January 10th 2012

ચાલ ભઈ ચાલ

……………………. ચાલ ભઈ ચાલ

તાઃ૧૦/૧/૨૦૧૨…………………. પ્રદીપ બ્રહ્મભટ્ટ

જીવનની ઝંઝટને તોડવા,મળતી આફતોને છોડવા
માનવતાને મહેંકાવા,જીવનની કેડીએચાલતો રહેજે
ભઈ આફતોને ટાળવા,સદાજીવનમાં ચાલતો રહેજે
. ………………………………………જીવનની ઝંઝટને તોડવા.
એકમેકેનો સાથ મળે કે નામળે,હૈયે હીંમત તું ધરજે
શ્રધ્ધા રાખી ભરેલ પગલે,સાથ જલાસાંઇનો મળશે
હિંમતમનથી સાચીકરતાં,સફળનુ તને શરણુ મળશે
ઉજ્વળ જીવન પ્રેમથી મળતાં,જન્મસફળ થઈ જશે
. ………………………………………..જીવનની ઝંઝટને તોડવા.
સરળતાનો સહવાસ જોતાં,દ્રષ્ટિ ખરાબમનની પડશે
નિર્મળ ભાવના સંગે રાખતાં,ઉજ્વળ કામ સૌ મળશે
આધી વ્યાધી દુર રહેતાં,તારા કામ સરળ પણ થશે
સાચી રાહે ચાલી રહેતા,જીવનમાં પ્રેમ સૌનો મળશે
. …………………………………………જીવનની ઝંઝટને તોડવા.

===============================

January 10th 2012

મહેર મેઘરાજાની

………………….મહેર મેઘરાજાની

તાઃ૧૦/૧/૨૦૧૨ ……………..પ્રદીપ બ્રહ્મભટ્ટ

પધાર્યા પ્રેમથી અવનીપર,ત્યાંજ ટાઢક પ્રસરી ગઈ
મેઘરાજાની એક લહેરથી,કુદરતની કૃપા મળી ગઈ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.
શીતળતાનો મળ્યો સહવાસ,ત્યાં સવાર સુધરી ગઈ
માનવતાનીમહેંક પ્રસરી,ત્યાં જીવનમાંરાહ મળી ગઈ
એક એકનો સાથ મેળવતાં,સહું વ્યાધીઓ ભાગી ગઈ
નિર્મળ જીવન આવી મળતાં,માનવતાય મહેંકી ગઇ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.
મળે પ્રેમ કુદરતનો દેહને,ત્યાં કૃપા જલાસાંઇની થઈ
આંગળી પકડી ચાલતાં ભક્તિની,પાવનકર્મ કેડી થઈ
લાગણી,મોહ ને માયા મુકતાં,કળીયુગથી મુક્તિ થઈ
મેઘરાજાની એકજ કૃપાએ,આ ઘરતી પણ લીલી થઈ
. …………………………………………પધાર્યા પ્રેમથી અવનીપર.

===================================