January 27th 2012

જીભને લગામ

…………………..જીભને લગામ

તાઃ૨૭/૧/૨૦૧૨ ………………… પ્રદીપ બ્રહ્મભટ્ટ

આગળ પાછળનો વિચાર કરતાં,ના આફત કોઇ અથડાય
સરળતાનીકેડી મળે જીવનમાં,જ્યાં જીભને લગામ રખાય
. ……………………………………આગળ પાછળનો વિચાર કરતાં.
માનવમનને તકલીફ મોટી,ના જગતમાં કોઇથી છટકાય
રાજા,રંક,સંસારી કેસાધુ જીવને,ઘણા અવસર મળી જાય
ડગલેપગલે ના મળતી વ્યાધી,એકજ જીવન વેડફી જાય
જીભ સાચવી લેતાં માનવીને,નાવ્યાધી આવીને અથડાય
. …………………………………..આગળ પાછળનો વિચાર કરતાં.
દેખાવનો દરીયો છે મોટો જગતમાં,સમજીને તરી જવાય
વાણી,વર્તન એ પણ કડી છે એવી,જે સૌથી ના સમજાય
કૃપા મળે જ્યાં જલાસાંઇની,ત્યાં સદમાર્ગે જ જીવ દોરાય
આફતનો નાકોઇઅણસાર મળે,કે નાકોઇ ખોટુવર્તન થાય
. ………………………………….આગળ પાછળનો વિચાર કરતાં.

================================