December 25th 2011
………………..સરગમના સુર
તાઃ૭/૧૨/૨૦૧૧………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
સરગમ તારા સુર સાંભળી,મારા કાનને શાંન્તિ થઈ
પ્રીત પ્રેમના શબ્દ ઓળખી,મને આનંદ મળ્યો અહીં
……………………………………….સરગમ તારા સુર સાંભળી.
મનને મળતી માયા દોર,ત્યારે વ્યાધી આવતી થઈ
એક છુટતાં આ જીવનમાં,બીજી દોડીને મળતી અહીં
સરગમના જેમ તાલ વાગે,તેમ ચઢ ઉતર શરૂ થઈ
મન મક્કમને શ્રધ્ધા સાથે,મારી જીંદગી સરળ થઈ
……………………………………….સરગમ તારા સુર સાંભળી.
પ્રેમ જીવનમાં જલાસાંઇથી,ત્યાંઆદેહને શાંન્તિ થઈ
પુણ્ય કર્મનો સંગ લેતાં જીવને,સાચી રાહ મળી ગઈ
ડગલેડગલું સંભાળતા દેહને,અનંતઆનંદ થયો ભઈ
સ્વરસાંભળી જેમ કર્ણમ્હાલે,તેમજીંદગી મલકાઇગઈ
……………………………………….સરગમ તારા સુર સાંભળી.
_+++++_+++++_+++++_+++++_+++++_
December 22nd 2011
…………………કળીયુગી કર્મ
તાઃ૨૦/૧૨/૨૦૧૧…………….પ્રદીપ બ્રહ્મભટ્ટ
કાળા કામ કરવા નહીં,ના નામ બદનામ થાય
સુડી વચ્ચે સોપારી આવતાં,એતો કપાઇ જાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
મોહમાયાને નેવે મુકતા,આ જીવન ઉજ્વળ થાય
ના કાયાને માયા વળગે,ના તકલીફોય મેળવાય
જીવન નૈયા ચાલતી ઉજ્વળ,કીર્તીઓ મળી જાય
પ્રેમનીસાચી રાહ મળતાં,નાઆધીવ્યાધી અથડાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
કામણગારી કાયા થાય,જ્યાં નીતિ અનીતિ થાય
માર પડતાં કુદરતનો,વ્યર્થ માનવ જીવન થાય
મારી તમારી કેડી મુકતાં,જલાસાંઇની કૃપા થાય
જીવનેમળેલ માનવદેહે,આ જન્મસફળ થઈજાય
…………………………………………..કાળા કામ કરવા નહીં.
============================
December 21st 2011
……………………………… ઝંઝટ ગઈ
તાઃ૧૧/૧૧/૨૦૧૧…………………પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગની ઝંઝટ નેવે મુકતા,મને પ્રેમ મળી ગયો ભઈ
આવી શાંન્તિ દોડીઘરમાં,જગતની ઝંઝટ ભાગી ગઈ
…………………………………….જગની ઝંઝટ નેવે મુકતા.
નિર્મળ માયા પ્રેમ હ્રદયનો,જગે માનવતા મળી ગઈ
પ્રેમ ભાવના સામે આવતાં,ઉજ્વળ જીવન થયું ભઈ
આધીવ્યાધી દુર ભાગી ત્યાં,જીવને આનંદ થયો અહીં
આવતીકાલને ઉજ્વળજોતાં,દેહે જલાસાંઇનીકૃપા થઈ
…………………………………..જગની ઝંઝટને નેવે મુકતા.
મળતી માનવતા જગતમાં,પ્રેમની સાંકળ પકડાઇ ગઈ
ભક્તિ ભાવની કેડી મળતાં,જગે મોહ માયા ભાગી ભઈ
આજકાલની ઝંઝટછુટતાં,જીવની જીંદગી સચવાઈગઈ
મોહ માયાની ચાદર ઉડતાં,પ્રેમનો સાગર મળ્યો અહીં
…………………………………..જગની ઝંઝટને નેવે મુકતાં.
======================================
December 13th 2011
. કામથી નામ
તાઃ૨૯/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળે નામ જો સારા કરે કામ,જે જન્મ સફળ કરી જાય
શ્રધ્ધા પ્રેમની સાંકળ લેતાં,તમારૂ જીવન મહેંકી જાય
. ………………મળે નામ જો સારા કરે કામ.
