April 28th 2017

સંતાન પ્રેમ

...Image result for સંતાન પ્રેમ...
.            સંતાન પ્રેમ 

તાઃ૨૮/૪/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પ્રીતની રીત અનેક છે અવનીએ,જે અનુભવથીજ સમજાઈ જાય
પ્રેમનીકેડી સમયે મળે સમજાય જીવને,એ જ પરમ કૃપા કહેવાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
જીવને જન્મ મળતા દેહ મળી જાય,એ પરમાત્માની કૃપા કહેવાય
અજબલીલા અવતારીની અવનીએ,જીવને કર્મબંધનથી અનુભવાય
સુખ દુઃખના સંબંધ છે દેહને,જે જીવને જન્મ મળતા સ્પર્શી જાય
પાવનપ્રેમ એ શ્રધ્ધાએ કરેલભક્તિ,જે સંતાનને સદમાર્ગે લઈ જાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
સમય પકડીને ચાલતા જીવનમાં,પરમાત્માનો સંગ પણ મળી જાય
વાણી અને વર્તન સચવાઈ જતા,દેહને નાકોઇ આફત સ્પર્શી જાય
કુદરતની આ અદભુત છે લીલા,જીવને જન્મમરણના બંધને દેખાય
પ્રેમ એજ છે માબાપનો જીવનમાં,જે થકી સંતાનનેજન્મ મળી જાય
......પાવનપ્રેમ મળે સંતાનને માબાપથી,જે સત્માર્ગી જીવને સમજાય.
=====================================================

	
April 27th 2017

ઉંમરની જકડ

...Image result for નિખાલસ પ્રેમ....
.             ઉંમરની જકડ   

તાઃ૨૭/૪/૨૦૧૭               પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલથી ના છટકે કોઇ જગતમાં,જ્યાં ઉંમરના પગલે ચલાય
મળેલ દેહને પારખી જીવતા,અનંતપ્રેમની વર્ષા જલાસાંઇની થાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
મળેલ દેહને સમજી શકે જીવ,જ્યાં માનવદેહથી આગમન થાય
પરમાત્માની આજ કૃપા કહેવાય,જે દેહ મળતા સમજીને જીવાય
અનેક દેહનો સંબંધ અવનીએ,પશુ પક્ષીને માનવથી ઓળખાય
ઉંમર એજ સ્પર્શે છે દરેક દેહને,જે દેહને મૃત્યુ મળતા જ દેખાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
બાળપણ પછી જુવાની આવે દેહને,અને અંતે છે આવે ઘૈડપણ
નાકોઇથી છટકાય જગતમાં,કેનાકોઇથી જીવનમાં પાછુય જવાય
પાવનરાહ જીવનમાં લેવા માનવીથી,નિર્મળભક્તિનો સંગ લેવાય
અંત આવે જ્યાં જીવનનો અવનીથી,ત્યાં મુક્તિ રાહ મળી જાય
......ઉંમર એતો સંબંધ છે અવનીના,જે દેહ મળતા જ અનુભવાય.
====================================================

	
April 26th 2017

પકડે કે જકડે

....Image result for પકડે કે જકડે....
.           પકડે કે જકડે  

તાઃ૨૬/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવનાબંધન અવનીએ દેહ મળે દેખાય,એ અજબલીલા કહેવાય
પરમાત્માના બંધન સ્પર્શેછે જીવને,જે પકડજકડથી સમજાઈ જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
અવનીપરનુ આગમન એબંધન છે,જીવને દેહ મળતાજ અનુભવાય
પરમાત્માની પરમકૃપા ભક્તિએ મળે,જ્યાં નિર્મળ ભાવે પુંજન થાય
દેહને પકડે છે માયા કળીયુગની,જેદેહ મળતા જીવનમાં સ્પર્શીજાય
નાકોઇની તાકાત અવનીએ છે,કે એકુદરતની પકડથી છટકી જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
દેહ મળે કર્મબંધન થી જીવને,જે જન્મ મરણના બંધનથી સમજાય
જ્યાં મોહ અને માયા સ્પર્શે દેહને,ત્યાંજ જીવ બંધને જકડાઈ જાય
ના છટકે માનવ કે મહામાનવ તેનાથી,એજ છે પરમાત્માની લીલા
આગમન વિદાય એજ પકડેજકડે જીવને,જે અનુભવે સમજાઇ જાય
......એજ પાવન ધરતી છે ભારત,જ્યાં પરમાત્માય દેહ મેળવી જાય.
====================================================
April 23rd 2017

