May 4th 2012

મધુર લહેર

                   મધુર લહેર

તાઃ૪/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

મધુર પવનની એક લહેરથી,મનને અનંત શાંન્તિ થાય
પામર જીવને જકડી લેતી લહેરને,મધુર લહેર કહેવાય
.                         …………….મધુર પવનની એક લહેરથી.
સ્પર્શે દેહને એક લહેર અનોખી,દેહે ખુશી અનોખી થાય
નાઅપેક્ષા બીજીરહે અવનીએ,જે પાવનજન્મ કરીજાય
મનને શાંન્તિ તનને શાંન્તિ,શીતળ શાંતિની વર્ષા થાય
કુદરતની આ અસીમકૃપાને,ભક્તિભાવથી જ મેળવાય
.                          …………….મધુર પવનની એક લહેરથી.
શીતળતાનો મળેસહવાસ જીવને,નાકોઇ અપેક્ષા રખાય
કેવી નિર્મળ કૃપા પ્રભુની,જે જીવનમાં સદકર્મોથી દેખાય
લોભમોહની ના કેડીમળે,ત્યાં મળેલ જીવન ઉજ્વળથાય
સાથમળે સહવાસનો ત્યાં, મળેલજીવના સંબંધો હરખાય
.                            ……………મધુર પવનની એક લહેરથી.

+++++++++++++++++++++++++++++++++++++=

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment