April 10th 2017

પ્રેમની પરખ

.             .પ્રેમની પરખ

તાઃ૧૦/૪/૨૦૧૭                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરનુ આગમન સ્પર્શે જીવને,કર્મની કેડીએ સંધાઇ જાય
અજબગજબ એ બંધન દેહના,જયાં જીવને પરખ પ્રેમની થાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
દેહમળે જ્યાં જીવને જગતપર,અનેક સ્વરૂપના બંધનથી દેખાય
પશુ,પક્ષી,પ્રાણીના દેહ છે નિરાધાર,ના અપેક્ષા કોઇ મેળવાય
અનંત આધારને પામવા જીવને,અહીં તહીં કે ઉપરનીચે જવાય
ના સમજણ કોઇ દેહને રહે,ના કોઇ અપેક્ષાની સમજણ લેવાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
મળી જાય માનવદેહ સંતાન સ્વરૂપે,એ માબાપનો પ્રેમ કહેવાય
શીતળ રાહ પકડવા સંતાનને,સમયની સાંકળ પકડીને જ ચલાય
અવિનાશીની આ અજબ શક્તિ છે,એ સંબંધના વાદળે સચવાય
જીવને મળેલ રાહ જીવનમાં,એજ પ્રેમની સાચી પરખ છે કહેવાય
.......એ જ સાંકળ છે જીવની,જે પરમાત્માની સાચી ભક્તિએ સમજાય.
=====================================================