જીવનમાં જ્યોત પ્રેમની પ્રગટે,ને શાંન્તિય મળી જાય
લાગણી મોહની માયા છુટતાં,નિર્મળરાહ પણમેળવાય
ઉજ્વળ જીવન દેહને મળતાં,સંસ્કાર પણ દેખાઇ જાય
જલાસાંઇની કૃપામળતાં,જીવને મળેલદેહ ઉજ્વળથાય
. ……………..મળે નામ જો સારા કરે કામ.
સકળ જગતના કરતારની, અમી દ્રષ્ટિ પણ થઇ જાય
નિર્મળ જીવન જીવતાં દેહે,આધી વ્યાધીય ભાગી જાય
જલાસાંઇની ભક્તિ હતી નિરાળી,સંસારમાં રહીને થાય
મળે પ્રેમ પરમાત્માનો,જ્યાં સાચા સંતની રાહ લેવાય
. ……………..મળે નામ જો સારા કરે કામ.
++++++++++++++++++++++++++++++++++++++
December 6th 2011
શાંન્તિ આવી
તાઃ૧૫/૧૧/૨૦૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
શીતળ સ્નેહને પકડી લેતાં,પ્રેમ આવી ગયો અહીં
આધી વ્યાધી ભાગતાં અહીંથી,શાંન્તિજ મળીગઈ
. ……………..શીતળ સ્નેહને પકડી લેતાં.
કુદરતની આ કામંણલીલા,જીવનમાં ચાલતી અહીં
નિર્મળતાની સાંકળ મળતાં,જીંદગીપણ સુધરીગઈ
નામદામની કેડી છે વાંકી,અહીંથીજ એ ભાગી ગઈ
રામનામની સાંકળને પકડતાં, સરળતા આવી ગઈ
…………….શીતળ સ્નેહને પકડી લેતાં.
લેખ લખેલા જીવના જગતમાં,કોઇનેય એ છોડે નહીં
સમજી વિચારી જીવન જીવતાં,મળશેજ શાંન્તિ ભઈ
સદગુણનો સહવાસ મેળવતા,સૌ રાજી થશે જ અહીં
જીવનની સાચી કેડીને લેતા,આ જન્મ સુધરશે ભઈ
………………..શીતળ સ્નેહને પકડી લેતાં.
——————————————————————–
December 2nd 2011
. અંધારૂ
૭/૧૧/૨૦૧૧ (અમદાવાદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
શાંન્તિનો સહવાસ જીવનમાં,ઉજ્વળતા આપી જાય
મનને મળતી માયા દુર ફેંકતા,અંધકાર ભાગી જાય
. …………….શાંન્તિનો સહવાસ જીવનમાં.
જીવનમા સોપાન નિરાળા,સાચી સમજણથી મેળવાય
પારખીલેતાં કામનીકેડી,જીવનમાં નિર્મળતા આપીજાય
કૃપા પ્રભુની મળતી જાય,જ્યાં નિખાલસતા આવી જાય
ઉજ્વળપ્રેમ અંતરથીમળતાં,જીવનમાંઅંધારૂ ભાગી જાય
. ……………શાંન્તિનો સહવાસ જીવનમાં.
પ્રગટે જીવનમાં દીપ પ્રેમનો,જ્યાં જલાસાંઇની કૃપાથાય
ઉજ્વળ કેડી પકડાતાં જીવનમાં, સુખ સાગર મળી જાય
ના મળે અંધકાર જીવનમાં,કે ના અંધારૂય ક્યાંય દેખાય
આશીર્વાદની ગંગા વહેતાં દેહે,જીવના પાવન કર્મ થાય
. …………….શાંન્તિનો સહવાસ જીવનમાં.
======================================
December 1st 2011
શીતળ સહવાસ
તાઃ૧/૧૨/૧૧ (આણંદ) પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવતાની મહેંક નિરાળી,સાચા સંબંધે જ સચવાય
આવી આંગણે પ્રેમ મળે.જે શીતળ સહવાસે મેળવાય
. ……………માનવતાની મહેંક નિરાળી.
ભુતકાળની આ સાંકળ ન્યારી,જ્યાં સંબંધ સચવાય
પ્રેમ નિખાલસ મળતાં જીવને,હૈયાય ઉભરાઇ જાય
દેખાવનો ના અણસાર મળે,ના મોહમાયાય દેખાય
શીતળતાના સહવાસને મેળવી,પ્રેમજપકડાઇ જાય
. …………..માનવતાની મહેંક નિરાળી
મળતી માનવતા જીવનમાં,જ્યાં નિર્મળ પ્રેમ થાય
નાસંબંધ કોઇ જાતનોરહે જ્યાં સાચી પ્રીત મેળવાય
આજકાલના ના તોરણ દેખાય,એતો આંખોમાં દેખાય
સફળતા મળતાં જીવનમાં,સર્વ કામ સફળ થઈજાય
. …………….માનવતાની મહેંક નિરાળી.
