January 8th 2012

કદરને પાત્ર

……………..કદરને પાત્ર

તાઃ૮/૧/૨૦૧૨ ……………પ્રદીપ બ્રહ્મભટ્ટ

કદર મેળવવા જીવનમાં,ના જોઇએ પાટી કે પેન
શ્રધ્ધા એજ કેડી છે મનની,જે નીમિત બની જાય
. ………………………………………….કદર મેળવવા જીવનમાં.
લગન જ્યાં મનથીલાગે,ત્યાં નિર્મળતા મળી જાય
નિર્મળતાનો સાથ મળે,ત્યાં સઘળુય સચવાઇ જાય
નાની મોટી આફત ભાગે,ને સૌકામ સરળપણ થાય
કદરથાય ત્યાં કરેલકામની,જેને રાહ સાચી કહેવાય
. …………………………………………..કદર મેળવવા જીવનમાં.
સુખદુઃખ સાથે ચાલે જીવનમાં,ત્યાં મહેનત મલકાય
પકડી ચાલતા એક કેડીને,સરળતાનો સંગ થઈજાય
અવનીપરના આગમને,જીવથી મતી ગતી સચવાય
આજ નહીંતો કાલ સુધરશે,જે મુક્તિ માર્ગ દઈ જાય
. ……………………………………………કદર મેળવવા જીવનમાં.

+++++++++++++++++++++++++++++++++