભારતીય સૌ હરખાય
……….ગુલામીની પકડાયેલી ગરદન.
ડોકીનીચી ને ગરદનપણ નીચી,જ્યાં ગુલામી દેખાય
ના આરો કે કોઇ ઉપાયમળે,જ્યાં પરદેશીઓ હરખાય
મુક્તિ મેળવવા કાજે સૌ ભેગા થાય,મળે હાથમાં હાથ
ગુલામીમાં પડેજ્યાં તડ,ત્યાં દ્વારઆઝાદીના ખુલીજાય
……..ગુલામીની પકડાયેલી ગરદન.
ભેદભાવની ઝંઝટ જ્યાં છુટે,ત્યાં માનવતા મળી જાય
આંગળીપકડી ચાલતાબાળકને,સાથ જ્યાં હાથનોથાય
ટેકાની એક ટકોર મળતાં,થઇ જાય સૌ એકદમ તૈયાર
ના ઉભા રહે લોભ,ઇર્ષા, દ્વેષ,જ્યાં જય ભારત કહેવાય
……….ગુલામીની પકડાયેલી ગરદન.
શાનમળે એદેહને જગમાં,જે પ્રજાનેખુશી જોઇ હરખાય
ભેંટ મળે બંધુકની ગોળીની,તોય એ માનવી મલકાય
મૃત્યુની લીધી માયા જ્યાં દેહે,ત્યાં સલામી મળી જાય
ઉજ્વળ નામ અને કામ થાય,જ્યાં આઝાદી મળી જાય
……..ગુલામીની પકડાયેલી ગરદન.
*******************************************
December 21st 2009
જનતા કાજે
તાઃ૨૫/૨/૧૯૭૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જનતા કાજે જુથ બનાવી,જાગ્યા આજ જુવાનીયા
વેરણ થાતી આ નગરીમાં,સ્વપ્નાઓ સાકાર થશે
………જનતા કાજે જુથ બનાવી.
ગુજરાતની ગરવી આ પ્રજા,થઇ એક નિશ્વાર્થ થશે
ઉજ્વળ નેતાના સહકારથી,આજનતા આબાદ થશે
હોય ભલે દુશ્મનના સાથી,સૌ હાથ અમારાસાથે છે
……….જનતા કાજે જુથ બનાવી.
વેરણ બનતી ભારતની,આ શાનનું કોઇને ભાન નથી
ક્યાં જશે આ બરબાદી,જેનુ દેશમાં કોઇનેધ્યાન નથી
કરી કામથી માન કમાવો,જગે એ જ દેશની શાન છે
………જનતા કાજે જુથ બનાવી.
લુંટફાટ જો ચાલતી આવે,આ જીવતર એળે જાય છે
કેમ કરી એ ચાલી શકશે,હવે જાગી જનતા આજ છે
આદેશની જનતાજાગી છે,હવે કોઇનુંકાંઇ નહીંચાલશે
……..જનતા કાજે જુથ બનાવી.
૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮૮
November 1st 2009
वतन प्रेम
ताः१/११/२००९ प्रदीप ब्रह्मभट्ट
जन्ममीला जीस धरतीपे,मेरा उससे नाता है
पावन भुमी बनी रहे, ये सच्चा मेरा वादा है
……..जन्म मीला जीस धरती.
अवनीको अपनी बाहोंमे,परमात्माने ही रख्खी है
जन्ममीले जब धरतीपे,अलग अलग कहेलाते है
नातजातका येबचपन,इन्सानीयत को भरमाते है
समझ मीलेजब मानवको,प्यार प्रेम भर आते है
…….. जन्म मीला जीस धरती.
वतन है मेरा भारत,जीसपे रामकृष्णभी आये थे
पवित्र पावन धरती है,जहां रुषीमुनी मीलजाते थे
भक्तिप्रेमका बंधन न्यारा,जीवन पावन करजाता है
वंदन मेरी जन्मभुमीको,मेराजन्म सार्थककरना है
……..जन्म मीला जीस धरती.
कळीयुगकी ना कोइ चिंता,सुखदुःख संग रहेते है
वाळी वर्तन प्रेम भक्तिसे,वो मनको शांन्ति देतीहै
जीवनजीवकानाता पुराना,ना इन्सान समझपायेगा
भेदभावको छोड चले तब,वतन प्रेम मील जायेगा
………. जन्म मीला जीस धरती.
+++++++++++++++++++++++++++++++++++++
October 3rd 2009
गुजराती खुन
ताः४/३/१९७४ प्रदीप ब्रह्मभट्ट
लहु है ये गुजरातीका, हमे अपने चैनसे जीना है
दुश्मन जो हमको माने,तो तलवार हमारे हाथ है
……..लहु है गुजरातीका.
