May 24th 2012

આડુ અવળુ

.                          .આડુ અવળુ

તાઃ૨૪/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

આડુ અવળુ બોલાઇ જતાં,જીવનમાં ઝંઝટ વધી ગઈ
ના માગતાનું મળી જતાં,કુદરતની ઝાપટ પડી ગઈ
.                  ………………..આડુ અવળુ બોલાઇ જતાં.
માનવીમનને માયાજ બહુ,એ જગતમાં જાણે છે સહુ
એક અપેક્ષા ભુલથી મળતાં,બીજી લપટાઇ ગઈ બહુ
કુદરતની આ અકળ લીલા,ના માનવમને સમજાય
પડે એક ઝાપટ કળીયુગની,ના કોઇથી જગે છટકાય
.                  ………………..આડુ અવળુ બોલાઇ જતાં.
શાંન્તિ શોધવા ચાલતા યુગે,અનેક જીવો અથડાય
મળતાંએકકેડી ભક્તિની,સાચીસરળરાહ મળીજાય
ના મોહમાયા મળે જીવને,એતો છટકીને ભાગીજાય
પ્રભુકૃપાની વર્ષા થતાં,જીવનો જન્મસફળ થઈજાય
.                  ………………..આડુ અવળુ બોલાઇ જતાં.

++++++++++++++++++++++++++++++++++++=====

May 17th 2012

પેટની પીડા

.                   .પેટની પીડા

તાઃ૧૭/૫/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આચર કુચર ખાઈ જતાં,આવી વ્યાધીઓ ભઇ
એક દવાની ટીકડી લેતાં,બીજી ચાર લીધીજઈ
.                  …………………આચર કુચર ખાઈ જતાં.
ના દીઠાનુ જ્યાં દીઠી લેતાં,પેટ ભીખ માગે છે અહીં
પાચનક્રીયા નાહાથમાંરહેતાં,તકલીફો આવતીગઈ
સમજને જ્યાં મુકતાં નેવે,અકળામણો મળતી થઈ
એક તકલીફને પરાણે મુકતાં,બીજી બે વળગીગઈ
.                ……………………આચર કુચર ખાઈ જતાં.
પેટ કરાવે વેઠ જગતમાં,માનવ બુધ્ધિએ સમજાય
સમજીને જ્યાં મોંમા મુકતાં,ના પાચનક્રીયાતફડાય
શાંન્તિ મળે જ્યાં આવી પેટને,ના દવાદારૂ અથડાય
સમજણથી કરતાં આહારથી,સૌ ઉપાધી ભાગી જાય
.                   ………………..આચર કુચર ખાઈ જતાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

May 15th 2012

વ્યાધીનુ આગમન

                         .વ્યાધીનુ આગમન

તાઃ૧૫/૫/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

ક્યાંથી આવી વ્યાધી જીવનમાં,જીંદગી ઝપટાઇ ગઈ
સરળ જીવનની કેડી ન્યારી,આવતાંજ બદલાઇ  ગઈ
.                   ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
માનવમનને શાંન્તિ જીવનમાં,સરળતા સહવાઇ ગઈ
આધી વ્યાધીને આંગણે મુકતાંજ,જીંદગી મહેંકી ગઈ
પ્રભુ કૃપાનો દોર મળતાં જીવનમાં,કેડી પકડાઇ ગઈ
જલાસાંઇની ભક્તિકરતાં,જીવનેપાવનરાહ મળીગઈ
.                    ……………….ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.
મળેલ જીવનની મહેંક પ્રસરે,જ્યાં શાંન્તિ મળી જાય
નિર્મળ ભાવના સંગે રહેતા જ,મોહ માયા ભાગી જાય
મનમાંચિંતા ને દેહે અશાંન્તિ,જ્યાં કળીયુગીકાયાથઈ
આવી ઘરમાં એ પડીરહે,જેને વ્યાધીઓ કહેવાય ભઈ
.                   ………………..ક્યાંથી આવી વ્યાધી જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++++++++

