May 21st 2012

ઘંટનાદ

.                           .ઘંટનાદ

તાઃ૨૧/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સવારમાં જ્યાં નાદ પડ્યો,ત્યાં જાગી ગયા છે સૌ
મળેપ્રેરણા અંતરમાં ભક્તિની,એ જોઇનેજ  હુ કહુ
.                      ……………..સવારમાં જ્યાં નાદ પડ્યો.
મળતાં પ્રેમ જલાસાંઇનો,જીવને જન્મે શાંન્તિ થઈ
અંતરમાં મળતી ઉર્મીઓને,આંખોથી જોવાઇ  ગઈ
માનીમમતા મળેસંતાને,ને પ્રેમપિતાનો મળીજાય
સંસારમાં મળતા સ્નેહી જનોના,હૈયા ઉભરાઇ જાય
.                      ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.
પ્રભાતપહોર ને ઘંટનાદ,એકર્ણથી રાહ આપી જાય
જન્મ સફળની કેડી લેવા,જલાસાંઇની ભક્તિ થાય
ભોલેનાથની કૃપાઅનોખી,જે સાચીભક્તિથીલેવાય
અંત દેહનો ઉજ્વળ થાશે,જ્યાંજીવ ભક્તિએ બંધાય
.                      ………………સવારમાં જ્યાં નાદ પડ્યો.

+++++++++++++++++++++++++++++++++++++=