April 13th 2017

ભારતનુ ગૌરવ

.                   .ભારતનુ ગૌરવ

તાઃ૩૦/૩/૨૦૧૫                     પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળે અમેરીકામાં માન જેને,એજ છે ભારતનુ સન્માન
ચંન્દ્રની કેડી દે માનવીને,એ શ્રી કમલેશભાઈ કહેવાય
 ......એવા કમલેશભાઈ પર સંત જલાસાંઇની કૃપા થઈ જાય.
 મળ્યો પત્ની મારીયાનોપ્રેમ,જીવઉજ્વળરાહે ચાલી જાય
 પિતાના પ્રેમને પારખી ભણતા,એ વૈજ્ઞાનિક થઇ જાય
 ના મોહમાયાની ચાદરઅડે,એમાતાના સંસ્કાર કહેવાય
 સાહિત્ય સરીતાને વહેતી રાખતા,એ કલમ પકડી જાય
 .....એવા વ્હાલા કમલેશભાઈનુ,ગાંધીનગરમાં સન્માન થાય.
 પ્રેમનિખાલસ નેલાગણીસાચી,તેમની પત્નિથીય દેખાય
 આપી પ્રેમનીગંગા મનથી,સન્માનના વાદળથી છલકાય
 ગુજરાતનુ એ ગૌરવ છે,હ્યુસ્ટનમાં પ્રદીપને આનંદ થાય
 પરમાત્માની પરમકૃપાએ,માનવીને ચંદ્ર પરએ લઈ જાય
 ........એવા નિખાલસ કમલેશભાઈ,પ્રેમે નાશામાં આવી જાય.
 ========================================
    અમેરીકાના અવકાશયાત્રા કરાવતા નાસાના મુખ્ય વૈજ્ઞાનિક વડોદરાના
શ્રી કમલેશભાઈ લુલાનુ ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દીનની ઉજવણીમાં
સન્માન કરવામાં આવ્યુ જે ભારત અને ગુજરાત માટે ખુબજ આનંદ અને
ગુજરાતીઓ માટે અભિમાન છે.સાથે તેઓ એક સારા લેખક પણ જે હ્યુસ્ટનના
કલમપ્રેમીઓ માટે પણ ગૌરવ છે. તે પ્રેમની યાદ રૂપે હ્યુસ્ટનના કલમપ્રેમીઓ
તરફથી જય જલારામ સહિત સપ્રેમ ભેંટ.
 લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ તથા કલમપ્રેમીઓ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment