May 1st 2012

ધનવૈભવ

.                .ધનવૈભવ

તાઃ૧/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને,પ્રભુ કૃપાએ જ સમજાય
ધનવૈભવની માયા છુટે,જીવને પ્રભુકૃપામળી જાય
.                            ……………..અવનીપરના આગમનને.
પળપળને પારખતાં જીવનમાં,ભક્તિમાર્ગ મેળવાય
સુખના વાદળ જો વરસે,તોય ના જલાસાંઇને ભુલાય
માનવતાની મહેંક પ્રસરે,જ્યાં ભક્તિ સાચી થઈ જાય
નિર્મળતાનીકેડી ઉજ્વળ,નાજગે બંધન કોઇ ભટકાય
.                           ………………અવનીપરના આગમનને.
કર્મ કરેલા જીવનમાં જે દેહે,જીવ સંગે મૃત્યુએ જોડાય
માગણી જીવનમાં રહેઅધુરી,જે જીવને ભટકાવીજાય
વૈભવની ના મર્યાદા મળે ,જ્યાં પરમકૃપાળુ હરખાય
આવીઆંગણે ધનવૈભવ,મળેલ જન્મસફળ કરી જાય
.                          ……………….અવનીપરના આગમનને.

==================================

May 1st 2012

प्रभु कृपा

.                 .प्रभु कृपा

ताः१/५/२०१२                   प्रदीप ब्रह्मभट्ट

यही तो मेरी श्रध्धा है,और यही मेरा है विश्वास
पुरणकाम करने से पहले,वहां प्रभु कृपा हो जाय
.                            ……………… यही तो मेरी श्रध्धा है.
अवनी पर में आया कर्मसे,येही सच्ची है पहेचान
अपने जीवोके संबंधसे,जगके संबंधको समजाय
जुडे हुए बंधनको समजे,हो जाये सबका कल्याण
आजकालकी नाआफत रहेती,सच्चाप्रेममिलजाय
.                             ………………..यही तो मेरी श्रध्धा है.
खाली हाथ में आयाथा,और जाना भी हे खाली हाथ
मोह मायाके ये अतुट बंधन,जीव जन्मोमे लबदाय
आजकालका जहां बंधनतुटे,तब समयको समजाय
कलकी राह न देखने पर,सच्ची प्रभु कृपा मिल जाय
.                              ……………….यही तो मेरी श्रध्धा है.

++++++++++++++++++++++++++++++++++++

May 1st 2012

પકડેલી કેડી

.                          .પકડેલી કેડી

તાઃ૧/૫/૨૦૧૨                           પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવજીવન મળે અવનીએ,અનેક જન્મો બાદ મેળવાય
જીવે કરેલ કર્મના એ બંધન,જે પવિત્ર કેડીએ જ સમજાય
.                              ……………..માનવજીવન મળે અવનીએ.
પશુપક્ષીની પ્રીત તડપતી,ના લાંબી જીવનમાં ચાલી જાય
મળે પલ માત્ર પ્રેમ બીજાનો.જે ઘડીકમાં જ પુરો થઈ જાય
પાંખો એ અણસાર છે તેનો,જે સમય સમજીનેજ ઉડી  જાય
માળાનું ના બંધન છે એમને,એતો ઘડીકમાં બદલાઇ જાય
.                             ………………માનવજીવન મળે અવનીએ.
અવની પરના આગમને,માનવ દેહને  સમજ મળી જાય
આવી બારણે પ્રભુ ભાગે,સાચી કેડીને જીવનમાં પકડાય
મોહમાયાના જ્યાં વાદળ છુટે,પ્રભાત ત્યાં ઉજ્વળ થાય
પકડેલી પવિત્રકેડી જીવનમાં,જીવને સાચીરાહ દઈજાય
.                            ………………..માનવજીવન મળે અવનીએ.

===================================