January 26th 2012

ભાગજે

……………………. ભાગજે

તાઃ૨૬/૧/૨૦૧૨ …………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભાગજે ભાઈ ભાગજે,નહીં તો જ્યાં ત્યાં ઝંઝટ આવશે
સમજી વિચારી ચાલજે,નહીંતો ઘરમાંય આગ લાગશે
. ……………………………………………..ભાગજે ભાઈ ભાગજે.
કળીયુગની કેડી દીસે છે ન્યારી,પણ સંભાળીને ચાલજે
પગલે પગલુ સાચવી લેતા,સરળતા જીવનમાં આવશે
માયાની જ્યાં નજર પડે,ત્યાં દેખાવથી દુર તું ભાગજે
જગતમાં મોહનીકાતર છેએવી,જે જીંદગી વેડફીનાખશે
. ……………………………………………….ભાગજે ભાઈ ભાગજે.
પ્રીતની પપુડી વાગે છે બહુ,તેનાથી જીવને તું બચાવજે
શાંન્ત મનથી જે મળશે સરળતા,જે ભવોભવને સુધારશે
સમયની કેડી સરળબને,જ્યાં ભક્તિનો સંગ સદા રાખજે
નિર્મળ જીવન જીવી જતાં,બની જશે આજીવન ઉજ્વળ
. ………………………………………………ભાગજે ભાઈ ભાગજે.

=====================================================

January 20th 2012

સાંકળ સ્નેહની

………………..સાંકળ સ્નેહની

તાઃ૨૦/૧/૨૦૧૨ ………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીંદગીની સરળ છે સરગમ,જ્યાં પ્રેમભાવ વહેંચાય
નિર્મળપ્રેમ જગતમાં એવો,સ્નેહની સાંકળથી બંધાય
. …………………………………….જીંદગીની સરળ છે સરગમ.
મારુતારુ ને માળીયેમુકતાં,જીવે નિર્મળતા મળીજાય
અંતરમાં ઉભરે પ્રેમસાચો,ત્યાં મોહમાયા ભાગી જાય
અનંત જીવો ખડબદ જીવે,ને આ તેનાથી બચી જાય
સાચી રાહ મળે ભક્તિથી,જે સાચાસ્નેહથી મળી જાય
. ……………………………………જીંદગીની સરળ છે સરગમ.
પ્રેમસાચો પામવાજગતમાં,લાયકાતકૃપાએ મેળવાય
ભક્તિભાવને સાચવી જીવતાં,સંતથી રાહ મળી જાય
મળેપ્રેમ અનેક જીવોનો,જે સ્નેહની સાંકળ બની જાય
અંત આવતા દેહનો અવનીએ,મુક્તિ ધામ મળી જાય
. ……………………………………જીંદગીની સરળ છે સરગમ.

=============================

January 17th 2012

હાજી નાજી

………………….હાજી નાજી

તાઃ૧૭/૧/૨૦૧૨ ……. ………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાજી નાજી ની રીત વિચીત્ર,સમજ ના આવે ભઈ
ક્યારે હાજી ને કોને નાજીથી,જીંદગી ઝપટાઇગઈ
. ………………..\……….આતો કળીયુગી અસર થઇ.
કદમ મેળવી ચાલવા જગે,આંગળી પકડાઇ ગઈ
જોએ છુટે અધવચ્ચે ભુલથી,રાહ ભુલાય છે અહીં
છુટી જાય મળેલ રાહ જગે,ત્યાં નાઆરો રહે કોઇ
હાજી હાજી કરી ચાલતા રહેતાં,આ કેડી છુટે નહીં
. ………………………….આતો કળીયુગી અસર થઇ.
કળીયુગની દરેક સીડી પર,સાચવી ચઢજો ભઈ
ભુલે ચુકે જો ફસાઇ ગયા તો,નાજી કહેવાશે નહીં
પડશેમાર જીવનમાં સૌનો,નાકુદરત છોડશે અહીં
હાજીનાજી કથાછે ખોટી,જીવથીમુક્તિ ભાગશે ભઈ
. ………………………….આતો કળીયુગી અસર થઇ.

