August 5th 2012
. .આનંદ થયો
તાઃ૫/૮/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઝરઝરમર વર્ષા નિરખતાં,હૈયુ મારુ હરખાણું
શીતળતાનો સંગ મળતાં,આનંદ સાચો માણું
. ………………ઝરઝરમર વર્ષા નિરખતાં.
નિર્મળતાના વાદળ વર્ષે,ત્યાં પ્રભુકૃપા હુ પામું
સ્વાર્થમોહને દુરકરતાં,મારુ જીવનસાર્થક જાણું
મળે જ્યાં પ્રેમ જલાસાંઇનો,બીજુ કાંઇના માગું
સ્નેહનીવર્ષા મળી જતાંજ,હુ આનંદ જીવે માણું
. ………………..ઝરઝરમર વર્ષા નિરખતાં.
માનવજીવન મહેંકી ઉઠતાં,જન્મસફળ હું માનું
પ્રેમની કેડી પારખી લેતાં,સહવાસ સાચો જાણું
મનનીમુંઝવણ દુર જતાં,સ્નેહ સૌનોલઈ આવું
અંતની નારહે ચિંતાજીવને,જ્યાંમોક્ષ સંગેરાખુ
. …………………ઝરઝરમર વર્ષા નિરખતાં.
============================
July 25th 2012
. .કદર પ્રેમની
તાઃ૨૫/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મનને આવી મળે શાંન્તિ,જ્યાં નિર્મળ જીવન હોય
પ્રેમનીગંગા વહે જીવનમાં,જ્યાં પ્રેમની કદર હોય
. …………………મનને આવી મળે શાંન્તિ.
માનવતાની મહેંક અનોખી,જે સંસ્કારથી મળી હોય
પ્રેમની પાવન કેડીના સંગે,આ જીવન ઉજ્વળ હોય
સુખ સાગરની કૃપા અનોખી,લાયકાતે મળતી હોય
માગણીમોહને માળીએમુકતા,સાચોપ્રેમ મળતોહોય
. …………………મનને આવી મળે શાંન્તિ.
સરળ જીવનની કેડી ન્યારી,સરળ સ્નેહ ભરેલી હોય
નિખાલસતાનો સંગ મળે,જ્યાં માબાપની કૃપા હોય
ભક્તિ ભાવની સરળ રાહે,જીવને શાંન્તિ મળતી હોય
કદરપ્રેમની મનથી કરતાં,સાચી રાહ જ મળતી હોય
. ………………… મનને આવી મળે શાંન્તિ.
======================================
July 22nd 2012
. સમી સાંજે
તાઃ૨૨/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સ્નેહ મળે જ્યાં સમી સાંજે,ત્યાં સૌને આનંદ થાય
નિખાલસ પ્રેમની ગંગા વહેતા,મન મારું હરખાય
. ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
શિયાળાની સમી સાંજે,દેહે શીતળતા મળી જાય
સુખની લહેર જીવનમાં મળતાં,હૈયે આનંદ થાય
કુદરતની છે અસીમકૃપા,માનવમનને દોરી જાય
શાંન્તિનોસહવાસમળતાં,જીવ રાજીરાજી થઈજાય
. ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
ઉનાળાની સમી સાંજે,જગતના સૌ જીવો અકળાય
આકુળ વ્યાકુળ મન ભટકતાં,મુંઝવણો આવી જાય
દેહનીવ્યાધી જીવનમાં મળતાં,ના રસ્તાઓ દેખાય
અહીં તહીં ભટકી રહેતા દીવસમાં,રાત્રીજ પડી જાય
. …………………સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
મેઘરાજાની મોસમ આવે,ત્યાં ના કોઇથીય છટકાય
વાદળ ગાજેને વિજળીજોતાં,દેહો આશરે આવી જાય
પરમકૃપાપરમાત્માની,શીતળ સમી સાંજ મળી જાય
અજબલીલા અવિનાશીની,જે જગે માનવીને દેખાય
. ………………..સ્નેહ મળે જ્યાં સમી સાંજે.
======================================
July 16th 2012
. .ઉગમણી ઉષા
તાઃ૧૬/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઉગમણી ઉષા ઓળખાય,જ્યાં સુર્યનો ઉદય થાય
આથમણીસુર્યાસ્ત કહેવાય,જ્યાંથીરાત્રીને સહેવાય
. ………………..ઉગમણી ઉષા ઓળખાય.
