January 30th 2012

મહાત્માને વંદન


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
……………………..મહાત્માને વંદન

તાઃ૩૦/૧/૨૦૧૨ (ગાંધી નિર્વાણ દીન) પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવ અવનીપર ધરીને,ઉજ્વળ જીવન ધાર લીધી
માતૃભુમીને કાજે જીવીને,જગને ઉજ્વળ રાહ લીધી
………………………… …………….જીવ અવનીપર ધરીને.
પવિત્ર ભુમી કરી ગુજરાતને,વિશ્વમાં સન્માન દીધા
કરી કર્મ જીવનમાં દેશપ્રેમીનો,કુળને ઉજ્વળ કીધા
દેશ પ્રેમની ભાવના રાખી,માતૃ ભુમીને વંદન કર્યા
ગાંધી કુળને ઉજ્વળ કરી,અમરનામના જગમાંકરી
………………………… …………….જીવ અવનીપર ધરીને.
ગરવીધરતી ગુજરાતની,જેણે સાચા રાહવીર દીધા
મહાનજીવો જન્મીગયા,જેથી શુરવીરની શાન મળી
જન્મ સાર્થક કરી ગયા જીવો,આઝાદીની યાદ દઈ
વંદનવારંવાર કરીએવીરોને,દેશની રાહઉજળી કરી
………………………… …………….જીવ અવનીપર ધરીને.

*********************************************

January 30th 2012

ભક્તિપ્રેમ

. …………………. .ભક્તિપ્રેમ

તાઃ૩૦/૧/૨૦૧૨. …………….. .પ્રદીપ બ્રહ્મભટ્ટ

સાચી રાહ જીવનમાં એવી,જીવને સદમાર્ગે લઈ જાય
મળે કૃપા જલાસાંઇની જીવને,જેને ભક્તિપ્રેમ કહેવાય
. ……………………………………….સાચી રાહ જીવનમાં એવી.
ઉગમણી ઉષાને પારખતા,પ્રભાતે સુર્યના દર્શન થાય
ઉજ્વળકેડી મળેજીવનમાં,જ્યાં સાચીપુંજનવિધી થાય
પ્રભાતનુ પહેલું કિરણ પડે ઘરમાં,દિવસ સુધરી જાય
ભક્તિસાચી પ્રેમથી કરતાં,મળેલજન્મસફળ થઈ જાય
. ………………………………………સાચી રાહ જીવનમાં એવી.
માયા જેને મળે પ્રેમમાં,કળીયુગમાં જીવ ભટકી જાય
એકને છોડતાં બીજી મળે ,જે અધોગતીએ લઈ જાય
માનવીમન તોછે મર્કટ જેવું,અહીતહીં ભટકતુ દેખાય
આજકાલની રાહજોવામાં,માનવજીવન વેડફાઇ જાય
. ………………………………………સાચી રાહ જીવનમાં એવી.

************************************