January 1st 2012

સૃષ્ટિની દ્રષ્ટિ

. ……………………….. સૃષ્ટિની દ્રષ્ટિ

તાઃ૧/૧/૨૦૧૨ ……………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ,જગે માનવતા મળી જાય
કાયામાયા મોહને છોડતાં,સૃષ્ટિની સુંદરતા વધી જાય
. ………………………………………સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.
કૃપાનીકેડી મળેદેહને,જ્યાંનિર્મળ ભક્તિભાવ મેળવાય
સરળતાની સીડીએ ચઢતાં,નાકામક્રોધ દેહને અથડાય
જલાસાંઇની ભક્તિ સાચી,જગતમાં સંસારીને સમજાય
આવી આંગણે પ્રભુ બિરાજે,એજ સૃષ્ટિની દ્રષ્ટિ કહેવાય
……………………………………….સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.
માનવતા તોમળે દેહને,જે જીવની સમજણથી લેવાય
વાણીવર્તન કદીનાબગડે,જ્યાંસાચીભક્તિનો સંગ થાય
જીવની ઓળખાણ જીવનેથતાં,ના નરનારી દેહભટકાય
નિર્મળ સ્નેહની સાંકળ પકડતાં,જીવ મુક્તિમાર્ગે દોરાય
………………………………………સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.

+++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment