April 30th 2017

માગણીની માયા

.          .માગણીની માયા

તાઃ૩૦/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની કેડી છે નિરાળી,જીવનમાં અનેક રીતે એ સ્પર્શી જાય
અનુભવની અદભુત છે કેડી,જે માનવજીવનમાં અનેકરીતે દેખાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
ભણતર એ નિર્મળકેડી છે,જે શ્રધ્ધાએ સમજીને જીવનમાં ચલાય
મળે કૃપા માસરસ્વતીની,અનેક સંબંધીઓનો પ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનને સ્પર્શે,એજ પવિત્રરાહની કૃપા કહેવાય
નિર્મળ રાહનો સંગ મળેલ જીવનમાં,જે પાવનકર્મ જ કરાઈ જાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં નિર્મળભાવે વંદન કરી જવાય
આશીર્વાદની એક જ કૃપાએ,મળેલ જન્મને પાવન એ કરી જાય
અંતરથી કરેલ સેવા જગતમાં,જીવપર જલાસાંઇની કૃપા થઈ જાય
ભક્તિમાર્ગ એ શ્રધ્ધાએ કરેલ કર્મ છે,જે જીવને અનુભવે સમજાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
======================================================

	
April 30th 2017

કીર્તન

Image result for ભક્તિગીત
             .કીર્તન   

તાઃ૩૦/૪/૨૦૧૭            પ્રદીપ બ્રહ્મભટ્ટ

કીર્તન એ રતન છે જીવનુ,જીવનમાં સુખસાગર દઈ જાય
કૃપાળુ પ્રેમની થાય વર્ષા,મળેલ માનવજીવન મહેંકી જાય.
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
નિર્મળ જીવનનો સંગ થઇ જાય,ના મોહમાયા સ્પર્શી જાય
એજ પાવનરાહ છે જીવનમાં,ભક્તિભાવ કીર્તનથી મેળવાય
મનથી કરેલ નિર્મળભક્તિ,જીવને મળેલદેહ સાર્થક કરીજાય
નામાગણી કળીયુગમાં કોઇ,કે ના અપેક્ષાના વાદળ ઘેરાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
જલારામની જ્યોત પ્રગટી,જ્યાં અનેક જીવોને ભોજન દેવાય
વિરબાઈમાની પવિત્ર રાહ હતી,જ્યાં પરમાત્માય ભાગી જાય
સંત સાંઈબાબાની જ્યોતપ્રગટી,જ્યાં માનવજીવન સ્પર્શીજાય
ભેદભાવને છોડીને જીવતા અવનીએ,જન્મ સાર્થક થઈ જાય
......એજ કૃપા પરમાત્માની દેહ પર,મળેલ જન્મ સાર્થક કરી જાય.
==================================================