April 30th 2017

માગણીની માયા

.          .માગણીની માયા

તાઃ૩૦/૪/૨૦૧૭              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની કેડી છે નિરાળી,જીવનમાં અનેક રીતે એ સ્પર્શી જાય
અનુભવની અદભુત છે કેડી,જે માનવજીવનમાં અનેકરીતે દેખાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
ભણતર એ નિર્મળકેડી છે,જે શ્રધ્ધાએ સમજીને જીવનમાં ચલાય
મળે કૃપા માસરસ્વતીની,અનેક સંબંધીઓનો પ્રેમ પણમળી જાય
ના અપેક્ષા કોઇ જીવનને સ્પર્શે,એજ પવિત્રરાહની કૃપા કહેવાય
નિર્મળ રાહનો સંગ મળેલ જીવનમાં,જે પાવનકર્મ જ કરાઈ જાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
મળે પ્રેમ માબાપનો સંતાનને,જ્યાં નિર્મળભાવે વંદન કરી જવાય
આશીર્વાદની એક જ કૃપાએ,મળેલ જન્મને પાવન એ કરી જાય
અંતરથી કરેલ સેવા જગતમાં,જીવપર જલાસાંઇની કૃપા થઈ જાય
ભક્તિમાર્ગ એ શ્રધ્ધાએ કરેલ કર્મ છે,જે જીવને અનુભવે સમજાય
......જ્યોત જીવનની પ્રગટે અવનીએ,જ્યાં માગણીની માયા છુટી જાય.
======================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment