April 13th 2017

પ્રેમ ગંગા

.                       .પ્રેમ ગંગા

તાઃ૧૮/૪/૨૦૧૫                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

પરમ પ્રેમની ગંગા વહેતા,આ માનવ મન મલકાય
ઉજવળ કેડી પ્રેમની મળતા,આ જીવન સુધરી જાય
…….એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.
અવનીપરનુ  આગમન,એતો જીવનુ જીવન કહેવાય
કેડી ઉજવળ  મળતા જીવને,જ્યાં નિર્મળતા સહેવાય
અહીં તહીંની માયાને છોડતા,પાવન રાહ મળી જાય
રામનામની માળા જપતા,જીવને શાંન્તિ સ્પર્શી જાય
……..એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.
મળે જીવને આ માનવદેહ,જે કર્મની કેડી આપી જાય
કરેલ કર્મ એ બંધન છે જીવના,મુક્તિ માર્ગે દોરી જાય
અપેક્ષાના વાદળથી છુટતા,ના બંધન કોઇ મેળવાય
અંતે જીવને રાહ મળે,જ્યાં પરમાત્માની જ  કૃપા થાય
………એવુ નિર્મળ જીવન જીવતા,જલાસાંઈની કૃપા થાય.

+++++++++++++++++++++++++++++++++++++

April 13th 2017

ભારતનુ ગૌરવ

.                   .ભારતનુ ગૌરવ

તાઃ૩૦/૩/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે અમેરીકામાં માન જેને,એજ છે ભારતનુ સન્માન
ચંન્દ્રની કેડી દે માનવીને,એ શ્રી કમલેશભાઈ કહેવાય
 ......એવા કમલેશભાઈ પર સંત જલાસાંઇની કૃપા થઈ જાય.
 મળ્યો પત્ની મારીયાનોપ્રેમ,જીવઉજ્વળરાહે ચાલી જાય
 પિતાના પ્રેમને પારખી ભણતા,એ વૈજ્ઞાનિક થઇ જાય
 ના મોહમાયાની ચાદરઅડે,એમાતાના સંસ્કાર કહેવાય
 સાહિત્ય સરીતાને વહેતી રાખતા,એ કલમ પકડી જાય
 .....એવા વ્હાલા કમલેશભાઈનુ,ગાંધીનગરમાં સન્માન થાય.
 પ્રેમનિખાલસ નેલાગણીસાચી,તેમની પત્નિથીય દેખાય
 આપી પ્રેમનીગંગા મનથી,સન્માનના વાદળથી છલકાય
 ગુજરાતનુ એ ગૌરવ છે,હ્યુસ્ટનમાં પ્રદીપને આનંદ થાય
 પરમાત્માની પરમકૃપાએ,માનવીને ચંદ્ર પરએ લઈ જાય
 ........એવા નિખાલસ કમલેશભાઈ,પ્રેમે નાશામાં આવી જાય.
 ========================================
    અમેરીકાના અવકાશયાત્રા કરાવતા નાસાના મુખ્ય વૈજ્ઞાનિક વડોદરાના
શ્રી કમલેશભાઈ લુલાનુ ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દીનની ઉજવણીમાં
સન્માન કરવામાં આવ્યુ જે ભારત અને ગુજરાત માટે ખુબજ આનંદ અને
ગુજરાતીઓ માટે અભિમાન છે.સાથે તેઓ એક સારા લેખક પણ જે હ્યુસ્ટનના
કલમપ્રેમીઓ માટે પણ ગૌરવ છે. તે પ્રેમની યાદ રૂપે હ્યુસ્ટનના કલમપ્રેમીઓ
તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ.
 લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા કલમપ્રેમીઓ.
April 13th 2017

બાબાનો પ્રેમ

.....Related image.....
.              .બાબાનો પ્રેમ

તાઃ૧૩/૪/૨૦૧૭                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અખંડ પ્રેમ મળે બાબાનો અમને,જે પવિત્રકર્મ કરાવી જાય
શેરડીથી બાબા હ્યુસ્ટન આવ્યા,એ જ અનુભવથી સમજાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
મળેલ દેહને પવિત્રરાહ મળે,જ્યાં માનવતાની મહેંક સચવાય
પ્રેમપારખી વર્તન બદલતા,આ મનુષ્ય જન્મ સફળ થઈ જાય
નિરાધારનો આધાર બને છે બાબા,જ્યાં ૐ સાંઇને ભજાય
અવનીપરના આગમનને પારખતા,જીવને શાંન્તિ મળી જાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
મળ્યો સહવાસ બાબાનો જીવને,ત્યાં અભિમાનની વિદાય થાય
અહંકારને આંબી લેતા જીવનમાં,બાબાનો પ્રેમસૌને મળી જાય
માગણી મોહને છોડી દેતા,કુદરતની અસીમ કૃપાય મળી જાય
ભક્તિરાહની જ્યોત મળે  જીવને,જ્યાં બાબાની કૃપા થઈ જાય
.....નિર્મળ જીવન મળે માનવીને,જ્યાં ભોલેનાથનો અણસાર થાય.
==================================================