April 3rd 2017
. .લાકડી પકડી
તાઃ૪/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉંમરને ના આંબે કોઇ અવનીએ,લાકડી પકડતા દેખાય
માનવતાનીમહેંક પ્રસરતા જીવને,પાવનસંગાથ મળી જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય.
દેહની સાંકળ આવનજાવન છે,જે જન્મના બંધને દેખાય
મળે દેહ અવનીએ જીવને જ્યારે,ત્યારે સમજણે સમજાય
નિખાલસ જીવનમાં માનવતાસ્પર્શે,જ્યાં જલાસાંઇ ભજાય
નિર્મળ જીવનમાં સમજણ સાચી,એ ભક્તિમાર્ગ દઈ જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય
જન્મ મરણના બંધનના સંગને,દેહની ઉંમર એમ કહેવાય
બાળપણથી સંબંધસ્પર્શે,અંતેઅવનીએ ધૈડપણ મળી જાય
ના પકડાયુ એ સીતારામથી,કે ના રાધાકૃષ્ણનુ દ્વારકામાંય
એજ લીલા છે અવિનાશીની,જીવોને એ રાહ આપી જાય
.....અજબ શક્તિશાળીની કૃપા,એજ સાચો સંગાથી આપી જાય.
=================================================
March 29th 2017
..
...
. .જાગતો રહે
તાઃ૨૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવજીવન મળે જીવને,જે જલાસાંઇની કૃપા કહેવાય
જન્મમૃત્યુ એતો છે સાંકળ કુદરતની,નાકોઇથી છટકાય
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
મળતી માયા એછે કળીયુગના બંધન,આગમને દેખાય
માનવતાની રાહચીંધે જલાસાંઇ,જે મુક્તિમાર્ગ દઈજાય
શીતળતાનો સ્પર્શમળે દેહને,જીવને જાગતો રાખીજાય
મારૂએ મમતા છે તારૂ એ છે પ્રેમ,ના કોઇછે વ્હેમ
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
મમતા એ માતાનોપ્રેમ,ને પિતાનોપ્રેમ પાવન કહેવાય
સિધ્ધી વિનાયક દેવ જગતમાં,ગૌરીનંદનથી ઓળખાય
પિતા ભોલેનાથ કૃપાલીધી,ને માતા પાર્વતીને વંદનથાય
નિર્મળજીવન જીવવા દેહને,મળેલ દેહને જાગતો રખાય
......પાવનરાહ મળે જીવને કૃપાએ,જે જન્મ મળતા દેખાય.
==============================================
March 29th 2017
. પ્રેમ સાગર
તાઃ૨૯/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમના સાગરમાં અટવાયોં,ના જીવને કોઇ રાહ મળે
કળીયુગની આકેડી સ્પર્શે,દેખાવની દુનીયા અડીજાય
......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
સરળ જીવનની નિર્મળ રાહ,ના માનવજીવનમાં મળે
આજકાલ નાસમજાય મને,જ્યાં જીવન પ્રસરાઇ જાય
દેખાવની કેડી કપાય કૃપાએ,ત્યાં આજકાલ સમજાય
પુર્વ જન્મના બંધન સ્પર્શે,જીવેન,કર્મબંધને મેળવાય
.......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
મળે ના પ્રેમ માગણીએ જીવને,એ અનુભવ કહેવાય
માગણી રાખી અપેક્ષા સ્પર્શતા,જીવન જકડાઇ જાય
સ્પર્શે દેહને દેખાવનો સાગર,જેને પ્રેમસાગર કહેવાય
અડકો દડકો લઈને ઘુમતા,ના પાવનકર્મ કોઈ થાય
.......નાકોઇ સમજણ પડે મને,કે નાકોઇ ઉપાય અડી જાય.
