May 11th 2012

કલમના સોપાન

   

 

 

 

 

 

 

 

 

                   

 

 

 

                         .કલમના સોપાન

તાઃ૧૧/૫/૨૦૧૨                        તાઃ૧૧/૫/૧૯૭૧
        (હ્યુસ્ટન)                        (હરિ ૐ આશ્રમ,નડીયાદ)

પુ.મોટાના આશિર્વાદથી,કલમ મારા  હાથમાં આવી ગઈ
પ્રથમ રચના ભક્તિનીકરી,જે નડીયાદ આશ્રમમાંથી થઈ
.                                        ……………….પુ.મોટાના આશિર્વાદથી.
મનમાં ના અભિમાન મને,કે ના દેહે કોઇ મોહ પણ દેખાય
શાંન્તિ મળી મોટાના  સહવાસે,જે પાવન કર્મ કરાવી જાય
મૌનમંદીરનો લાભ મળ્યો મને,જ્યાં જીવ ભક્તિએ બંધાય
એક બે કરતાં કલમથી,આજે એક તાલીસ વર્ષે પણ લખાય
.                                          ………………પુ.મોટાના આશિર્વાદથી.
માતાપિતાનો મને સહવાસ જીવનમાં, માનવતા મળી જાય
કદીના માયા મને વળગી દેહે,કેના મને અભિમાન અથડાય
કલમ જ્યાં ચાલી સાચા રસ્તે,ત્યાંના કોઇથી તેને તફડાવાય
પ્રેમ મળ્યો સંગાથીઓને મને આજે,જે હ્યુસ્ટનમાંય મળી જાય
.                                        ………………..પુ.મોટાના આશિર્વાદથી.

*****************************************************
સંત પુજ્ય મોટાની સેવામાં વંદન સહિત હરિ ૐ. પ્રદીપ પરિવાર.
*****************************************************

May 11th 2012

મળેલી કાયા

.                    મળેલી કાયા

તાઃ૧૧/૫/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગતમાં જીવનુ છે અવતરણ,ના કોઇથીય છટકાય
મળે દેહ અવનીએ જીવને,એને પ્રભુ લીલા કહેવાય
.                 ………………જગતમાં જીવનુ છે અવતરણ.
કરેલ કર્મના બંધન જીવને,સંબંધ જીવનમાં બંધાય
એકભુલનો પાઠ મળે,જે અનેક કાયા લઈને ભટકાય
માગણી માનવદેહની,જેનેજગતમાં સમજીનેમંગાય
મળેકૃપા જલાસાંઇની દેહે,એજ સાચી ભક્તિકહેવાય
.                ……………….જગતમાં જીવનુ છે અવતરણ.
લાગણી મોહને છોડીદેતાં,જીવને મળતી ઝંઝટજાય
મળેલ કાયા સાર્થક થાય,જ્યાં જીવ સાચારસ્તે જાય
તક મળે છે જીવને જન્મોમાં,જે  જીવને ઉગારી જાય
જન્મ મરણના બંધન છુટે,એને સદગતી જ કહેવાય
.                ……………….જગતમાં જીવનુ છે અવતરણ.

++++++++++++++++++++++++++++++++++