May 2nd 2012

વ્હાલા સીતારામ

.                    વ્હાલા સીતારામ

તાઃ૨/૫/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

આવજો મારા વ્હાલા આજે,મા સીતા પતિ શ્રી રામ
પવનપુત્રનો સંગરાખીને,ઉતારજો ભવસાગર પાર
.                     ………………..આવજો મારા વ્હાલા આજે.
મંગળ દીપને ધુપ સંગે,આરતી પ્રેમે કરું  હું આજ
સ્વીકારજો પ્રેમની પુંજા,અમારો કરજો બેડો પાર
.                     ………………..આવજો મારા વ્હાલા આજે.
ના માગુ સુખનો સાગર,કે ના માગું જીવનમા મોહ
દેજો મનને શાંન્તિ એવી,ના વળગે જીવનમાં ક્ષોભ
.                      ………………..આવજો મારા વ્હાલા આજે.
ભવસાગર પાર કરવાને,પ્રદીપ પર કરજો કૃપા પ્રેમે
રમા રવિહિમાને સંગેરાખી,દીપલનિશીત સામુ જોજો
.                      ………………..આવજો મારા વ્હાલા આજે.
મળ્યો માનવદેહ અવનીએ,અહીં તહીં જીવ ભટકાય
સમજણની એકસાંકળ ન્યારી,મોહમાયા ભાગી જાય
.                       ………………..આવજો મારા વ્હાલા આજે.
બારણું ખોલી રાહ હું જોતો,પ્રેમે જલાસાંઇને ભજતો
દુર્લભ જીવન મારૂ કરજો,આવીને જીવને અમૃતદેજો
.                       ………………..આવજો મારા વ્હાલા આજે.
અંત દેહનો આવે નિર્મળ,જેને મૃત્યુ જગે કહેવાય
પકડી આંગળી અમને લેજો,ખોલજો સ્વર્ગના દ્વાર
.                        ………………..આવજો મારા વ્હાલા આજે.

+++++++++++++++++++++++++++++++++++++

May 2nd 2012

આશા કેવી?

.                   આશા કેવી?

તાઃ૨/૫૦/૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

પ્રભુ આવજો દોડી જીવનમાં,દેવા સુખ શાંન્તિ સહવાસ
કુદરતની આ અસીમ કૃપામાં,રહીશુ જીવનમાં ખુશહાલ
.                       ……………..પ્રભુ આવજો દોડી જીવનમાં.
પામર જીવન સાર્થકકરવા,લેજો ભક્તિનો સીધો દોર
મળશે પ્રેમ જીવનમાં સૌનો,ના મળશે જીવનમાં ટોક
સરળતાનોસહવાસ મળતાં,આધીવ્યાધી ભાગી જાય
માનવતાની પ્રસરે મહેંક,મળેલ જન્મસફળ થઇજાય
.                      ……………….પ્રભુ આવજો દોડી જીવનમાં.
જલાસાંઇની ભક્તિ ન્યારી,ના મોહમાયા કોઇ દેખાય
સંસારના સુખને પારખી લેતાં,પરમાત્મા ભાગી જાય
શ્રધ્ધા અને સ્નેહનીદોરે,જીવનમાં અનંતશાંન્તિ થાય
મળશે જીવને મુક્તિ દેહે,જીવ અવનીએ ના અટવાય
.                     …………………પ્રભુ આવજો દોડી જીવનમાં.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

May 2nd 2012

સુખ શાંન્તિ

.                     .સુખ શાંન્તિ

તાઃ૨/૫/૨૦૧૨                   પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગણી માનવીની જીવનમાં,પરમાત્માને ચરણે જઈ
સુખશાંન્તિને વૈભવમળે,નાજીવનમાં બીજી આશા રઇ
.                         ………………માગણી માનવીની જીવનમાં.
મુખે રામ ને હાથમાંમાળા,તોય નાછુટે જીવનના લારા
કળીયુગી દેખાવની દુનીયા,ભગવા કપડાયેય ભટકાય
મળે મનને શાંન્તિદેહે,જ્યારે માનવજીવન સાર્થક થાય
કર્મ વચન ને વર્તન સાચવતા,સુખ શાંન્તિજ મળીજાય
.                        ……………….માગણી માનવીની જીવનમાં.
મળશે જીવનેશાંન્તિ જીવનમાં,જ્યાં માનવદેહ સમજાય
સાર્થક જીવન કરવા કાજે,જગમાં માનવતાનેજપકડાય
સંતાનને કેડી મળે માબાપથી,જ્યાં ભક્તિપ્રીત થઇ જાય
આવીઆંગણે પ્રભુ જ્યાં માગે,ત્યાં જીવનેમોક્ષ મળીજાય
.                        ……………….માગણી માનવીની જીવનમાં.

###################################

May 2nd 2012

જીવનની દોરી

.                        જીવનની દોરી

તાઃ૨/૫/૨૦૧૨                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ જીવને માનવ જીવન,તક સાર્થક જીવનની મળી જાય
નિર્મળ ભાવના રાખી જીવતાં,સૌ આધીવ્યાધીઓ ભાગી જાય
.                           …………………મળેલ જીવને માનવ જીવન.
લાગણી રાખી જીવન જીવતાં,કળીયુગી અસર આવી જ જાય
મોહમાયાની ચાદરને ઓઢતાં,સરળ જીવનની દોરી છુટીજાય
સાથ મળે જ્યાં સાચા સંતનો,માનવ જીવન ઉજ્વળ થઈ જાય
રાજારામની કૃપા નિરાળીપડતાં,રાજારાવણને મોક્ષ મળીજાય
.                          ………………….મળેલ જીવને માનવ જીવન.
અવની પર આવતાં જીવને,પશુપક્ષી પ્રાણીનો દેહ મળી જાય
જીવનનોઆધાર પારકા પર,જે આંટીઘાટીને વ્યાધી દઈ જાય
માનવદેહની કૃપા નિરાળી,જે સાર્થક જીવનનીદોર આપીજાય
ભક્તિ ભાવની રીત છે ન્યારી,આવેલ જીવને મોક્ષ મળી જાય
.                         …………………..મળેલ જીવને માનવ જીવન.

)))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))