=============================

January 14th 2012

ભક્તિમાં શક્તિ

……………….ભક્તિમાં શક્તિ

તાઃ૧૪/૧/૨૦૧૨……………….પ્રદીપબ્રહ્મભટ્ટ

મનથી કરેલ ભક્તિમાં,ભઈ અજબ છે એવી શક્તિ
જીવની જ્યોત પ્રકટે અવનીએ,ના શકે કોઇ જકડી
. ………………………………………………..મનથી કરેલ ભક્તિમાં.
રામનામના રટણ સતતથી,ના આવે કોઇ આપત્તિ
મનની ઇચ્છા પુરણ જોતાં,શાંન્તિ મનનેય મળતી
ઉજ્વળ જ્યોત જીવને મળતાં,પામર મોહના લાગે
મળે જીવને અખુટ શાંન્તિ,નાઅડચણ કોઇજ આવે
. ……………………………………………….મનથી કરેલ ભક્તિમાં.
નિર્મળ જગતના સંબંધ મળે,સૌ કાર્ય સુધરી જાય
પ્રેમનીવર્ષા સદાવરસતા,ના આફત કોઇ અથડાય
શીતળ સ્નેહને પામી લેતાં,ધન્ય જીવન થઈ જાય
અંતે કૃપામળે જલાસાંઇની,આજન્મસફળ થઇજાય
. ……………………………………………….મનથી કરેલ ભક્તિમાં.

+++++++++++++++++++++++++++++++

January 10th 2012

મહેર મેઘરાજાની

………………….મહેર મેઘરાજાની

તાઃ૧૦/૧/૨૦૧૨ ……………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

પધાર્યા પ્રેમથી અવનીપર,ત્યાંજ ટાઢક પ્રસરી ગઈ
મેઘરાજાની એક લહેરથી,કુદરતની કૃપા મળી ગઈ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.
શીતળતાનો મળ્યો સહવાસ,ત્યાં સવાર સુધરી ગઈ
માનવતાનીમહેંક પ્રસરી,ત્યાં જીવનમાંરાહ મળી ગઈ
એક એકનો સાથ મેળવતાં,સહું વ્યાધીઓ ભાગી ગઈ
નિર્મળ જીવન આવી મળતાં,માનવતાય મહેંકી ગઇ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.
મળે પ્રેમ કુદરતનો દેહને,ત્યાં કૃપા જલાસાંઇની થઈ
આંગળી પકડી ચાલતાં ભક્તિની,પાવનકર્મ કેડી થઈ
લાગણી,મોહ ને માયા મુકતાં,કળીયુગથી મુક્તિ થઈ
મેઘરાજાની એકજ કૃપાએ,આ ઘરતી પણ લીલી થઈ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.

===================================

January 5th 2012

શીતળ સંધ્યા

…………………..શીતળ સંધ્યા

તાઃ૫/૧/૨૦૧૨………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની ભઇ કેડી નિરાળી,જ્યાં મોહ માયા ભાગી જાય
શાંન્તિનો સહવાસમળતાં,જીવને શીતળ સંધ્યા દઈજાય
. ………………………………………ભક્તિની ભઇ કેડી નિરાળી.
સદગુણનો સહવાસમળે,ને દેહથી કર્મ પણ પાવન થાય
મારું તારુંની માયા ભાગતાં,જીવનેસુખ શાંન્તિમળી જાય
આવે આનંદ સુખની સાથે,જે નિર્મળસ્નેહ મળતાં દેખાય
નાઉપાધી આવે કોઇ દેહને,કે ના અભિમાન પણ વર્તાય
. ……………………………………….ભક્તિની ભઇ કેડી નિરાળી.
માનવી મન તો પામર છે,જે દેહના વર્તનથી જ દેખાય
કુદરતની આ અતુટ લીલા,માનવ જીવન ભીંજવી જાય
જગતની માયાને એજકડીરાખે,જ્યાં ભક્તિ મનથી થાય
સદારહે સહવાસશાંન્તિનો,નેમળેલ જન્મસફળ થઈ જાય
. ………………………………………..ભક્તિની ભઇ કેડી નિરાળી.

==============================================

January 3rd 2012

આગમન

……………………..આગમન

તાઃ૩/૧/૨૦૧૨ ………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

અવનીપરના આગમનને,જીવનો જન્મ દીવસ કહેવાય
આશીર્વાદની નિર્મળકેડીએ,મળેલજન્મ સફળ થઈ જાય
. ………………………………………………….અવનીપરના આગમનને.
એંધાણ મળે જ્યાં આગમનના,ત્યાં સગાસંબધી હરખાય
મળે જીવને દેહ દીકરાનો,માબાપને કુળ ઉજ્વળ દેખાય
પ્રેમ આશીર્વાદની વરસીથતાં,વર્તન સંસ્કારે દેખાઇજાય
આવતીકાલને ઉજ્વળજોવાં,માબાપના હૈયા છે તરસાય
. ………………………………………………….અવનીપરના આગમનને.
જીવને દેહ મળે દીકરીનો,ઘરમાંલક્ષ્મીનુ આગમન થાય
સુખ વૈભવની કેડી મળતાં,સૌને સુખ શાંન્તિ મળી જાય
દીકરી એ તો બને સંસારની કેડી,જે કુળને સંભાળી જાય
બને પારકુ ધન એ પ્રેમથી,ત્યાં કુળની પેઢીઓ સચવાય
. ………………………………………………..અવનીપરના આગમનને.