May 9th 2012

આવી જાવ

.                    આવી જાવ

તાઃ૯/૫/૨૦૧૨                  પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રેમની સંગે ભાવના રાખી,આવજો અમારે દ્વાર
બારણે આવી ઉભા છીએ,આવી જાવ ઘરમાંજ
.                ………………પ્રેમની સંગે ભાવના રાખી.
નિર્મળપ્રેમને પકડી સંગે,લઈ સત્કર્મોનો સંગાથ
ભક્તિનો લઈ સાથ જીવનમાં,વર્તનને સચવાય
માયા મોહને દુર રાખીને,મેળવજો અમારો સાથ
આવશો આજે પ્રેમથી,ફરી ફરીને મળશે સહવાસ
.                ……………….પ્રેમની સંગે ભાવના રાખી.
મળશે જીવનમાં એકજ સાથ,ના ભુલશો ગઈ કાલ
યાદ રહેશે સંગ અમારો,જે લાવશે તમને વારંવાર
કળીયુગની ના કેડી સંગે,આ જન્મ સફળ થઈ જાય
જલાસાંઇની દ્રષ્ટિપડતાં,જીવનમાંમહેંક પ્રસરીજાય
.                   ……………..પ્રેમની સંગે ભાવના રાખી.

+++++++++++++++++++++++++++++++

May 4th 2012

મધુર લહેર

                   મધુર લહેર

તાઃ૪/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર પવનની એક લહેરથી,મનને અનંત શાંન્તિ થાય
પામર જીવને જકડી લેતી લહેરને,મધુર લહેર કહેવાય
.                         …………….મધુર પવનની એક લહેરથી.
સ્પર્શે દેહને એક લહેર અનોખી,દેહે ખુશી અનોખી થાય
નાઅપેક્ષા બીજીરહે અવનીએ,જે પાવનજન્મ કરીજાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,શીતળ શાંતિની વર્ષા થાય
કુદરતની આ અસીમકૃપાને,ભક્તિભાવથી જ મેળવાય
.                          …………….મધુર પવનની એક લહેરથી.
શીતળતાનો મળેસહવાસ જીવને,નાકોઇ અપેક્ષા રખાય
કેવી નિર્મળ કૃપા પ્રભુની,જે જીવનમાં સદકર્મોથી દેખાય
લોભમોહની ના કેડીમળે,ત્યાં મળેલ જીવન ઉજ્વળથાય
સાથમળે સહવાસનો ત્યાં, મળેલજીવના સંબંધો હરખાય
.                            ……………મધુર પવનની એક લહેરથી.

+++++++++++++++++++++++++++++++++++++=

May 3rd 2012

તરંગ

                      .તરંગ

તાઃ૩/૫/૨૦૧૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવને જીંદગી જકડી રાખે,ને ના નિર્મળતા મેળવાય
અનેક રંગની આ લીલા છે,જે તરંગ બની મળી જાય
.                       ……………….જીવને જીંદગી જકડી રાખે.
મારૂ એતો કદીના માન્યુ,તોય અવની પર ભટકાય
જીવની લીલા પ્રભુકૃપાએ,એ અનંત લીલા કહેવાય
નિર્મળતાનો સંગમળે ત્યાં,જ્યાં જલાભક્તિ પકડાય
આવી શાંન્તિ બારણુખોલે,જ્યાં સાંઇબાબાને ભજાય
.                        ………………જીવને જીંદગી જકડી રાખે.
કર્મ કરેલા જ જકડી રાખે,ના કોઇ જીવથીય છટકાય
મળે અનોખી શાંન્તિ દેહને,જ્યાંસાચીરાહ મળીજાય
વાણીવર્તન એ દેહનાબંધન,જગે  કોઇથી નાછોડાય
મળેલ જન્મ સાર્થક કરવા,મળતા તરંગને સમજાય
.                      ………………..જીવને જીંદગી જકડી રાખે.

++++++++++++++++++++++++++++++++++==

May 2nd 2012

આશા કેવી?

.                   આશા કેવી?

તાઃ૨/૫૦/૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ આવજો દોડી જીવનમાં,દેવા સુખ શાંન્તિ સહવાસ
કુદરતની આ અસીમ કૃપામાં,રહીશુ જીવનમાં ખુશહાલ
.                       ……………..પ્રભુ આવજો દોડી જીવનમાં.
પામર જીવન સાર્થકકરવા,લેજો ભક્તિનો સીધો દોર
મળશે પ્રેમ જીવનમાં સૌનો,ના મળશે જીવનમાં ટોક
સરળતાનોસહવાસ મળતાં,આધીવ્યાધી ભાગી જાય
માનવતાની પ્રસરે મહેંક,મળેલ જન્મસફળ થઇજાય
.                      ……………….પ્રભુ આવજો દોડી જીવનમાં.
જલાસાંઇની ભક્તિ ન્યારી,ના મોહમાયા કોઇ દેખાય
સંસારના સુખને પારખી લેતાં,પરમાત્મા ભાગી જાય
શ્રધ્ધા અને સ્નેહનીદોરે,જીવનમાં અનંતશાંન્તિ થાય
મળશે જીવને મુક્તિ દેહે,જીવ અવનીએ ના અટવાય
.                     …………………પ્રભુ આવજો દોડી જીવનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

