May 20th 2012

ઉજ્વળ કેડી

 

                          ઉજ્વળ કેડી

તાઃ૧૮/૫/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

અભિનંદનના વાદળ ઘેરાતા,સુગરલેન્ડે પ્રેમની વર્ષા થઇ
ગાંધી હિમેશભાઇને સફળતા દેવા,સૌના પ્રેમે વૉટીંગ થઈ

મળતાં પ્રેમ પિતા મુકુન્દભાઇનો,ભણતરની કેડી મળી ગઈ
સરળતાની કેડી મળી ગઈ,જ્યાં સાચા મનથી મહેનત થઇ
ઉજ્વળતા આવી છે બારણે આજે,જે લાયકાતે જ મળી ગઈ
અભિનંદન છે પ્રદીપ રમાના આજે,સંગે રવિ હિમાનો સ્નેહ

સરળ જીવનનીકેડી સાચવી,સૌના દીલને જીત્યા તમે અહીં
આદર,માન ને સન્માન મળ્યા,જ્યાંસૌની હિંમત ભેગી થઈ
પ્રીતપ્રેમની સાંકળ હિમેશભાઇની,સાચા સ્નેહથી ભરાઇ ગઈ
મળી ગઈ સફળતા તેમને,એજ તેમની સિધ્ધી કહેવાઇ ગઈ

******************************************

.      .શ્રી હિમેશભાઇ સુગરલેન્ડ સીટી કાઉન્શીલર તરીકે ચુંટાતા ગુજરાતીઓ
માટે એ ગૌરવ છે કે સાહિત્ય પ્રેમી અને એક ઉત્તમ કલાકાર શ્રી મુકુન્દભાઇ
ગાંધીના દીકરા સૌ જનતાનો પ્રેમ મેળવી ચુંટણીમાં જીત મેળવી અમેરીકામાં
અભિનંદન ને પાત્ર થતાં સૌ સાહિત્ય પ્રેમીઓના પ્રેમ રૂપે આ કાવ્ય અર્પણ
કરુ છુ. સ્વીકારી મને રૂણ મુક્ત કરશોજી. લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.

May 20th 2012

ભગાડજો

                             ભગાડજો

તાઃ૨૦/૫/૨૦૧૨                        પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહ મળે અવનીએ,ભગાડજો મોહમાયા ભગવાન
દેજો પ્રેમની સાંકળ જલાસાંઇ,આવતી વ્યાધીભાગીજાય
.                           ……………….માનવદેહ મળે અવનીએ.
રોજ સવારે પુંજન કરતાં,માગું જીવનમાં ભક્તિ અપાર
કૃપાનીકેડી મને મળે જીવનમાં,જે જન્મ સફળકરી જાય
પ્રાર્થના,પુંજા પ્રેમેકરું જીવનમાં,દેજો સુખદુઃખમાં સંગાથ
આવી બારણે રાહ જોઉ છું,પધારજો પ્રેમ દેવાને અપાર
.                           ……………….માનવદેહ મળે અવનીએ.
થતાં કર્મમાં સાથે રહેજો,ના કોઇ અપેક્ષાઓ ભટકાય
ભક્તિદેજો જલાસાંઇ અમને,જ્યાંમોહમાયા ભાગીજાય
અંત દેહનો આવતા,મોક્ષ દઈ કરજો જીવનો ઊધ્ધાર
વંદનકરતાં માગીએ અમે,ભગાડજો અપેક્ષાઓ હજાર
.                           ……………….માનવદેહ મળે અવનીએ.

======================================

May 20th 2012

ચી.રાહુલની કેડી

.

.

.

.

.

.

.

.

.

.

.

.

.                           ચી.રાહુલની  કેડી

તાઃ૧૯/૫/૨૦૧૨              હ્યુસ્ટન         …..પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અભિનંદનની વર્ષા વરસતા,દીકરો રાહુલ હરખાઇ જાય
એન્જીનીયરીંગની ડીગ્રી મેળવતાં,પપ્પામમ્મી રાજી થાય
.                                        ………..અભિનંદનની વર્ષા વરસતા.
પાળજ ગામને પાછળ મુકી,પ્રકાશભાઇ હ્યુસ્ટન આવી જાય
હીનાની હૈયા લાગણી લઈને,બંન્ને અહીંયા મહેનત કરી જાય
માબાપની મહેનતુ કેડી જોતાં,રાહુલને સાચી રાહ મળી જાય
ભણતરની સાચી લાગણી રાખતાં,જીવનમાંસફળતા મળી જાય
.                                         ……….અભિનંદનની વર્ષા વરસતા.
નિર્મળ પ્રેમની ગંગા લઈને,મમ્મી હીના આજે ખુબ હરખાય
પતિ પ્રકાશની સાચીરાહે,બંન્નેના જીવન ભક્તિએ ઉજ્વળ થાય
આનંદનો આ પ્રસંગ અનેરો,કાકા કૌશિકભાઇ ખુશ થઇ જાય
ફોઇ પ્રેમીલાબેન પણ આવ્યા,જોઇ પ્રકાશ  હીના ખુબ હરખાય
.                                         ……….અભિનંદનની વર્ષા વરસતા.
પ્રદીપ રમાને પ્રીત પ્રકાશહીનાથી,સમયના સાથથી સમજાય
આજકાલને દુર મુકતાં હ્યુસ્ટન આવ્યાને,નવ વર્ષ પુરા થાય
ભક્તિની સાચી કેડીને સંગે,જીવનમાં રાત દિવસ ના દેખાય
શ્રધ્ધારાખી મહેનતકરતાં,આજે રાહુલને સાચીરાહ મળી જાય
.                                        ……….અભિનંદનની વર્ષા વરસતા.

+++++++++++++++++++++++++++++++++++++++++++++