++++++++++++++++++++++++++++++++
November 4th 2011
. પકડી લીધી
તાઃ૪/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લાકડી પકડી હાથમાં દેહે,ત્યાંજ કુદરતની કળા દેખાય
ઉંમર આવતાં આવે હાથમાં.કદીક માર દેવાય લેવાય
. …………..લાકડી પકડી હાથમાં દેહે.
કળીયુગની કામણલીલામાં,સમજ ધીરે આવતી જાય
ભણતરની જ્યાં પકડી કેડી,આજીવન સરળ થતુ જાય
મળે માબાપનોપ્રેમ અંતરથી,વ્યાધીઓ ભાગતી જાય
આવીઆંગણે કૃપામળે જીવને,ત્યાં શાંન્તિ મળતીજાય
. …………….લાકડી પકડી હાથમાં દેહે.
પકડ જીવનમાં ઘણી મળે,જે સમયે સમજીને પકડાય
ભક્તિપ્રેમની પકડ જીવનમાં,જે સુખશાંન્તિ દઈ જાય
હીંમત રાખી કામ પકડતાં,સદા વિશ્વાસે જીતી જવાય
પકડે કાયા જ્યાંમોહમાયાને,ત્યાં જીવન વેડફાઇ જાય
. ……………લાકડી પકડી હાથમાં દેહે.
++++++++++++++++++++++++++++++++++
November 2nd 2011
. લાયકાતની કેડી
તાઃ૨/૧૧/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલા માન જીવનમાં,સુખના સોપાન એ કહેવાય
લાયકાતની કેડી મેળવતાં,સૌ કામ સફળ થઈ જાય
. ………….મળેલા માન જીવનમાં.
ભણતર દે જીવનને કેડી,જે મહેનત કરીનેજ સચવાય
ધન વૈભવ દોડીને આવે,જ્યાં જીવને રાહ મળી જાય
વંદનકરતાં માબાપને,લાયકાતે આશીર્વાદમેળવાય
ઉજ્વળરાહ મળેજીવને,જે દેહનું ધન્યજીવન કરીજાય
. ………….મળેલા માન જીવનમાં.
મોહમાયાથી દુર રહેતાં ,દેહે મહેનતનો સંગ મેળવાય
સાચી કેડી જીવનમાં મેળવતાંજ,લાયકાત મળી જાય
શાંન્તિનો સહવાસ રહે ત્યાં,જ્યાં ભક્તિ્ય પ્રેમથી થાય
આધીવ્યાધી નાઆવે વચ્ચે,જ્યાં કુદરતની કૃપાથાય
. ………….. મળેલા માન જીવનમાં.
+++++++++++++++++++++++++++++++++++++++=
October 16th 2011
. કળીયુગની દેણ
તાઃ૧૬/૧૦/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મેળવી લીધી મળતી માયા,જે આ કાયાને સ્પર્શી ગઈ
આંગણે આવતી જોઇલીધી જ્યાં,એત્યારથી મળી ગઈ
. …………….મેળવી લીધી મળતી માયા.
કોઇ કહે મને કેમછો ભઈ,ત્યાં મારાથી હાય બોલાયું અહીં
મને એ કે સમય છે સારો,પણ પેલાનું દીલ દુભાયુ ભઈ
કળીયુગ કેરી ચાલમાં રહેતાંતો,મળીને દુર ભાગતા અહીં
અક્કલથોડી જ્યાંવહેંચાઇ ગઈ,ત્યારથી બુધ્ધિ બગડીગઈ
. ……………મેળવી લીધી મળતી માયા.
વંદન કરતો માબાપને જ્યાં,ત્યાં આશીર્વાદ મળતા ભઈ
થોડી હવાલાગતા કળીયુગની,ત્યાંમમી ને ડૅડ થયા અહીં
આંખો ભીની જોતાં માબાપની,સમજ મને ના આવે કંઈ
પરમાત્માનો એક ડંડો પડતાં,બધા સંબંધો કપાયા અહીં
. ……………..મેળવી લીધી મળતી માયા.
===================================