April 1st 2017

ચામુંડા ધામ

 Image result for માડી ચામુંડા
.           .ચામુંડા ધામ 

તાઃ૧/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ

ગરબાના તાલે મા આવે તારા ભક્તો,ચામુંડાધામને આજે વંદે
ભક્તિમાર્ગની સાંકળ પકડીને,માડી ચામુંડાને રંગોળીએ સૌ રંગે
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
આંગણે આવી ફુલડાં પધારી,માડી તારા ચરણમાં વંદન કરતા
શ્રધ્ધાસ્વીકારી કરેલ પુંજા માડીની,પાવનકર્મ માડી તુઆપી દેજે
ગરબાની રમઝટ સંગે રાખતા,માડી તારા ઝાંઝરીયા સંભળાય
નવરાત્રીના પવિત્રદીવસે મા,તાલીઓનાતાલ મળીગયાછે આજે
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
ચંડી ચામુંડાના ગરબા ગાતા,માડી તારા દર્શન ભક્તોને થાય
તાલી પડે ત્યાં ઘુંઘર સંભળાતા,માડી તારા પવિત્રદર્શન થાય
અંતરમાં આનંદનીવર્ષા પામતા,નિર્મળ જીવનનોસંગ થઈજાય
પવિત્રતહેવાર હિંદુધર્મનો,દુનીયામાં ભક્તોના પ્રેમથી ઉજવાય
.....માડી ભક્તોનો પ્રેમ સ્વીકારી,જીવ સંગે માડી તુ કાયમ રહેજે.
==================================================


	
April 1st 2017

આરાશુરી અંબા

Image result for નવરાત્રીએ મા અંબા
.         .આરાશુરી અંબા 

તાઃ૧/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મા આરાશુરના આંગણે આવી,માડી તારા ગરબા ગવાય
દર્શનથાય માડી તારા જીવને,આ જીવનપાવન થઈ જાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
ગરબાની આસાંકળ નિરાળી,જીવને અનંતપ્રેમ મળી જાય
નવરાત્રીના સંગે જીવથીરહેતા,તાલીઓનાતાલે પણ રમાય
માડીનાઝાંઝરના ઝણકાર,ભક્તિનો આપી જાય અણસાર
કૃપાના સાગરમાં રહેતા,જીવથી જન્મમરણ દુર રહી જાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
માડી તારા ગરબાનાતાલે રહેતા,પ્રદીપનેશાંંતિ મળી જાય
પાવનરાહની કેડી મળતા જીવને,નાઅપેક્ષા કોઇ બંધાય
આવજો માડી આંગણેમારે,જીવની કર્મનીકેડી છુટી જાય
જીવને મળે જ્યોત આરાશુર માડીની,કર્મબંધંથી છટકાય
.....માડીની અનેક જ્યોત પ્રગટતા,શ્રધ્ધા ભક્તિનો સ્પર્શ થાય.
===============================================


April 1st 2017

મા દુર્ગા પધારો

Related image
.         .મા દુર્ગા પધારો                        

તાઃ૧/૪/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

માડી તારા દર્શન કરતા શ્રધ્ધાળુ ભક્તો,તાલી પાડી ગરબા રમી જાય
નવરાત્રીની પવિત્ર રાતે મંજીરા સાથે,માડી તારા દર્શન પણ કરી જાય
........એવી પવિત્ર આ નવરાત્રી,મા તારી કૃપાએ ચૈત્રી માસે આવી જાય.
ભક્તોની શ્રધ્ધા સંગે તાલીઓના તાલ પણ માડી તારા ચરણે કરાય
અનંત પ્રેમનીવર્ષા દુર્ગા માની થતા,થનગન થનગન ઘુંઘરા સંભળાય
ગરબાની છે પવિત્રકેડી માની ભક્તિમાં,જે સરળ જીવન આપી જાય
રૂમઝૃમ રૂમઝૃમ તાલે ઘુમતા મંદીરમાં,માડી તારાદર્શન અમને થાય
........એવી પવિત્ર આ નવરાત્રી,મા તારી કૃપાએ ચૈત્રી માસે આવી જાય.
આવીઆંગણે ગરબે ઘુમજો માડી,મળેલ આમાનવજીવન મહેંકી જાય
તાલીઓના સંગે ભક્તિ કરતા માડીની,જીવનમાં શાંન્તિ આપી જાય
અનંત શ્રધ્ધાએ માડીતારી ભક્તિ કરતાં,તાલીઓના તાલ મળી જાય
મળેકૃપા માતા દુર્ગાની જીવનમાં,પવિત્રપાવનરાહ જીવને આપી જાય
........એવી પવિત્ર આ નવરાત્રી,મા તારી કૃપાએ ચૈત્રી માસે આવી જાય.
==========================================================