May 28th 2012

તારો ચહેરો

.                 .તારો ચહેરો

તાઃ૨૮/૫/૨૦૧૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

તારો નિખાલસ ચહેરો જોતાં,મારી મુંઝવણ ભાગી ગઈ
તારા શીતળ સહવાસે જીવનમાં,સુખશાંન્તિ મળી ગઈ
.                 ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.
અજોડ એવા પ્રેમનીજ્યોત,મારા જીવનમાં ઝબકી ગઈ
શાંન્તિઆવી ઉભી બારણે,ત્યાં તારા પ્રેમની ઓળખ થઈ
માયાની ના કેડી માગી જીવે,કળીયુગી પ્રીત ભાગી ગઈ
સરળ જીવનમાં તારા સાથે,બધી વ્યાધીઓ ભાગી ગઈ
.                  ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.
મારીઆંગળી પકડી લેતાં,જીવનમાં ઉજ્વળ સવાર થઈ
પ્રકાશનીકેડી જીવનમાંમળતાં,તારાસંગાથની જાણ થઈ
જોઇ લીધો જ્યાં તારોચહેરો,સાચીપ્રીતની કેડીમળી ગઈ
સુંદરતાનોસાથ મળતાંજીવનમાં,ઉજ્વળપ્રભાત થયુભઈ
.                   ………………..તારો નિખાલસ ચહેરો જોતાં.

======================================

May 28th 2012

પ્રેમને પરણ્યો

.                .પ્રેમને પરણ્યો

તાઃ૨૮/૫/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત જીવોને આંટી ઘાંટી,ક્યાંથી ક્યાંય લઈ જાય
સમજણસાચી પ્રેમે લેતો,જગેસરળજીવનથઈ જાય
.                  ………………જગત જીવોને આંટી ઘાંટી.
જન્મ મળે છે જીવને,અવનીએ કર્મબંધને જ બંધાય
કરેલ કર્મને નાપારખી શકતાં,અવનીએ આવી જાય
માયાની તો સાંકળ જાડી,ના કોઇથીય જગે છટકાય
ભક્તિ એતો એક જ સીડી,જે બંધનથી બચાવી જાય
.                 ……………….જગત જીવોને આંટી ઘાંટી.
માનવજીવન મળીજતાં,હું પ્રેમને પરણ્યો અવનીપર
સમજણ જીવને મળી જગતમાં,ત્યાં આવ્યો પાટાપર
પ્રેમનીકેડી જગતમાં ન્યારી,મનને શાંન્તિ આપીજાય
સાચી શ્રધ્ધા રાખી પ્રેમમાં,ઉજ્વળ સંગીની મળીગઈ
.                  ……………….જગત જીવોને આંટી ઘાંટી.

૫%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%૫