January 12th 2012

મૃત્યુના બારણે

…………………..મૃત્યુના બારણે

તાઃ૧૨/૧/૨૦૧૨ ………………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

જન્મ મળે જ્યાં જીવને,જગતમાં સૌને એ દેખાય
પ્રેમ સાચો મળે દેહને,ત્યાં જીવથીએ અનુભવાય
. ……………… ……………………….જન્મ મળે જ્યાં જીવને.
નિર્મળપ્રેમની વાચા છે એવી,જે વર્તનથી દેખાય
ના કોઇ આંગળી ચીધેં,કેના કોઇથી એ બતાવાય
આવે એતો અંતરથી જીવે,મૃત્યુના બારણે દેખાય
જીવનેમળે શાંન્તિ ત્યારે,જ્યાં પરમાત્મા લઈજાય
. ………………………………………. જન્મ મળે જ્યાં જીવને.
દેહનેસંબંધ મૃત્યુથી સીધો,જગતમાં સૌથી જોવાય
પરોપકારી જીવન જીવતાં,દેહેમાર્ગ સરળમળીજાય
પરમાત્માની કૃપા થતાં,જીવથી મુક્તિમાર્ગમેળવાય
સ્વર્ગલોકના દ્વાર ખુલતાં,જીવે જન્મમરણથી છુટાય
. ……………………………………….જન્મ મળે જ્યાં જીવને.

====================================

January 12th 2012

સ્મરણ રામનું

……………………..સ્મરણ રામનું

તાઃ૧૨/૧/૨૦૧૨………………….. પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભજન કરી લે પ્રભુરામનું,ના મોહ માયા કોઇ વળગશે
મુક્તિમાર્ગની આંગળી ચીંધશે,જ્યાં જલાસાંઈને ભજશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.
મનમાં આશા એક રાખજે,આ જીવને ભક્તિરાહ તું દેજે
શ્રધ્ધા રાખી સ્મરણ કરતાં,સાચા સંતની કૃપાય મળશે
દેહને મળેલ આ માનવ જન્મ,સાર્થક જીવનથી તું કરજે
મળશે કૃપા જ્યાં પ્રભુરામની,જીવથી મોક્ષના દ્વાર ખુલશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.
મનથી માળા કરજે પ્રભુની,સદમાર્ગ જીવને એ દઈ દેશે
આવતી વ્યાધી દુર રહેશે જીવનમાં,શાંન્તિ જીવને મળશે
પળપળ સ્મરણ કરતાં પ્રભુનુ,સૌ ઝંઝટ પણ દુર જ રહેશે
મોહમાયાની ચાદર ઉડતાં,કૃપા જલાસાંઇનીય તને મળશે
………………………………………………ભજન કરી લે પ્રભુરામનું.

++++++++++++++++++++++++++++++++++