January 18th 2012

નજરની રીત

…………………….નજરની રીત

તાઃ૧૮/૧/૨૦૧૨ ………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

નજર નજરમાં ફેર છે,આ તો કળીયુગના છે ખેલ
મીઠીપડે નજર કોઇની,ઉજ્વળતાનો પડે ત્યાં મેળ
. ……………………………………….નજર નજરમાં ફેર છે.
સુખસાગરનો સાથ મળે તો,ઉજ્વળ થઈ જાય દેહ
ના અપેક્ષા કોઇ રહે,કે ના કોઇ રહે જીવનમાં મોહ
નજરકોઇની ત્યાંબગડે,જ્યાં બીજાને સુખી જોવાય
બગડે જીવનનીસરળકેડી,જ્યાંનજર ખોટીપડીજાય.
. ………………………………………..નજર નજરમાં ફેર છે.
મોહમાયાની ના ઝપટ કોઇ,પ્રભુ કૃપા જ મળી જાય
દરેકપળે રક્ષણથાય જીવનું,એ સરળમાર્ગથી દેખાય
ખોટી નજર નડે કદીના,જ્યાં ભક્તિનો મળે છે સાથ
તરીજવાય ભવસાગરપ્રેમે,જે સાચાસંતોથી મેળવાય
. ……………………………………….નજર નજરમાં ફેર છે.

==============================