January 1st 2012

લીધી લાકડી

…………………….લીધી લાકડી

તાઃ૧/૧/૨૦૧૨ ……………………પ્રદીપ બ્રહ્મભટ્ટ

લીધી લાકડી જગમાં જ્યાં દેહે,ત્યાં અનેક વિચારો થાય
કેમ લીધી ને કેટલી લીધી,એ તો જમા ઉધારે સમજાય
. ……………………………………..લીધી લાકડી જગમાં જ્યાં દેહે.
દેહને મળતી ટોક વધતાં,હાથમાં લાકડીજ આવી જાય
સામનો કરવા આવતી વ્યાધીઓ,ઝાપટ એકજ મરાય
બને સહારો લાકડીત્યારે,જ્યાં સાચીસમજણને પકડાય
દુઃખદારિદ્ર દેહથી ભાગતાં,જીવને સુખસાગર મળીજાય
. …………………………………..લીધી લાકડી જગમાં જ્યાં દેહે.
ઉંમર આવી અડે દેહને,ત્યાં સહારો લાકડીનો લેવાય
ડગલાંની વ્યાધી જ્યાંસ્પર્શે,ત્યાંલાકડી ટેકો બનીજાય
નિર્મળમન ને દેહનિખાલસ,તોય ઉંમરે તેને પકડાય
કુદરતની આકૃપા અનોખી,જેસમય આવતાંસમજાય
. …………………………………લીધી લાકડી જગમાં જ્યાં દેહે.

===================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment