April 2nd 2017

નવચંડી હવન

Image result for નવચંડી હવન
.           .નવચંડી હવન
તાઃ૨/૪/૨૦૧૭                પ્રદીપ બ્રહ્મભટ્ટ

નવરાત્રીના પવિત્ર દીવસે માડી,નવચંડી હવન શ્રધ્ધાએ થાય
આરતી અર્ચના કર્યા પછી માડીને,હવનકરી વંદન થઈ જાય
......એ નવરાત્રીમાં પુંજા કરે માડીની,જીવ પર માડીની કૃપા થાય.
ભક્તિભાવમાં શ્રધ્ધાછે ઉત્તમ,સમયની સાંકળમાં એ સમજાય
માડી આવે અવની પર દોડીને,જ્યાં ભક્તિથી ગરબા ગવાય
તાલીની સાંકળબનેછે નિર્મળ,જે ઘુઘરૂના ઝાંઝરથી મેળવાય
અનેક સ્વરૂપ માડીના અવનીએ,જે નિર્મળ ભક્તિએ દેખાય
......એ નવરાત્રીમાં પુંજા કરે માડીની,જીવ પર માડીની કૃપા થાય.
મંજીરાનાતાલ મળે ગરબામાં,જ્યાંડાંડીયાનો રણકાર થઈ જાય
ગરબેઘુંમતા પગના ઝાંઝર ખખડે,જે મંદીરનો માર્ગ દઈ જાય
પ્રેમની પાવન રાહ મળે કૃપાએ,નવચંડી માતાના દર્શન થાય
પવિત્રઆ ચૈત્રીનવરાત્રી જીવનમાં,માડીના પગલા રણકી જાય
......એ નવરાત્રીમાં પુંજા કરે માડીની,જીવ પર માડીની કૃપા થાય.
===================================================