May 14th 2012

મળતી મુંઝવણ

.                    .મળતી મુંઝવણ

તાઃ૧૪/૫/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

મનમાં મુંઝવણો આવી જાય,જ્યાં જીવનમાંરાહ ખોટી પકડાય
સંતોષની કેડી છુટે જીવનથી,એજ બલિહારી સમયની કહેવાય
.                          ……………….મનમાં મુંઝવણો આવી જાય.
કામણકાયા જગતમાં મળતાં,મતિ કળીયુગમાં ફરતી થાય
આધી વ્યાધી ના આવી શકે,જ્યાં વાતાવરણ સમજાઇજાય
નિર્મળ ભાવના સંગે રાખતાં,આવતી મુંઝવંણ  અટકી જાય
શાંન્તિનો સહવાસ મળે જીવનમાં,જ્યાં  રાહત મળતી જાય
.                        …………………મનમાં મુંઝવણો આવી જાય.
સરળ કામ એ કૃપા પ્રભુની,જે અનુભવથી ઓળખાઇ જાય
સમજણનો જ્યાં સંગરહે,ત્યાં કામમાં સફળતા મળતીજાય
મોહમાયાને તગેડી દેતાં જીવનમાં,ના મુંઝવણ આવી જાય
ભાગે એતો જીવનમાંથી તરત,જ્યાં જલાસાંઇની કૃપા થાય
.                         …………………મનમાં મુંઝવણો આવી જાય.

======================================