May 1st 2012

ધનવૈભવ

.                .ધનવૈભવ

તાઃ૧/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને,પ્રભુ કૃપાએ જ સમજાય
ધનવૈભવની માયા છુટે,જીવને પ્રભુકૃપામળી જાય
.                            ……………..અવનીપરના આગમનને.
પળપળને પારખતાં જીવનમાં,ભક્તિમાર્ગ મેળવાય
સુખના વાદળ જો વરસે,તોય ના જલાસાંઇને ભુલાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ સાચી થઈ જાય
નિર્મળતાનીકેડી ઉજ્વળ,નાજગે બંધન કોઇ ભટકાય
.                           ………………અવનીપરના આગમનને.
કર્મ કરેલા જીવનમાં જે દેહે,જીવ સંગે મૃત્યુએ જોડાય
માગણી જીવનમાં રહેઅધુરી,જે જીવને ભટકાવીજાય
વૈભવની ના મર્યાદા મળે ,જ્યાં પરમકૃપાળુ હરખાય
આવીઆંગણે ધનવૈભવ,મળેલ જન્મસફળ કરી જાય
.                          ……………….અવનીપરના આગમનને.

==================================

April 26th 2012

કળીયુગી સાથ

                 .કળીયુગી સાથ

તાઃ૨૬/૪/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જાગી લેતાં જાણી લીધું,જગમાં કોણ કોને દે સાથ
સ્વાર્થનીસાંકળ ઝાલી લેતાં,પકડે એ તમારો હાથ
.                            ………………..જાગી લેતાં જાણી લીધું.
કળીયુગની રીત કાંકરી જેવી,ના સ્નેહ ભાવની પ્રીત
સહવાસે ગંગા મેળવી લે,ને પળમાં તરછોડની રીત
મનની મુંઝવણ ના સમજાતી,છે એજ સમયની જીત
ડગલુંચાલે એક સંગેએ,ને પછીના પાંચ ભુલાઇ જાય
.                                 …………….જાગી લેતાં જાણી લીધું.
પ્રીતની રીત જગતમાં ન્યારી,જે સમયે સમજાઇ જાય
મળે પ્રીત દેખાવની જ્યારે,ના આંગળીપકડી એ જાય
નિર્મળતાના વાદળઘેરાતા,જગમાં ના કોઇથીપકડાય
યુગનીએવી હવામળે ત્યાં,જ્યાં પાવનકર્મભુલાઇજાય
.                                ………………જાગી લેતાં જાણી લીધું.

====================================

April 24th 2012

કલમની કેડી

.                   .કલમની કેડી

તાઃ૨૪/૪/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

આંગળી પકડી કાગળની,ત્યાં કલમ ચાલતી થઈ
મા સરસ્વતીની  કૃપા મેળતાં,સરીતા વહેતી થઈ
.                   …………….આંગળી પકડી કાગળની.
શબ્દમળેના શોધે  જીવનમાં,અણસાર આપે અહીં
ડગમગ ચાલતી  આ નૈયા,ભવસાગર ચાલી ગઈ
કૃપાનીવર્ષા સમયે વરસતા,આ આંખો ભીની થઈ
સમજ શબ્દે શબ્દનીપડતાં,મારી કેડી પાવન થઈ
.                   ……………..આંગળી પકડી કાગળની.
માસરસ્વતીની કેડીન્યારી.સૌના સાથથી મળી ગઈ
સમજપડે નાશબ્દની જેને,તેનેય લાવી પકડી અહીં
કળીયુગી આરીતનિરાળી,સમજદારને સમજાઇજાય
ચાલતી ગાડીમાં ચડી જતાંજ,અંતે મંજીલ છુટી જાય
.                     ……………..આંગળી પકડી કાગળની.

===================================

« Previous PageNext Page »