ये खुन है इन्सानोका,जो मांगे अपनी पुरी करते है
जीतेहै इन्सानकी तरह,हमसेतो गद्दारेभी कतराते है
…….लहु है गुजरातीका.
माग है हमारी सच्चीकी, नवनिर्माण हमारा विधान है
अगर सच्चाइ तुम नहिंचले,हम अपने खुनसे खेलेंगे
…….लहु है गुजरातीका.
क्यासमझे येसरकार,जो बेइमानोकी तरहा जीना चाहे
हम लायेंगे ठीकाने शान,दुश्मनकी तरहा जो करते है
……..लहु है गुजरातीका.
जो दुसरोके कंधोपे जीतेहै,क्या करपायेगे दो हाथोसे
हमअपने हाथोसे खेलेंगे,बहायेगे गुजरातीखुन राहोपे
……..लहु है गुजरातीका.
==================================
June 28th 2009
જગતની શાન
ગુજરાતી
તાઃ૨૮/૬/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરણી લઇને ગાળવા નીકળ્યા જગતના નર ને નાર
પાદડે પાંડદા પારખી લીધા પણ ના ગુજ્જુને પરખાય
એવા અમે ભઇ ગુજરાતી જે ની શાન જગે છે અનેક
…….ગરણી લઇને ગાળવા.
સ્નેહનો ભંડાર ભરેલો ને હૈયે પણ અનંત રહે છે હેત
માનવતાની જ્યાં વાત આવે ત્યાં પગલાં ભરે અનેક
ગળથુથીમાં સંસ્કાર ભરેલા ને મળેલ માબાપનો પ્રેમ
અંતકાળની ના રાહ એ જોતો પળ પળ પ્રભુથી પ્રીત
હિંમત રાખી મનથી કરતા ત્યાં સફળતા આવે દોડી
એવા અમે ભઇ ગુજરાતી જે ની શાન જગે છે અનેક
…….ગરણી લઇને ગાળવા .
સાગરનો ના સથવારો લેતા કે ના નદીનાજોતા વહેંણ
માર્ગ પણ મનથી કરીલેતા જ્યાં અડચણ આવે અનેક
ના હિંમતને કદી રોકતા કે ના ડગમગતા પડીએ પાછા
શ્રધ્ધારાખી પ્રેમમાં ત્યાં જલાસાઇની કૃપા મળે હરદ્વાર
બની સહારો જગત જીવો નો ને ઉજ્વળજીવન કરીએ
એવા અમે ભઇ ગુજરાતી જે ની શાન જગે છે અનેક
…….ગરણી લઇને ગાળવા
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
February 20th 2009

(સૌજન્યઃ નિર્મીશ ઠાકર)
ગાંધીજી
તાઃ૨૧/૧૦/૧૯૯૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આઝાદીના એક વીરને,છાજે તેવા ગાંધીજી
માતાપિતા બની રહ્યા એ,ભારત દેશના આજેજી
સાચી માનવતાના પુંજારી,સ્નેહ કરીને જીવ્યાજી
અસ્પૃશ્યતાને કાજે તેઓ, સાદુ જીવન જીવ્યાજી
આવી આઝાદી અમ દ્વારે,પામ્યા સ્વતંત્રતાનેજી
અહીંસાનો પાઠ ભણાવ્યો,સાચુ જીવન જીવ્યાજી
મૃત્યુ ભેટ્યા દેશકાજે,સ્મરણ રામનામ મનમાંહેજી
દીપબની દીપીગયા એ,દેશદાઝ એ પ્રદીપનીજી
આવી આવી સાચી કેડી, પ્રેમે જીવન જીવવાજી
મળીમાનવતા માનવીને,પ્રેમજગતમાંપામ્યાજી
_____________________________________________
January 28th 2009
कदम से कदम
ताः२७/१/२००९ प्रदीप ब्रह्मभट्ट
कदम से कदम मिलाके चलना, सामने खडा है खतरा
दुश्मन तुमको देख रहाहै, ढुढ रहा कब हाथ छुटे अपना
……….कदम से कदम मिलाके
हाथसे हाथही मीलाके रखना, कुछ नहीं करवो पायेगा
मीलेगी लाठी और तुटॅंगे सपने, जो वो लेकर आयेगा
……….कदम से कदम मिलाके
अपने देशकी शान है हम, और भारतकी संतान है हम
झुक गये जो ख्याबोमें हम,तो दुश्मन रख पायेगा कदम
……….कदम से कदम मिलाके
कोइ इरादा लेकर आयेगा, वो मिट्टी में मिल जायेंगा
अपना हाथ अपनोसे रखना, दुम दबाके भागेगा दुश्मन
……….कदम से कदम मिलाके
भारत जीसका नारा है, सच्चे वो ही देशके बच्चे है
