April 3rd 2017

લાકડી પકડી

Image result for ઉંમર મળે
.          .લાકડી પકડી 

તાઃ૪/૩/૨૦૧૭             પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઉંમરને ના આંબે કોઇ અવનીએ,લાકડી પકડતા દેખાય
માનવતાનીમહેંક પ્રસરતા જીવને,પાવનસંગાથ મળી જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય.
દેહની સાંકળ આવનજાવન છે,જે જન્મના બંધને દેખાય
મળે દેહ અવનીએ જીવને જ્યારે,ત્યારે સમજણે સમજાય
નિખાલસ જીવનમાં માનવતાસ્પર્શે,જ્યાં જલાસાંઇ ભજાય
નિર્મળ જીવનમાં સમજણ સાચી,એ ભક્તિમાર્ગ દઈ જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય
જન્મ મરણના બંધનના સંગને,દેહની ઉંમર એમ કહેવાય
બાળપણથી સંબંધસ્પર્શે,અંતેઅવનીએ ધૈડપણ મળી જાય
ના પકડાયુ એ સીતારામથી,કે ના રાધાકૃષ્ણનુ દ્વારકામાંય
એજ લીલા છે અવિનાશીની,જીવોને એ રાહ આપી જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય.
=================================================

	
April 3rd 2017

માડી પધાર્યા

Image result for માડી પધાર્યા
.         .માડી પધાર્યા 
તાઃ૩/૪/૨૦૧૭           પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રરાહે જીવન જીવ જીવતા,નવરાત્રીએ માતાને વંદન થાય
આવી રહેલા પવિત્ર પ્રસંગે,ગરબા ગાઈને માતાનું પુંજન થાય
.....અનંત આનંદ થાય ભક્તિએ.જ્યાં માડીના ઝાંઝરીયા સંભળાય.
તાલી પાડતા તાલ મળે મા કૃપાનો,જે ગરબામાં ગાઈ જવાય
કૃપાની પવિત્રકેડીએ રહેતા,માડી તારી અદભુતકૃપા થઈ જાય
મનનેમળે અનંત શાંન્તિ માતારી,એજ અમારી ભક્તિ કહેવાય
પાવાગઢથી હ્યુસ્ટનઆવ્યા માકાળી,જીવને રણકાર આપી જાય
.....અનંત આનંદ થાય ભક્તિએ.જ્યાં માડીના ઝાંઝરીયા સંભળાય.
કૃપાનો સાગર એજ માડીનોપ્રેમ,માનવજીવનને મહેંકાવી જાય
વંદનકરીને તાલીઓપાડતા નવરાત્રીએ,ઢોલ નગારાય સંભળાય
ગરબાની મહેંક પ્રસરતા અવનીએ,પવિત્રકર્મના જ બંધન થાય
અનેક સ્વરૂપના દર્શનથાય માનવીને,જે ભક્તિમાર્ગે દોરી જાય
.....અનંત આનંદ થાય ભક્તિએ.જ્યાં માડીના ઝાંઝરીયા સંભળાય.
====================================================