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

January 1st 2012

સૃષ્ટિની દ્રષ્ટિ

. ……………………….. સૃષ્ટિની દ્રષ્ટિ

તાઃ૧/૧/૨૦૧૨ ……………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ,જગે માનવતા મળી જાય
કાયામાયા મોહને છોડતાં,સૃષ્ટિની સુંદરતા વધી જાય
. ………………………………………સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.
કૃપાનીકેડી મળેદેહને,જ્યાંનિર્મળ ભક્તિભાવ મેળવાય
સરળતાની સીડીએ ચઢતાં,નાકામક્રોધ દેહને અથડાય
જલાસાંઇની ભક્તિ સાચી,જગતમાં સંસારીને સમજાય
આવી આંગણે પ્રભુ બિરાજે,એજ સૃષ્ટિની દ્રષ્ટિ કહેવાય
……………………………………….સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.
માનવતા તોમળે દેહને,જે જીવની સમજણથી લેવાય
વાણીવર્તન કદીનાબગડે,જ્યાંસાચીભક્તિનો સંગ થાય
જીવની ઓળખાણ જીવનેથતાં,ના નરનારી દેહભટકાય
નિર્મળ સ્નેહની સાંકળ પકડતાં,જીવ મુક્તિમાર્ગે દોરાય
………………………………………સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.

+++++++++++++++++++++++++++++++++++++++++++

December 31st 2011

સમયની ચાલ

…………………..સમયની ચાલ

તાઃ૩૧/૧૨/૨૦૧૧………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

આજકાલ એ દીવસની ગણતરી,સમયે એતો સમજાય
વર્ષની લાંબી કેડી ૨૦૧૧ની,૨૦૧૨ આવતાંજ દેખાય
. ……………………………………આજકાલ એ દીવસની ગણતરી.
ના રોકી શકે જગતમાં કોઇ,છોને હોય પ્રભુનો અવતાર
જીવને મળતા દેહ અવનીએ,સંગે ઉંમર વધતી જજાય
સુખ દુઃખની જેમ સાંકળ દેહે,તેમ પ્રેમ ઇર્શાય વરતાય
સમજી વિચારી ચાલતાં જીવને,સુખશાંન્તિય મળીજાય
. ……………………………………આજકાલ એ દીવસની ગણતરી.
આજે કરેલ કામ ભુતકાળ થઈ જાય,જે પ્રભાતે દેખાય
મનથી કરેલ સાચીભક્તિ,જીવનાપુણ્ય જમાથતાં જાય
આવી આંગણે કૃપા પ્રભુની,આ જન્મ સફળ થઈ જાય
સમયનીકેડી સાથેચાલતાં,જીવને મુક્તિમાર્ગ મળીજાય
. ……………………………………આજકાલ એ દીવસની ગણતરી.

==================================================

December 25th 2011

ક્રોધનું આગમન

………………..ક્રોધનું આગમન

તાઃ૧/૧૨/૨૦૧૧………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

આ આવ્યો આ ગયો પ્રકરણે,મન અહીંતહીં ભટકાય
ક્રોધનીકેડી મનને મળતાં,આધીવ્યાધીઓ વધી જાય
…………………………………આ આવ્યો આ ગયો પ્રકરણે.
મેં કર્યુની માયા એવી,જે દેહે અભિમાન આપીજાય
મનનીમુંઝવણ દોડી આવતાં,ક્રોધનું આગમન થાય
માનવતાની મુડી નિરાળી,જે જીવનથી ભાગી જાય
શોધવાનીકળેલ દેહનેજગમાં,ના માનવતામેળવાય
…………………………………આ આવ્યો આ ગયો પ્રકરણે.
ભક્તિનેસંગ થોડોય મળતાં,જીવનેશાંન્તિ મળીજાય
કળીયુગની ચાદરને છોડતાં,સાચી રાહને મેળવાય
પ્રેમનિખાલસ પારખીલેતાં,જીવથીભક્તિરાહ લેવાય
આજકાલની પવિત્રકેડીએ,જલાસાંઇની કૃપામેળવાય
………………………………….આ આવ્યો આ ગયો પ્રકરણે.

++++++++++++++++++++++++++++++++++++++++

« Previous PageNext Page »