January 17th 2012

હાજી નાજી

………………….હાજી નાજી

તાઃ૧૭/૧/૨૦૧૨ ……. ………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

હાજી નાજી ની રીત વિચીત્ર,સમજ ના આવે ભઈ
ક્યારે હાજી ને કોને નાજીથી,જીંદગી ઝપટાઇગઈ
. ………………..\……….આતો કળીયુગી અસર થઇ.
કદમ મેળવી ચાલવા જગે,આંગળી પકડાઇ ગઈ
જોએ છુટે અધવચ્ચે ભુલથી,રાહ ભુલાય છે અહીં
છુટી જાય મળેલ રાહ જગે,ત્યાં નાઆરો રહે કોઇ
હાજી હાજી કરી ચાલતા રહેતાં,આ કેડી છુટે નહીં
. ………………………….આતો કળીયુગી અસર થઇ.
કળીયુગની દરેક સીડી પર,સાચવી ચઢજો ભઈ
ભુલે ચુકે જો ફસાઇ ગયા તો,નાજી કહેવાશે નહીં
પડશેમાર જીવનમાં સૌનો,નાકુદરત છોડશે અહીં
હાજીનાજી કથાછે ખોટી,જીવથીમુક્તિ ભાગશે ભઈ
. ………………………….આતો કળીયુગી અસર થઇ.

=============================

January 17th 2012

આવ્યો જન્મદીન


.
.
.
.
.
.
.
.
.
.
.
.
………………….. આવ્યો જન્મદીન

તાઃ૧૭/૧/૨૦૧૨ (મંગળવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મદીવસ તો મોટીબેનનો,છે મંગળવારની મંગળ પ્રભાત
પ્રાર્થુ જલાસાંઇને વંદીને,દેજો જીવનના સુખદુઃખમાં સંગાથ
. ………………………………જન્મદીવસ તો મોટીબેનનો.
આજકાલની તો છે કુદરતનીકેડી,ના જગે કોઇથીય છટકાય
વ્હાલા શકુબેનનો ૬૬મો જન્મદીવસ,આજે પ્રેમથી ઉજવાય
મળ્યો અમને પ્રેમ હ્રદયનો,ના કદી અમારાથી એને ભુલાય
સદાય એ મારી પડખેજ રહેતાં,ઉજ્વળ રાહ મારાથી લેવાય.
. ………………………………જન્મદીવસ તો મોટીબેનનો.
મનથી સદાય પ્રેમ મળે નિખાલસ,એ સુરેશલાલથી સમજાય
આંગળી ચિંધી માર્ગ દેતા જીવનમાં,મને રાહસાચી મળીજાય
આધી વ્યાધી પણ દુર રહે અમારી,જ્યાં આશીર્વાદ મેળવાય
તનમન ધનથી મળે શાંન્તિ જીવને,ને લાંબુ આયુષ્ય સંગાથ
. ……………………………….જન્મદીવસ તો મોટીબેનનો.

+++++++++++++++++++++++++++++++++++++++++
……………અમારા વ્હાલા મોટીબેન પુજ્ય શકુબેનનો આજે ૬૬મો જન્મદીવસ
હોઇ સંત પુજ્ય શ્રી જલારામ બાપા અને સંત પુજ્ય શ્રીસાંઇબાબાને વંદન સહિત
પ્રાર્થના કરીએ છીએ કે તેમને તન,મન અને ધનથી શાંન્તિ આપી જીવનમાં સદા
ઉજ્વળ રાહ આપી માબાપના આશીર્વાદ અને ભાઇબહેનોના પ્રેમનો સહવાસ રહે.

લી.પ્રદીપ,રમા,ચી.રવિ,ચી.દીપલ,ચી.નિશીતકુમાર,ચી.હિમાના
આપના આશીર્વાદની અપેક્ષા સહિત વંદન.

=========================================