January 6th 2012

રાત્રીનો સહવાસ

…………………..રાત્રીનો સહવાસ

તાઃ૬/૧/૨/૨૦૧૨ ………………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ,ને જીભ પણ સચવાય
મળે જગતમાં શાંન્તિશાંન્તિ,એસહવાસ રાત્રીનો કહેવાય
. …………………………………તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
જીવનેમળે જ્યાં દેહજગતમાં,દીવસરાત તેનાથી જોવાય
દીવસસંગે મહેનતરાખતાં,દેહને ઉજ્વળજીવન મળીજાય
રાત્રીનો અણસારમળે સંધ્યાએ,ત્યાં જીવ ભક્તિએ દોરાય
મનથી મળેલ ભક્તિએ જીવનો,આ જન્મ સફળ થઈજાય
. …………………………………તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.
અંધકારની ચાદર આવતાં દેહે,મનથી જલાસાંઇ ભજાય
દેહપર ચાદરઓઢતા પથારીએ,પરમાત્માનીકૃપા જથાય
ભક્તિ એક અજબશક્તિ છે,જેનાથી દેહનેસુખ મળી જાય
પ્રભાતની પોકાર સાંભળાતા કાને,વિદાય રાત્રીને દેવાય
. ………………………………….તનને શાંન્તિ ને મનનેય શાંન્તિ.

============================================