સુખ દુઃખ

.             .સુખ દુઃખ  

તાઃ૨૩/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખ દુઃખની સાંકળ છે ન્યારી,અવનીપર મળેલ દેહને સ્પર્શી જાય
અનેક જીવોને અનુભવ થતા,જન્મ મરણના બંધને એ પકડી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
અવની એ આધાર બને જીવનો,જે દેહના આવનજાવનથી દેખાય
કર્મના બંધન એ દેહને સ્પર્શે,જે જીવને દેહ મળતા થકી સમજાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,અવનીએ આવતા સમજીને જીવાય
સુખ એજીવને આપે શાંંતિ,દુઃખની કેડી જીવનનીરાહ બગાડી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
નિર્મળજીવનની રાહમળે માનવદેહને,જ્યાં કર્મધર્મનો સ્પર્શ થઈ જાય
પવિત્ર ભક્તિની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાએ જલાસાંઇને ભજાય
સતયુગ કળીયુગએ સમયની કેડી,અવનીપર નાકોઇ જીવથી છટકાય
મળે માનવતાની જ્યોત જીવને,જ્યાં સુખ અને દુઃખં દુર ચાલી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
=====================================================

	
April 17th 2017

માનવતાની મહેંક

.         .માનવતાની મહેંક

તાઃ૧૭/૪/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કર્મ ધર્મને પકડી ચાલતો માનવી,સંબંધનો સંગાથ મેળવી જાય
પરમકૃપાળુ પરમાત્માને વંદનકરતા,માનવતાની મહેંકપ્રસરી જાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
અવની એઆધાર છે જીવનો,જે જગતમાં દેહ મળતાજ દેખાય
ના હાને તરછોડતા જીવનમાં,સંત જલાસાંઈનો પ્રેમ મળી જાય
કર્મના બંધન એ દેહને સ્પર્શે,ને ધર્મએ પવિત્રરાહ આપી જાય
શ્રધ્ધાનો સંગાથ સાચવતા,નિર્મળતા એ પરમાત્માની પુંજા થાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
માનવદેહ એસ્પર્શે છે જીવને,જે માનવીના વર્તનથી અનુભવાય
કરેલકર્મ એ જીવને છે જકડે,ના કોઇ જીવથી એનાથી છટકાય
પવિત્રરાહ એજ જીવને પ્રેરે,જે જગતમાં માનવતા મહેંકાઇ જાય
અંતરમાં આનંદનીવર્ષા થતા,મળેલ માનવ જન્મસફળ કરી જાય
......આવરણ એ તો આવકાર છે,જેને વિદાયનો સંબંધ મળી જાય.
===================================================
April 16th 2017

પ્રેમનો ભંડાર

.         .પ્રેમનો ભંડાર  

તાઃ૧૬/૪/૨૦૧૭         પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનનો સંબંધ છે અવનીએ,જે સમજદાર જીવનેજ સમજાય
કુદરતની આ અજબલીલા છે,જે પ્રેમના ભંડારમાં ભરાઈ જાય
.....માગણી એતો છે અપેક્ષાના વાદળ,ના કોઇ જીવથીય છટકાય.
માનવતાની મહેંકપ્રસરે જીવનમાં,જ્યાં પ્રેમે નિર્મળ ભક્તિ થાય
સમયને સમજી જીવન જીવતા,ના આફતની કોઈ અસર થાય
મળે જીવને નિર્મળપ્રેમકૃપાએ,જ્યાં શ્રધ્ધાએ જલાસાંઇને વંદાય
ના માગણી કે ના મોહ સ્પર્શે,એજ જીવનને પાવન કરી જાય
.....માગણી એતો છે અપેક્ષાના વાદળ,ના કોઇ જીવથીય છટકાય.
મળે જીવને માનવદેહ અવનીએ,જે પરમાત્માની કૃપા કહેવાય
સમજણની નિર્મળકેડીને પારખતા,માનવજન્મ પાવન થઈ જાય
કરેલકર્મના બંધન એજ જીવને સ્પર્શે,જે મળેલ જન્મથી દેખાય
પાવનકર્મને જીવનમાં કરતા,પ્રેમનો ભંડાર જીવનમાં મળી જાય
.....માગણી એતો છે અપેક્ષાના વાદળ,ના કોઇ જીવથીય છટકાય.
==================================================

	
April 13th 2017

પ્રેમ ગંગા

.                       .પ્રેમ ગંગા

તાઃ૧૮/૪/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ પ્રેમની ગંગા વહેતા,આ માનવ મન મલકાય
ઉજવળ કેડી પ્રેમની મળતા,આ જીવન સુધરી જાય
…….એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.
અવનીપરનુ  આગમન,એતો જીવનુ જીવન કહેવાય
કેડી ઉજવળ  મળતા જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
અહીં તહીંની માયાને છોડતા,પાવન રાહ મળી જાય
રામનામની માળા જપતા,જીવને શાંન્તિ સ્પર્શી જાય
……..એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.
મળે જીવને આ માનવદેહ,જે કર્મની કેડી આપી જાય
કરેલ કર્મ એ બંધન છે જીવના,મુક્તિ માર્ગે દોરી જાય
અપેક્ષાના વાદળથી છુટતા,ના બંધન કોઇ મેળવાય
અંતે જીવને રાહ મળે,જ્યાં પરમાત્માની જ  કૃપા થાય
………એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.

