June 18th 2011

.
.
.
.
.
.
.
.
.
.
.
. ભીમની કાયા
તાઃ૧૮/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ખાવાનુ અનહદ ખાતા,ના શરીરને રહ્યુ કશું ભાન
જે આવે તે મોંમાં મુકતા,વધી ગયો શરીરનો ભાર
…………ખાવાનુ અનહદ ખાતા.
થોડું થોડું દસવાર હું ખાતો,જાણે ભુખ્યો છું હું આજ
પેટ પટારો મારું બનીગયું,મોંમાં મુકતો સવાર સાંજ
પચવાની વ્યાધી વર્ષોથી,નાદવા ઔષધથી બચાય
કાયાને મારી અરીસામાં જોતાં,અરીસો નાનો દેખાય
………..ખાવાનુ અનહદ ખાતા.
પહેરણ મેં મીલમાંથી મેળવ્યુ,ને પેન્ટ પરાણે સીવાય
સાઇકલ ગાડી નાની લાગે,ત્યાં ના કોઇને ઘેર જવાય
મોટી કાયા મળી ગઇ જ્યાં,ના ઉઠક બેઠક પણ થાય
ભીમની કાયા બની જતાં ભઇ,સૌ દુર જ ભાગી જાય
………..ખાવાનુ અનહદ ખાતા.
******************************************
June 7th 2011
પ્રીતનું પગથીયું
તાઃ૭/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંખો તારી જોઇ નિરાળી,જીંદગી ઝપટાઇ ગઈ
મોહક તારી કાયા જોઇને,મારી પ્રીત જાગી ગઈ
………..આંખો તારી જોઇ નિરાળી.
દેહ તો છે કુદરતની કૃપા,આ જીવને ઝંઝટ નહીં
પ્રીતએ સહવાસનીદોરી,ના માગણીએ મળેઅહીં
દેહની આતો અજબ લીલા,જીવને દેહથી લેવાય
મળી જાય સંબંધની સીડી,જે કર્મબંધને સહેવાય
………….આંખો તારી જોઇ નિરાળી.
જગનાબંધન કર્મનીકેડી,મળેલ મતીએ મેળવાય
સારુ નરસુ એતો દોરીછે,જે વર્તનથીજ સમજાય
પ્રીતની કેડી નિર્મળ લાગે,જ્યાં હૈયેથી મળીજાય
માયામોહ ત્યાંથીદુરભાગે,નિર્મળસ્નેહ સેતુબંધાય
………..આંખો તારી જોઇ નિરાળી.
+++++++++++++++++++++++++++++
June 6th 2011
લૉટરી લાગી
તાઃ૬/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
લૉટરી લાગી ભઈ લાગી લૉટરી,આજે મારી ગઈ લાગી
એક ડૉલરની લીધી લોટરી, એ પાંચ ડૉલર લઈ આવી
…………લૉટરી લાગી ભઈ લાગી.
સોમવારે હું એક ડૉલરની લેતો,ને મંગળવારે બે લેતો
બુધવારે હું રીઝલ્ટ જોતો,ને ગૂરૂવારે એક લૉટરી લેતો
શુક્રવારે હું ત્રણ લઈલેતો,જેમાં એક બે નંબર હું ચુકતો
શનીરવિ ના ઉતાવળકરતો,બીજેઅઠવાડીયે એક લેતો
…………લૉટરી લાગી ભઈ લાગી.
મહીનામાં હું આશા રાખી,પચીસ ડૉલરની લોટરી લેતો
આજેલાગશે કાલે લાગશે,તેમ સમજી રાહ જીતનીજોતો
વાહભઈવાહ હું જીત્યો,એક ડૉલર મારો પાંચ લઈઆવ્યો
ખુશીમને થઈ આજેભઈ,હું લૉટરીથી કંઇક ઘરમાં લાવ્યો
………..લૉટરી લાગી ભઈ લાગી.
===============================
June 5th 2011
ઉંઘ આવી
તાઃ૫/૬/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સવારની ચાદર ખેંચાતા,ઉજ્વળ પ્રભાત મનેમળી
માણી જ્યાં જીવનની કેડી,ત્યાં ઉંઘ આવીને મળી
………..સવારની ચાદર ખેંચાતા.
પ્રભાતની કિરણની રેલી,જીવનમાં આવેએ વહેલી
મનને શાંન્તિ મળે ન્યારી,ઉજાગરાને એ હણનારી
કદમને પાવન કરનારી,જ્યોત જીવનમાં એદેનારી
પવિત્ર જીવન મળતાં,શાંન્તિ જીવને એ લાવનારી
………… સવારની ચાદર ખેંચાતા.
ઘોડીયામાં સુતેલા બાળકને,માનાહાલરડા ઉંઘાડીદે
દેહને શાંન્તિ મળી જાય,ત્યાં જીવને સાચોપ્રેમ મળે
માનવદેહની અનોખીલીલા,દેહથકીજ્યાંમહેનતથાય
થાક લાગતા દેહને જગમાં,આરામનો સંકેત છેથાય
…………સવારની ચાદર ખેંચાતા.
**************88*************
May 29th 2011

.
.
.
.
.
.
.
.
.
. નીલ ગગન
તાઃ૨૯/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
નીલ ગગનની મહેંર મળતાં,જીવો અવનીએ ઉઠી જાય
નિર્મળ સ્નેહની જ્યોત નિરખતાં,આ આંખો પવિત્ર થાય
એવી કુદરતની આલીલા,જગમાં સમજદારથી સમજાય
…………નીલ ગગનની મહેંર મળતાં.
