January 31st 2012

જગતજનની

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

………………..જગતજનની

તાઃ૩૧/૧/૨૦૧૨ ………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

જગત જનની તું મા દયાળુ,છે તારા રૂપ અનેક
ભક્તિભાવને પારખી લઈ મા,કૂપા કરે અદભુત
. ……………………………………..જગત જનની તું મા દયાળુ.
રૂપધરી અનેક અવનીએ,તાર્યા ભવસાગરથી બાળ
કૃપાપામે શ્રધ્ધા જેવી,મળે સાચી ભક્તિએ અણસાર
ખોડીયાર માની કૃપા નિરાળી,મળે જીવનમાં ઉજાસ
દુર્ગા માતા છે દીન દયાળુ,ખોલે એ પ્રેમે મુક્તિદ્વાર
. ………………………………………જગત જનની તું મા દયાળુ.
માતા તમારા સ્મરણ માત્રથી,જીવન ઉજ્વળ થાય
સાચીભક્તિ અંતરથી કરતાં,નામોહમાયા અથડાય
અનેકસ્વરૂપ દીધા અવનીને,કરવા જીવોનુંકલ્યાણ
ભક્તિસાચી મળતા જીવને,થઈજાય જીવનોઉધ્ધાર
. ………………………………………જગત જનની તું મા દયાળુ.

****************************************************
મા ખોડીયાર જયંતી અને દુર્ગાષ્ટમીના પવિત્રદીવસે માતાના ચરણે વંદન સહિત અર્પણ.