ઉજળી સવાર મળે માનવીને,જ્યાં સુર્ય દર્શન થાય
તનમનધનની કૃપા મળે જીવે,જ્યાં સુર્યદેવ પુંજાય
સંસ્કાર પ્રેમની જ્યોતમળે,ને ધન્ય જીવન પણથાય
કુદરતની આઅજબલીલા,મળેજન્મસફળ થઇ જાય
. ………………….ઉગમણી ઉષા ઓળખાય.
જન્મમરણ છે દેહનોસંબંધ,જે જગતજીવથીસહેવાય
અવનીપરના આગમને,જીવથી પ્રભુભક્તિ મેળવાય
અંતરથી જ્યાંથાય પુંજા,ત્યાં સરળકામ સૌ થઈજાય
મૃત્યુ મળતાં દેહથી જીવને,મુક્તિ માર્ગજ મળી જાય
. …………………ઉગમણી ઉષા ઓળખાય.
===================================
July 9th 2012

.
.
.
.
.
.
.
.
.
.
.
. ગગનભેદ
તાઃ૯/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગગનભેદના જાણે કોઇ,જેસુર્ય,ચંદ્ર,પૃથ્વી,તારાથી ઓળખાય
જીવને મળતા દેહ જગત પર,એને અવનીપર પણ કહેવાય
. ………………….ગગનભેદના જાણે કોઇ.
કુદરતની આ અદભુતલીલા,જગતમાં ના કોઇને સમજાય
પ્રેમ પામીને જીવન જીવતાં,આ માનવ જીવન મહેંકી જાય
દ્રષ્ટિનીકેડી છે માનવીની નાની,જે આજુબાજુથી ઓળખાય
ચંદ્ર,સુર્યનેનિરખીલેવા પૃથ્વીથી,અવકાશયાત્રી પણથવાય
. ……………………ગગનભેદના જાણે કોઇ.
સ્પેશશટલને પકડી લેતાં,દેહ પૃથ્વીને છોડી ગગનમાં જાય
શીતળતાનોસહવાસ મળીજાય,જ્યાં ચંદ્રપર પગલા પડાય
અદભુતકૃપા વિજ્ઞાનની જગતમાં,જે લાયકાતે જ મળીજાય
સુર્ય,ચંદ્રને નિરખી લેતાં,જગત પરના માનવજીવો હરખાય
. ……………………ગગનભેદના જાણે કોઇ.
++++++++++++++++++++++++++++++++++++++++++
. .નાસાના વૈજ્ઞાનિક ડૉકટર શ્રી કમલેશભાઇ લુલાને તેમણે આપેલ
ચિત્રની ઓળખાણ રૂપે સપ્રેમ ભેંટ. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
July 8th 2012
. .પ્રેમ અંતરનો
તાઃ૮/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ પાથરી અંતરનો,હું જીવનમાં નિર્મળ સ્નેહ કરું
જીવન ઉજ્વળ જ્યોત બને,એજ સ્મરણ ચરણે ધરુ
. ………………પ્રેમ પાથરી અંતરનો.
સુખ સાગરને માણી લેતાં,જીંદગી પાવન હું પામું
સ્નેહ ભરેલા સપનાઓ મળતા,પ્રેમપ્રભુનો હું માણું
સિધ્ધીના સોપાન મળતાં,માનવ થઈને જ હું જીવું
મોહ માયાની ચાદર હટતાં,જલાસાંઇની કૃપા પામુ.
. ……………….પ્રેમ પાથરી અંતરનો.
મળી જીવનમાં પ્રીત સૌની,ના અપેક્ષાય કોઇ રહી
કુદરતની એ કેડી ભક્તિની,મેળવી સિધ્ધીમે જાણી
સાચી શ્રધ્ધા મનથી મેળવતાં,ત્રાસ જીવના ભાગે
આવી મળે પ્રેમઅંતરનો,નાઅપેક્ષા કોઇમને લાગે
. ………………. પ્રેમ પાથરી અંતરનો.
======================================
July 4th 2012
. .જ્યોત પ્રેમની
તાઃ૪/૭/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અંતરની અભિ વ્યક્તિ કહેવાની,કોઇમાં નથી એ શક્તિ
પ્રેમમાં પણ એજ છે નક્કી,જ્યાં થતી સાચી પ્રેમી ભક્તિ
. ………………..અંતરની અભિ વ્યક્તિ કહેવાની.
તારુ મારુ તો સૌને સ્પર્શે,ના અવનીએ કોઇથી છટકાય
મળેલ દેહની એ છે લીલા,જે પરમાત્માથી જ મેળવાય
જ્યોતપ્રેમની પ્રગટેજીવનમાં,ત્યાંમાનવતા મહેંકીજાય
સરળતાથી સ્નેહમળે જ્યાં,ત્યાં આવતી આફતદુરજાય.
