January 23rd 2012

શીતળતા

……………………….શીતળતા

તાઃ૨૩/૧/૨૦૧૨ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીધી કેડી જીવનમાં,જ્યાં પ્રેમ સાચો મળીજાય
નિર્મળ રાહને મેળવી લેતાં,જીવન શીતળ થાય
. ………………………………………લીધી કેડી જીવનમાં.
ઉજ્વળ જીવન સગે લેતાં,મોહમાયા ભાગી જાય
શીતળતાનો સાથ મળતાં,આધીવ્યાધી દુર જાય
એક કેડી જીવનમાં એ છે,જે ભળતરથી મેળવાય
શ્રધ્ધા રાખી મહેનત કરતાં,દેહને રાહ મળી જાય
. ………………………………………લીધી કેડી જીવનમાં.
લાગણીમોહને દુર કરતાં,સાચા સંસ્કારને સચવાય
વડીલને વંદન મનથી કરતાં,આશીર્વાદ મળી જાય
ભક્તિનોસંગ મનથી મેળવતાં,ઘર પવિત્ર થઈ જાય
સાચી કૃપા પામવા કાજે,પ્રભુની માળા મનથી થાય
. ……………………………………….લીધી કેડી જીવનમાં.

++++++++++++++++++++++++++++

January 23rd 2012

નાતજાત

………………………..નાતજાત

તાઃ૨૩/૧/૨૦૧૨ ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ

નાતજાતની ના કોઇ વ્યાધી,જ્યાં સંત સાંઇને ભજાય
ઉજ્વળ માનવ જીવન જીવતાં,ભક્તિ સાચી થઈજાય
. ……………………………………નાતજાતની ના કોઇ વ્યાધી.
કળીયુગી કલમ સૌને મળતી,સમજી સાચવી પકડાય
જન્મસફળ કરવાને કાજે,મનથી નાતજાત તરછોડાય
મળે પ્રેમ અલ્લા ઇશ્વરનો,જે સાંઇ કૃપાએ જ મેળવાય
સુખશાંન્તિની વરસેવર્ષા જીવે,એ સાચી ભક્તિકહેવાય
. …………………………………….નાતજાતની ના કોઇ વ્યાધી.
નિર્મળભાવના સંગે રાખી,જ્યાં સંત સાંઇબાબાને પુંજાય
પળેપળે ૐ સાંઇનાથાય નમઃથી,જીવનેશાંન્તિ મળીજાય
મુક્તિમાર્ગની કેડીમળતાં,જીવને સંતસાંઇના દર્શન થાય
ભક્તિસાચી ભાવથી કરતાં,ભવોભવના બંધન છુટી જાય
. ……………………………………નાતજાતની ના કોઇ વ્યાધી.

==============================