प्यारसे प्यार मिलाके चलना, वो ही हमारा नारा है
……….कदम से कदम मिलाके़
़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़़
January 27th 2009
ના તોલે આવે
તાઃ૨૭/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નામ લીધુ જ્યાં દાનવનું, ત્યાં માનવ ક્યાંથી આવે
છો મોટુ દેખાતુ અમેરીકા, ભારતની તોલે ના આવે
…….નામ લીધુ જ્યાં દાનવનું
ભક્તિ ભાવની સીડી દીઠી, સમજે ભક્તિ અમારી
દાનવ જેવા મન રાખી ફરે,માનવપ્રેમ ના આવે
…….નામ લીધુ જ્યાં દાનવનું
મળતી મમતા માબાપની, જ્યાં વંદન પ્રેમે કરતા
સંસ્કાર ભરેલા માનવમન, છે ભક્તિ સંગે બિરાજે
…….નામ લીધુ જ્યાં દાનવનું
આ મારું છે આ તારું છે, જ્યાં ત્યાં જણાતુ અહીં
માતૃભુમીની મહેંક માટીની, માનવતા ભરી આવે
…….નામ લીધુ જ્યાં દાનવનું
લઇ લીધા દેખાવ હાથમાં, તોય અહીં કોઇના જુએ
ના આરો કે ઓવારો અહીં,ત્યાં લુછે આંખના આંસુ
…….નામ લીધુ જ્યાં દાનવનું
પરદીપ કહેતા દેખાય દીવો,ના પ્રકાશ કોઇને આપે
સાર્થક જીવન કરવા મારે, શ્રી જલાસાંઇ સંગે આવે
…….નામ લીધુ જ્યાં દાનવનું
+++++++++++++++++++++++++++++++++++++++++
January 20th 2009
પ્યારા વતનની યાદ
તાઃ૨૦/૧/૨૦૦૯ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મીઠી મંદ પવનની લહેર ને કિરણો સુરજના અનેરા
લહેર પ્રેમની લઇને આવે રોજ સવારે શીતળતાસાથે
………એવા મારા વ્હાલા પ્યારા વતનની યાદ મને બહુ આવે
મળે મન ને મહેંકે જીવન જ્યાં અંતરને આનંદ મળે
હાથમાં હાથ મળે ત્યાં માનવ જીવનમાં ઉજાસ રહે
અળગી અજ્ઞાનતા દીસે ને આંખો આંસુથી છલકાય
જગતજીવના જુઠા સંબંધો અળગા જગથી થઇ જાય
………એવા મારા વ્હાલા પ્યારા વતનની યાદ મને બહુ આવે
સુખદુઃખના સથવારમાં માનવ જીવન જગમાં જીવે
ના આરો કે ઓવારો જ્યાં મોહ માયા જગતની મળે
લાગણી સ્નેહનેપ્રેમ હંમેશા સાચા સહવાસે જ્યાંદીસે
મળતા મન ને મળતો પ્રેમ ના કદી દીસે કોઇ મેખ
………એવા મારા વ્હાલા પ્યારા વતનની યાદ મને બહુ આવે
(((((((((((((((((((((((((((જય ગરવી ગુજરાત)))))))))))))))))))))))))))))))
January 19th 2009
મહાત્મા ગાંધી
તાઃ૧૯/૧/૨૦૦૮ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભારતની એ શાન છે મને અભિમાન છે
જગમાં જેનુ માન છે એ મહાત્માગાંધી નામ છે.
મુક્તિ દેવા દેશને અર્પણ કરેલ જાન છે
માનવ મનથી મહેંકાવી સત્યમેવની શાન છે
……જગમાં જેનુ માન છે એ
હિંસા એ અપમાન છે અહિંસા એ જાન છે
અંગ્રેજોને દુર કર્યા દેશપ્રેમી નુ એ કામ છે
હાથમાં મેળવી હાથને સાથે રાખી પ્રેમને
આઝાદીની લગન રાખી મુક્તિ દેશને દાન છે
……જગમાં જેનુ માન છે એ
સ્વપ્ન આઝાદીદેશની મુક્તિ એમની માગ
જાન દીધા દેશ કાજે એ જ મને અભિમાન છે
મહાત્મા મહાત્મા એ દેશમાં ગુંજતુ નામ છે
બા કસ્તુરબાના ભરથાર બન્યા દેશનુમાન છે
……જગમાં જેનુ માન છે એ
વંદન કરે એ નામને ભારતદેશને અમર કરે
પ્રદીપને અભિમાનછે એ મહાત્મા ગાંધી નામ છે
ભારત એજ કર્મભુમી ને જીવનનુ બલીદાન છે
સાર્થક જન્મ બનીજશે દેશ માટે જે કાંઇક કરી જશે
……જગમાં જેનુ માન છે એ
##############################################