===============================================
March 4th 2017
. જાગતો રહીશ
તાઃ૪/૩/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પ્રેમાળ કૃપા,ત્યાં મળે સ્નેહીયોનો પ્રેમ
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં નિર્મળરાહ મળીજાય
…..એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
અવનીપરનુ આગમન જીવનુ,મળેલ દેહથી સમજાય
કર્મની નિર્મળ કેડી જીવની,આગમનથીજ સ્પર્શી જાય
કરેલ કર્મ દેહથી અવનીએ,જન્મ મરણથી જકડી જાય
જલાસાંઇની પાવનરાહે જીવતા,કર્મબંધંનથી છટકાય
…….એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
માતાપિતાના નિર્મળ પ્રેમથી,અવનીએ દેહ મેળવાય
સંસ્કારની નિર્મળકેડી ચાલતા,નાઆફતકોઇ અથડાય
મોહમાયાના બંધન છુટતા,જીવના સંબંધો છુટી જાય
જીવની પ્રગટે જ્યોત અવનીએ,કરેલકર્મથી મેળવાય
…….એજ આગમનના એંધાણ,જે જીવને જાગતો રાખી જાય.
======================================
February 12th 2017
ભુતકાળની કેડી
તાઃ૧૨/૨/૨૦૧૭ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભુતકાળને ભુલી ચાલતા,આવતીકાલ નિર્મળ થતી ગઈ
સત્કર્મને સમજી જીવતા,જીવનમાં આફત ભાગતી થઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
પ્રેમભાવના પારખી ચાલતા,જીવને સમજણ આવી ગઈ
કર્મબંધન એ આજની કેડી,જે ભુતકાળ સંગે રહેતી થઈ
કરેલકર્મ એસમયથી સ્પર્શે,જે નિર્મળભક્તિએ મળે અહીં
જલાસાંઇની પવિત્ર રાહે,મળેલ જન્મ પાવન થશે ભઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
જન્મમળે છે જીવને અવનીએ,જ્યાં કર્મનીકેડી સંગે થઈ
ના જગતમાં તાકાતછે જીવની,ના છટકાય કોઇથી અહીં
સંબંધના બંધન સ્પર્શે છે જીવને,આવનજાવન કરે અહીં
અજબશક્તિશાળી છે પરમાત્મા,પાવનરાહે સમજાય ભઈ
……..માન અને સન્માન નાસ્પર્શે,ત્યાં પરમાત્માની કૃપા મળતી અહીં.
===================================================
November 18th 2016
. . પવિત્ર ધરતી
તાઃ૧૮/૧૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબકૃપા પરમાત્માની ભારતપર,સમયે સમજાઈ જાય
પાવન ધરતી બની ગઈ એ,જ્યાં પવિત્ર દેહ ધરાઈ જાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
દેહ લીધો પરમાત્માએ અયોધ્યામાં,જે રામ સ્વરૂપ કહેવાય
માસીતાના સ્વરૂપે મા આવ્યા,જે રાવણનુ દહન કરાવી જાય
અભિમાનની અજબકેડી બતાવી,જે લંકામાં દેહને સ્પર્શી જાય
ચીંધી આંગળી રાવણે લંકામાં,જ્યાં શ્રીરામનુ અવતરણ થાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
પરમાત્માનુ આગમન થયુ દ્વારકામાં,જે શ્રીકૃષ્ણ રૂપે દેખાય
અજબ પ્રેમની વર્ષા દર્શાવે જગે,અનેક ગોપીઓ મળી જાય
માનવતાની મહેંક પ્રસરાવી,જ્યાં રાધાનો પ્રેમ મળી જાય
પવિત્ર ભુમી ભારતની અવનીએ,જ્યાં પવિત્રકર્મને દેખાય
………..પરમાત્માની એ જ પરમકૃપા,જ્યાં એ દેહ ધરી આવી જાય.
========================================
November 9th 2016
. .સમજણની શોધ
તાઃ૯/૧૧/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમજણ સમજણ શોધતા શોધતા,અક્ક્લ ખોવાઈ ગઈ
લટક મટકતી ચાલ ચાલતા,અંતે આફતો વધતી થઈ
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
મળેલ દેહને સમજણ સ્પર્શે,જે જીવનની આંગળી પકડે ભઈ
આગળપાછળના બંધન જીવને,દેહ મળતા જીવને મળે અહીં
કુદરતની આજકરામત છે,જે સમયે કાતર બની જાય છે ભઈ
અગમનીગમના ભેદ જગતમાં,કળીયુગમાં દેહને સ્પર્શે અહીં
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
દેહના બંધન જીવને છે,જે અવનીપરના આગમને સમજાય
પરમાત્માનાપ્રેમને પામવા,મળેલ જીવનમાં નિર્મળ જીવાય
કર્મબંધન એ જીવને સ્પર્શે,જે જીવને દેહ મળતા અનુભવાય
મુક્તિમાર્ગની રાહને પામવા,નિખાલસ સમજણથી મેળવાય
…………..ના સમજણ કોઈ શોધાઈ,કે ના અક્કલ વપરાઈ ગઈ.