. ………………..અંતરની અભિ વ્યક્તિ કહેવાની.
કર્મનાબંધન તો જીવને સ્પર્શે,એ જ ઉજ્વળતા કહેવાય
ભક્તિ કેરી એકજ દોર મળતાં દેહે,સુખશાંન્તિ મળીજાય
જલાસાંઇની કૃપાએ મળેલ જીવના,મોક્ષ દ્વાર ખુલીજાય
આવી આંગણે પ્રભુ રહે,જે અપેક્ષા અનેક જીવોનીય હોય
. ………………… અંતરની અભિ વ્યક્તિ કહેવાની.
…………………………………………………………………………………..
June 29th 2012
. .બગડી ગઈ
તાઃ૨૯/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હવા લાગી જ્યાં કળીયુગની,ના મારું મન વિચારે કંઈ
સરળતાનોસાથી શોધવાફરતાં,મારીબુધ્ધિ બગડી ગઈ
. ……………હવા લાગી જ્યાં કળીયુગની.
દેખાવની દુનીયા અજબ લાગે,ના સમજમાં કંઇ આવે
શોધતા શોધતા જીંદગી વીતે,તોય ના જીવનમાં ફાવે
માયા મોટી કળીયુગની આવે,ના સમજમાં કંઇજ આવે
સમજણનીસાંકળ જ્યાં છુટે,ત્યાંજ તકલીફોદોડતી આવે
. …………… હવા લાગી જ્યાં કળીયુગની.
પડે લાકડી બરડે જ્યારે,ત્યારે જ સમજણ આવતી ગઈ
આધી વ્યાધીની સાંકળ મળતાંજ,તકલીફો દેખાતી થઈ
આવીબારણેકળીયુગઉભો જ્યાં,જીવનીજ્યોતબુઝાઇગઈ
દેહનો અંત ના નજીક આવે,જીવનમાં ઝંઝટ વધતી ગઈ
. ………………..હવા લાગી જ્યાં કળીયુગની.
+++++++++++++++++++++++++++++++++++++++++
June 26th 2012
. .અજબલીલા
તાઃ૨૬/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબલીલા અવિનાશીની,સમગ્ર સૃષ્ટિ પર વર્તાય
શરણુ લેતા જલાસાંઇનું,દેહને ઉજ્વળ ભાવી દેખાય
. ……………….અજબલીલા અવિનાશીની.
શીતળતાનો સહવાસ મળે,જ્યાં મન નિખાલસ હોય
કરુણા સાગર છે અતિ દયાળુ,જીવને વર્તને સમજાય
નિર્મળતાની કેડી ન્યારી,સાચો પ્રેમભાવ આપી જાય
ઉજળી આવતીકાલ જોવા,જીવને ભક્તિએ લઈજાય
. …………………અજબલીલા અવિનાશીની.
લેખ લખેલા ના મિથ્યા બને,જીવ કળીયુગે લબદાય
આંટી ઘુટીમાં બંધાઇ રહેતા,વ્યર્થ આજીવન થઈજાય
કેડીપકડી ભક્તિનીચાલતાં,સૌ વ્યાધીઓ ભડકી જાય
મળે શાંન્તિ આવી જીવને,જે દેહને સદમાર્ગે લઈ જાય
. …………………અજબલીલા અવિનાશીની.
*******************************************************
June 23rd 2012
. .અશાંન્તિની કેડી
તાઃ૨૩/૬/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અતિની જ્યારે વર્ષા થાય,ત્યારે ના કોઇથી છટકાય
આવી મળે હદ બહાર કંઇ,ત્યાં અકળામણમળીજાય
. …………………અતિની જ્યારે વર્ષા થાય.
શીતળતાનો સહવાસરહે,ને નિર્મળ શાંન્તિ પણથાય
પ્રેમને પારખી અનેક જીવો,અતિ આનંદે છે હરખાય
મળતીપ્રીત માનવતાનીજગે,જીવસદા આનંદેન્હાય
આવે ના કોઇ વ્યાધી જીવે,એજ સાચીશાંન્તિ કહેવાય
. ………………….અતિની જ્યારે વર્ષા થાય.
આચર કુચર ખાઇ લેતાં,ના પેટને તકલીફથી છટકાય
દેખાવનીઆકેડી વાંચી,જે લબડતાંજીદગીબગડી જાય
અતિપ્રેમમાં વ્યાધીઆવે,ને મોહમાયામાં ફસાઇજવાય
ના છટકે કોઇ માનવી, જેને અશાંન્તિની કેડી મળી જાય
. …………………….અતિની જ્યારે વર્ષા થાય.
+++++++++++++++++++++++++++++++++++