May 17th 2012

પેટની પીડા

.                   .પેટની પીડા

તાઃ૧૭/૫/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

આચર કુચર ખાઈ જતાં,આવી વ્યાધીઓ ભઇ
એક દવાની ટીકડી લેતાં,બીજી ચાર લીધીજઈ
.                  …………………આચર કુચર ખાઈ જતાં.
ના દીઠાનુ જ્યાં દીઠી લેતાં,પેટ ભીખ માગે છે અહીં
પાચનક્રીયા નાહાથમાંરહેતાં,તકલીફો આવતીગઈ
સમજને જ્યાં મુકતાં નેવે,અકળામણો મળતી થઈ
એક તકલીફને પરાણે મુકતાં,બીજી બે વળગીગઈ
.                ……………………આચર કુચર ખાઈ જતાં.
પેટ કરાવે વેઠ જગતમાં,માનવ બુધ્ધિએ સમજાય
સમજીને જ્યાં મોંમા મુકતાં,ના પાચનક્રીયાતફડાય
શાંન્તિ મળે જ્યાં આવી પેટને,ના દવાદારૂ અથડાય
સમજણથી કરતાં આહારથી,સૌ ઉપાધી ભાગી જાય
.                   ………………..આચર કુચર ખાઈ જતાં.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

 

May 17th 2012

સંતોષી માનવ

.                    .સંતોષી માનવ

તાઃ૧૭/૫/૨૦૧૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ

શરણું સાચુ મળે જીવને,ના કોઇ અપેક્ષાઓ  અથડાય
મનને શાંતિ મળતી ચાલે,એ સંતોષી માનવ કહેવાય
.                        ……………….શરણું સાચુ મળે જીવને.
મળે દેહ અવનીએ જીવને,માનવદેહે ઉજ્વળતા મેળવાય
કર્મનાબંધન જીવની સાથે,સંબંધને જગેકોઇથી નાછોડાય
સરળતાની સાંકળ પણ ન્યારી,સંતોષી માનવથી સહેવાય
નિર્મળતાનીકેડી ન્યારી,જે જીવે પ્રેમનીજ્યોત જલાવીજાય
.                        ………………..શરણું સાચુ મળે જીવને.
અપેક્ષા ખેંચે જીવને જગત પર,ત્યાં સમજણ ભાગી જાય
એક પડેલી ઝાપટને ભુલતાં,બીજી આવીનેજ મળી જાય
પ્રકૃતિની છે આકલા જગતમાં,જીવોને અનુભવે સમજાય
આવીમળે કૃપા જલાસાંઇની,સંતોષે જન્મસફળથઈ જાય
.                           ……………….શરણું સાચુ મળે જીવને.

==================++++++++++++++++++