May 7th 2012

પકડ સમયની

.                   પકડ સમયની

તાઃ૭/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

દેહ મળે જ્યાં અવનીપર,ત્યાં સમયથી બંધન થાય
સાધુ સંત કે પ્રભુ અવતારથીય,ના સમયને પકડાય
.                    ……………….દેહ મળે જ્યાં અવનીપર.
કર્મના બંધન જીવને સંકેતે,એ દેહ મળતાંજ સમજાય
મળે માનવ દેહ જીવને જ્યાં,ત્યાં મુક્તિ માર્ગ દેખાય
સાચી રાહ મેળવવા જગતમાં,ભક્તિ માર્ગ મેળવાય
સુખદુઃખની સાંકળથીછુટવા,જલાસાંઇનુ સ્મરણથાય
.                     ……………….દેહ મળે જ્યાં અવનીપર.
ભણતરની કેડી પકડવા,બાળપણમાં જ મહેનત થાય
ફળમળે મહેનતનુ જીવનમાં,જે લક્ષ્મીજીથી મેળવાય
ઘડપણ જ્યાં બારણુ ખખડાવે,ત્યાં સાચી ભક્તિ થાય
અંતમળે દેહનેઅવનીથી,ત્યાં પરમકૃપા પ્રભુની થાય
.                       ………………દેહ મળે જ્યાં અવનીપર.

================================

May 7th 2012

સંસ્કાર મળે

.                  .સંસ્કાર મળે

તાઃ૭/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

સંસ્કાર મળે માબાપથી,ના શોધવા ક્યાંય જવાય
મળે એ તો જન્મની સાથે,જે જન્મ સફળ કરીજાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.
ભણતર મળે છે ગુરૂજીથી,જે મહેનતને આપી જાય
મનથી કરેલી મહેનતે જીવે,ધન વૈભવ મળી જાય
મનને શાંન્તિ મળે આવીને,જ્યાં મોહમાયા છોડાય
સાર્થક જીવન જીવી લેતાં,ભક્ત જલાસાંઇને ભજાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.
આશિર્વાદ મળે અંતરથી,ત્યાં સદકર્મોનેજ સમજાય
મારુતારુની માયાભાગે,ત્યાંઅનંત શાંન્તિમળી જાય
પરમાત્માની જ્યાં કૃપા મળે, ત્યાં સંતને વંદન થાય
દ્વાર ખોલતા પ્રભુ પધારે,એજ નિર્મળ ભક્તિ કહેવાય
.                    ………………સંસ્કાર મળે માબાપથી.

#####################################

May 7th 2012

શીવબાબા

 

 

 

 

 

 

 

 

 

.                       . શીવબાબા

તાઃ૭/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાંઇબાબા કે શીવબાબા બોલો;
.               પરમકૃપાળુ ભોલેનાથ હરખાય,
ભક્તિ ભાવને પકડી રાખતાં;
.                 જીવનુ જગતમાં કલ્યાણ થાય.
.               …………………સાંઇબાબા કે શીવબાબા બોલો.
સોમવારની છે  સવાર નિરાળી;
.                 ને શિવલીંગે દુધ અર્ચના થાય,
મનને શાંન્તિ ને ઉજ્વળ જીવન;
.                શીવજીની કૃપાએ જ મળી જાય.
.                  ……………….સાંઇબાબા કે શીવબાબા બોલો.
ૐ સાંઇનાથાય નમઃની માળા જપતાં;
.                સાંઇબાબાની અનંત કૃપા થાય,
નિર્મળ કેડી મળતાં જીવનમાં;
.                  બાબા પ્રેમે બારણે આવી જાય.
.                 ………………..સાંઇબાબા કે શીવબાબા બોલો.
ભક્તિ ભાવની કેડી પકડતાં;
.                  જીવનમાં અનંત શાંન્તિ થાય,
મોહમાયાની ચાદર છુટતાં;
.                   જીવને મોક્ષ માર્ગ મળી જાય.
.                 ………………..સાંઇબાબા કે શીવબાબા બોલો.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

 

 

 

May 7th 2012

જ્ન્મ દીવસ શ્રી જશભાઇનો

.                 .જ્ન્મ દીવસ

તાઃ૬/૫/૨૦૧૨.   શ્રી જશભાઇનો        રવિવાર .

પરમકૃપાળુ પરમાત્માની દ્રષ્ટિ,શ્રી જશભાઇ પર પડી જાય
તોંતેર વર્ષ પુરા કરીને આજે,એ તો ચુંવોતેર વર્ષના થાય
એવા વ્હાલા શ્રી જશભાઇને,જન્મદીને શુભચ્છાઓ  દેવાય.

કૈલાસબેનનો સંગ મેળવીને,જીવનના સોપાન ચઢી જાય
ૐ શાંન્તિથી સ્મરણકરતાં,માબાપનો સાચોપ્રેમ મળીજાય

સંતાનોનો સહવાસ અનેરો,જે બાળકોના સંસ્કારથી દેખાય
નિતીનભાઇ ને ભુમીનો પ્રેમલેતાં,ખુશીઆનંદની વર્ષાથાય

દીકરી ઇલાબેનની પાવન કેડી,માબાપનો પ્રેમ મળી જાય
અનુબેનને આનંદપણ અનેરો,જોઇ ઉંમર પિતાની હરખાય

પ્રદીપ રમા પરઆશિર્વાદ બંન્નેના,શાંન્તિ આવી મળીજાય
દીપલ રવિના ઉજ્વળ જીવમાં,સદા મહેંક તેમની વરસાય

પરમકૃપાળુ પ્રભુની દ્રષ્ટિએ,જીવનમાં સુખસાગર મળીજાય
વર્ષો વરસ એ શાંન્તિથી જીવે,એ જ સૌની લાગણી દેખાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++

.         .મુરબ્બી શ્રી જશભાઇનો આજે જન્મ દીવસ છે.તેઓ તોંતેર વર્ષને વટાવી
આજે ચુંવોતેરમાં  પ્રવેશ કરે છે.પરમ કૃપાળુ પરમાત્મા તથા સંત શ્રી જલારામ
બાપા તેમને લાંબુ આયુષ્ય સારા  સ્વાસ્થ્ય સાથે આપે તેવી અમારી પ્રાર્થના.

લી.પ્રદીપ,રમા,દીપલ,નિશીતકુમાર,રવિ,હિમાની  જન્મ દીવસની યાદ.