April 23rd 2017

સુખ દુઃખ

.             .સુખ દુઃખ  

તાઃ૨૩/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

સુખ દુઃખની સાંકળ છે ન્યારી,અવનીપર મળેલ દેહને સ્પર્શી જાય
અનેક જીવોને અનુભવ થતા,જન્મ મરણના બંધને એ પકડી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
અવની એ આધાર બને જીવનો,જે દેહના આવનજાવનથી દેખાય
કર્મના બંધન એ દેહને સ્પર્શે,જે જીવને દેહ મળતા થકી સમજાય
માનવદેહ એ કૃપા પરમાત્માની,અવનીએ આવતા સમજીને જીવાય
સુખ એજીવને આપે શાંંતિ,દુઃખની કેડી જીવનનીરાહ બગાડી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
નિર્મળજીવનની રાહમળે માનવદેહને,જ્યાં કર્મધર્મનો સ્પર્શ થઈ જાય
પવિત્ર ભક્તિની રાહ મળે જીવને,જ્યાં શ્રધ્ધાએ જલાસાંઇને ભજાય
સતયુગ કળીયુગએ સમયની કેડી,અવનીપર નાકોઇ જીવથી છટકાય
મળે માનવતાની જ્યોત જીવને,જ્યાં સુખ અને દુઃખં દુર ચાલી જાય
.....એ લીલા પરમાત્માની અવનીપર,જીવના સંબંધથી પરખાઈ જાય.
=====================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment