January 5th 2012

શીતળ સંધ્યા

…………………..શીતળ સંધ્યા

તાઃ૫/૧/૨૦૧૨………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

ભક્તિની ભઇ કેડી નિરાળી,જ્યાં મોહ માયા ભાગી જાય
શાંન્તિનો સહવાસમળતાં,જીવને શીતળ સંધ્યા દઈજાય
. ………………………………………ભક્તિની ભઇ કેડી નિરાળી.
સદગુણનો સહવાસમળે,ને દેહથી કર્મ પણ પાવન થાય
મારું તારુંની માયા ભાગતાં,જીવનેસુખ શાંન્તિમળી જાય
આવે આનંદ સુખની સાથે,જે નિર્મળસ્નેહ મળતાં દેખાય
નાઉપાધી આવે કોઇ દેહને,કે ના અભિમાન પણ વર્તાય
. ……………………………………….ભક્તિની ભઇ કેડી નિરાળી.
માનવી મન તો પામર છે,જે દેહના વર્તનથી જ દેખાય
કુદરતની આ અતુટ લીલા,માનવ જીવન ભીંજવી જાય
જગતની માયાને એજકડીરાખે,જ્યાં ભક્તિ મનથી થાય
સદારહે સહવાસશાંન્તિનો,નેમળેલ જન્મસફળ થઈ જાય
. ………………………………………..ભક્તિની ભઇ કેડી નિરાળી.

==============================================