+++++++++++++++++++++++++++++++++++++

April 10th 2017

પ્રેમની પરખ

.             .પ્રેમની પરખ

તાઃ૧૦/૪/૨૦૧૭                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરનુ આગમન સ્પર્શે જીવને,કર્મની કેડીએ સંધાઇ જાય
અજબગજબ એ બંધન દેહના,જયાં જીવને પરખ પ્રેમની થાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
દેહમળે જ્યાં જીવને જગતપર,અનેક સ્વરૂપના બંધનથી દેખાય
પશુ,પક્ષી,પ્રાણીના દેહ છે નિરાધાર,ના અપેક્ષા કોઇ મેળવાય
અનંત આધારને પામવા જીવને,અહીં તહીં કે ઉપરનીચે જવાય
ના સમજણ કોઇ દેહને રહે,ના કોઇ અપેક્ષાની સમજણ લેવાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
મળી જાય માનવદેહ સંતાન સ્વરૂપે,એ માબાપનો પ્રેમ કહેવાય
શીતળ રાહ પકડવા સંતાનને,સમયની સાંકળ પકડીને જ ચલાય
અવિનાશીની આ અજબ શક્તિ છે,એ સંબંધના વાદળે સચવાય
જીવને મળેલ રાહ જીવનમાં,એજ પ્રેમની સાચી પરખ છે કહેવાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
=====================================================

 

April 9th 2017

વાહ ભઇ

.         .વાહ ભઈ
તાઃ૯/૪/૨૦૧૭          પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની પાવન જ્યોત પ્રગટી,જ્યાં સાહિત્યસરીતા આવી ગઈ
ઉજવળ કલમની કેડી પકડી,વાહ ભઈ સરળરાહ મળી ગઈ
.....કૃપા છે માતા સરસ્વતીની,જે કલમપ્રેમીઓથી ઉજવળ થઇ ગઈ.
અબકડ એ શબ્દનીકેડી જગે,ને સારેગમ સંગીત આપી જાય
માડીની અનંતકૃપા કલમ પ્રેમીયો પર,હ્યુસ્ટનમાં પરખાઇ ગઈ
નિર્મળપ્રેમ કલમપ્રેમીયોનો મળે,ત્યાં નાઅપેક્ષાના વાદળ ઘેરાય
અનંત પ્રેમને પારખે પ્રેમીઓ,જે કલમને હ્ર્દયથી પ્રેમકરી ગઈ
.....કૃપા છે માતા સરસ્વતીની,જે કલમપ્રેમીઓથી ઉજવળ થઈ ગઈ.
આવતીકાલને એ ઉજવળકરે,જ્યાં નિર્મળતાએ આજને પરખાય
કલમ પકડી મેં શ્રધ્ધાએ જીવનમાં,ત્યાં અનેક રૂપે લખાઈ ગઈ
મળીજાય પ્રેમ કલમપ્રેમીઓનો,જેપાવનકર્મ જીવનમાં કરાઇ જાય
.....કૃપા છે માતા સરસ્વતીની,જે કલમપ્રેમીઓથી ઉજવળ થઈ ગઈ.
===================================================
April 8th 2017

દેહની પકડ

.        .દેહની પકડ   

તાઃ૮/૪/૨૦૧૪૭        પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવતીકાલ ના પકડાય કોઇથી,રાજા હોય કે ઘરનો રખેવાળ
અજબલીલા આજ અવિનાશીની,આજએ ગઈકાલ બની જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
માનવદેહ એજ જીવને સ્પર્શે,જે કર્મના બંધનને બતાવી જાય
જન્મની જકડ એ આગમન વિદાય,ના અવનીપરથીય છોડાય
સરળતાનો સહવાસમળે દેહને,જ્યાં શ્રધ્ધાવિશ્વાસે ભક્તિ થાય
પાવનરાહને પામી જીવતા,જીવપર જલાસાંઇનીકૃપા થઇ જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
પરમ ભક્તિથી એ જીવને મળે,જે વાણી વર્તનથીજ સમજાય
ભગવાની ના જરૂર દેહને,કે ના ઝોળીકે ડંડો કદીય પકડાય
દેખાવની દુનીયાનાઆંબે જીવ,એતો કળીયુગી કાતર કહેવાય
ના માનમળે કે સન્માનશોધાય,ત્યાં જીવનીજ્યોત પ્રગટી જાય
......અંતરમાં જ આનંદ વરસે,જ્યાં સમયને મનથી છોડી દેવાય.
===================================================

« Previous PageNext Page »