========================================
October 23rd 2016
. . જકડે એ પકડે
તાઃ૨૩/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને જ્યાં માયા સ્પર્શે,ત્યાં કર્મની કેડી બદલાઈ જાય
મળેલ દેહને કળીયુગ પકડે,ત્યાં માનવ જીવન જકડાઈ જાય
……………..કળીયુગ કેરી આ છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
પરમકૃપાળુ છેપરમાત્મા જગતમાં,જે શ્રધ્ધાએ સમજાઈજાય
માનવજીવન સાર્થક કરવાને,સમય સમજીને જીવન જીવાય
મળે માનવતાનો અણસાર જીવનમાં,જ્યાંનિર્મળ ભક્તિ થાય
સુખશાંન્તિનો સ્પર્શથાય દેહને,એજ નિર્મળ ભક્તિરાહ કહેવાય
……………..કળીયુગ કેરી આ છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
અપેક્ષાની કેડી મળે જીવને,ત્યાં મળેલ જન્મ કળીયુગમાં ફસાય
આધીવ્યાધીની લાકડી પડતાજ,જીવને અનંતદુઃખ સ્પર્શી જાય
સંબંધીઓનો ના સંગાથ મળે જીવને,ને સગાઓ દુર ભાગી જાય
મળેલ જન્મને ના માનવતા મળતા,જીવ મૃત્યુને શોધતો જાય
……………..કળીયુગ કેરી આ છે સાંકળ,જે મળેલ દેહને સ્પર્શી જાય.
=======================================
October 18th 2016
. . કળીયુગી કલ્પના
તાઃ૧૮/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાકડી પકડી ત્યાં લાગણી સ્પર્શી,કર્મનીકેડીએ બાંધી જાય
જીવન સંબંધ જન્મ મરણથી,જે આવન જાવનથી દેખાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
પશુપક્ષીએ નિરાધારી જીવન,જે અવનીએ દેહથી સમજાય
ના કોઇ સંબંધ દેખાય જીવના,કે ના કોઇ બંધન પણ દેખાય
એ અવનીપરની લીલા પ્રભુની,પરમાત્માની કૃપા કહેવાય
દેહનાબંધન જીવને જકડે,જે અવનીપરના દેહથી સમજાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
માનવદેહ ના સ્પર્શે જીવને,જે અવનીપર મળેલ દેહે દેખાય
કુદરતની આકેડી છે ન્યારી,નિખાલસ પ્રેમથી જ એ સમજાય
પરમભક્તિનો માર્ગમળે સંસારમાં,નાકોઇદેખાવ સ્પર્શી જાય
મંદીરમસ્જીદ સમયની કેડી,જ્યાં જીવનીસાર્થકતા ઘુમાવાય
…………….એજ બંધન કળીયુગના,જે સતયુગથી દુર લઈ જાય.
=========================================
October 18th 2016
. . પ્રેમ મઝાનો
તાઃ૧૮/૧૦/૨૦૧૬ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળી ગયો મને પ્રેમ મઝાનો,અનંત આનંદ દઈ જાય
ઉજ્વળતાની રાહ મળતા જીવને,પરમસુખ મળીજાય
…………..એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.
ભક્તિરાહની પાવન કેડીએ,માનવ જીવન આવી જાય
મળેલ દેહને સાર્થક કરવાને,સીધી રાહ પણ મળી જાય
પ્રેમથીચીંધેલ આંગળી જલારામે,અનેક જીવોખુશ થાય
માનવતાની મહેંકપ્રસરે, જ્યાં સાંઇબાબાનીશ્રધ્ધાથાય
……………એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.
જન્મમરણના બંધન જીવને,અવનીએ આગમનથી દેખાય
કર્મના બંધનએ લીલા પ્રભુની,દે દેહના વર્તનથી સમજાય
મળી જાય માનવતા દેહને,જે મળેલ જન્મસફળ કરી જાય
ના જીવને કોઇ મોહ સ્પર્શે,કે ના કોઇ માગણીએ લઈ જાય
……………એજ કૃપા જલાસાંઈની,નિર્મળ જીવન આપી જાય.
======================================