January 1st 2012

દીકરો

………………… દીકરો

તાઃ૧/૧/૨૦૧૨ ……………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

દીકરો એતો જ્યોત કુળની,જે કુળને પ્રકાશી જાય
વંશવેલાની કેડી દીકરો,એતો માબાપથી સમજાય
. …………………………………..દીકરો એતો જ્યોત કુળની.
જન્મ દેવા જીવને જગતમાં,માબાપ નિમિત થાય
દીકરોઆવતા અવનીએ,માતાનીકુખ ઉજળી થાય
સંસ્કાર સીંચન મળતાં દેહને,ભક્તિભાવ સચવાય
મહેનત માર્ગ છે જીવનનો,જે પિતાથી સમજાવાય
. ………………………………….દીકરો એતો જ્યોત કુળની.
ભક્તિસંગથી મોહમાયાભાગે,ને જીવનનિર્મળ થાય
સાચાસંતની કેડી મળતાં,ના આધીવ્યાધીઅથડાય
ભણતરએ સમજણનીકેડી,જે સાચીમતીથીસમજાય
મળીજાય સિધ્ધિનાસોપાન,જે કુળ ઉજ્વળકરીજાય
. ………………………………….દીકરો એતો જ્યોત કુળની.
મળે આશીર્વાદ પિતાના,ત્યાં મહેનત મનથી થાય
રાહ મળે સાચી જીવને,ત્યાં જન્મ સફળ થઈ જાય
સંસ્કારનીકેડી મળે માતાથી,જે જીવને જન્મેદેખાય
કર્મનાબંધન જીવના સંગે,એ જન્મમરણ દઈ જાય
. …………………………………..દીકરો એતો જ્યોત કુળની.

******************************************

January 1st 2012

લીધી લાકડી

…………………….લીધી લાકડી

તાઃ૧/૧/૨૦૧૨ ……………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીધી લાકડી જગમાં જ્યાં દેહે,ત્યાં અનેક વિચારો થાય
કેમ લીધી ને કેટલી લીધી,એ તો જમા ઉધારે સમજાય
. ……………………………………..લીધી લાકડી જગમાં જ્યાં દેહે.
દેહને મળતી ટોક વધતાં,હાથમાં લાકડીજ આવી જાય
સામનો કરવા આવતી વ્યાધીઓ,ઝાપટ એકજ મરાય
બને સહારો લાકડીત્યારે,જ્યાં સાચીસમજણને પકડાય
દુઃખદારિદ્ર દેહથી ભાગતાં,જીવને સુખસાગર મળીજાય
. …………………………………..લીધી લાકડી જગમાં જ્યાં દેહે.
ઉંમર આવી અડે દેહને,ત્યાં સહારો લાકડીનો લેવાય
ડગલાંની વ્યાધી જ્યાંસ્પર્શે,ત્યાંલાકડી ટેકો બનીજાય
નિર્મળમન ને દેહનિખાલસ,તોય ઉંમરે તેને પકડાય
કુદરતની આકૃપા અનોખી,જેસમય આવતાંસમજાય
. …………………………………લીધી લાકડી જગમાં જ્યાં દેહે.

===================================

January 1st 2012

સૃષ્ટિની દ્રષ્ટિ

. ……………………….. સૃષ્ટિની દ્રષ્ટિ

તાઃ૧/૧/૨૦૧૨ ……………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ,જગે માનવતા મળી જાય
કાયામાયા મોહને છોડતાં,સૃષ્ટિની સુંદરતા વધી જાય
. ………………………………………સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.
કૃપાનીકેડી મળેદેહને,જ્યાંનિર્મળ ભક્તિભાવ મેળવાય
સરળતાની સીડીએ ચઢતાં,નાકામક્રોધ દેહને અથડાય
જલાસાંઇની ભક્તિ સાચી,જગતમાં સંસારીને સમજાય
આવી આંગણે પ્રભુ બિરાજે,એજ સૃષ્ટિની દ્રષ્ટિ કહેવાય
……………………………………….સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.
માનવતા તોમળે દેહને,જે જીવની સમજણથી લેવાય
વાણીવર્તન કદીનાબગડે,જ્યાંસાચીભક્તિનો સંગ થાય
જીવની ઓળખાણ જીવનેથતાં,ના નરનારી દેહભટકાય
નિર્મળ સ્નેહની સાંકળ પકડતાં,જીવ મુક્તિમાર્ગે દોરાય
………………………………………સર્જનહારની નિર્મળ દ્રષ્ટિએ.

+++++++++++++++++++++++++++++++++++++++++++