પંખીડાનો કલરવ દે મધુરતાં,ના માનવીથી કદી દેવાય
મળતી માનવતા મળેલદેહને,જે પાવનકર્મે જ મેળવાય
મધુરતાની મહેંકમળે દેહને,જ્યાં પાવન કર્મોને સચવાય
આંગણે આવતાં પ્રભુ પ્રેમને,સાચી ભક્તિએ જ સહેવાય
…………નીલ ગગનની મહેંર મળતાં.
મન માન્યતા વાણીવર્તન,પ્રેમ સાથેલાગણી ભળી જાય
શાંન્તિ આવી ખોલે દ્વાર,ત્યાં મળે નિખાલસ પ્રેમ અપાર
જીવનીજ્યોત અખંડ જલે,જ્યાં પુ.સંત જલાસાંઇ ભજાય
નીલગગનની નિર્મળતાજોતાં,પાવનકર્મ સદા થઈ જાય
………..નીલ ગગનની મહેંર મળતાં.
================================
May 27th 2011
શોધ પ્રેમની
તાઃ૨૭/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પ્રેમ શોધવો ક્યાં જગતમાં,ના કોઇનેય સમજાય
પાવનકર્મ કરતાં જીવનમાં,ઉજ્વળકર્મ થઈ જાય
………પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
શોધ કરતા હોય જીવનમાં,જે આંગણે આવેલ હોય
મતીની ગતી પણ ન્યારી,જે જીવની સમજણ હોય
કરતાંનાના કામ મનથી,ત્યાં સધ્ધરતા આવી હોય
ના મોટા મોહની માયા,જ્યાં અંતરનો જ પ્રેમ હોય
………..પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
કરતાં દેખાવના કામ,જે દેહથી જીવનમાં થતાં હોય
ના તેમાં નિર્મળતા કે પ્રેમ,જે ઉધારમાં મળતા હોય
લાગણી પ્રેમ એઅંતરના,જે સાચો સથવારો જ હોય
આવી આંગણે પ્રેમ જમળે,જ્યાં વડીલને વંદન હોય
…………પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
મમ્મી ડેડીની કેડી મળે,ત્યાં દેખાવ જ મળતો હોય
હાયહાયની છે આરામાયણ,જ્યાં બાયજ થતું હોય
સંતાનનો ના સાથ મળે,ના માબાપનુ જીવન હોય
મતીગતીની શોધમાંરહેતા,જીવે જન્મોનાબંધનહોય
………… પ્રેમ શોધવો ક્યાં જગતમાં.
૦))))))))))))))))))))))))))))))))))))))))))))))))))૦
May 19th 2011
દવાની કેડી
તાઃ૧૯/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ઝગડીને હું જાડી થઈ,હવે ના ચાલતાય ફાવે
થોડુ ચાલુ ઘરમાં જાતે,તોય થાક ઘણો લાગે
નવી થઈ આ રામાયણ,નાકોઇ બચાવી જાણે
………..હવે ના ચાલતાય ફાવે.
પહેલા સૌ મને લાકડીકહે,નાવ્યાધી કોઇ આવે
મસ્ત મઝાથી શ્વાસ હુંલેતી,ને ઉઠક બેઠક થાયે
ચાલતી ત્યારે લાગે સૌને,ને કોઇના પકડી પાડે
આજે ઉલટી ગંગા થઈગઈ,નાસમજ મને આવે
……….હવે ના ચાલતાય ફાવે.
દવાને બનાવી દીકરી,ત્યારથી શરીર ભારેલાગે
ઉઠક બેઠક ઓછી થતાં,ના હાથ પગ બહુ ચાલે
વિટામીનને વળગીરહેતા,મારુ શરીર ભોંદુ લાગે
દવાનીકેડી મેળવતાં,હવે જીંદગીજ બગડી આજે
……….હવે ના ચાલતાય ફાવે.
============================
May 15th 2011
વાંકુ મોંઢુ
તાઃ ૧૫/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માગેલુ ના મળતું જગમાં,કે નસીબનુ ના શકે લુંટી
એવી કુદરતની આકળા,વાંકુ મોંઢુ થતા જાણીલીધી
……….માગેલુ ના મળતું જગમાં.
પાવન પગલાં લાગે જ્યાં,આવી કહે મારો છે સાથ
વાત વાતમાં સંવેદના લાવે,ત્યાં સાચવજો સંગાથ
નિર્મળતા તો મળેજ મનથી,નાપકડે દેખાવનો હાથ
શીતળતાનો સ્નેહ નિરાળો,મુખના પ્રતિભાવે દેખાય
………..માગેલુ ના મળતું જગમાં.
જગત નિયંતાની દ્રષ્ટિ પડતાં,પાવનરાહ મળી જાય
નાહક જગતની ચિંતા કરતાં,અહીં ભવોભવ ભટકાય
કળીયુગ એદેખાવનો દરીયો,ના પ્રેમની નહેર દેખાય
જોતાંસામે લાગે હસતૂ મોઢું,પાછળવળતાં વાંકુ થાય
…………માગેલુ ના મળતું જગમાં.
——————————————————–
May 12th 2011
તકરાર
તાઃ૧૨/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હું સાચો કે તું સાચો,ના જગતમાં કોઇથીય સમજાય
સમજણની આ તકરારમાં,અંતે બંનેય હારી જ જાય
………… હું સાચો કે તું સાચો.
મુંઝવણ જગમાં માનવીને છે,જ્યાં નાતેને સમજાય
મુરખ મનની આ રામાયણ,સદીઓથી ચાલતી જાય
કદીક કદીક મન મેળ પડે,ત્યાં કળીયુગ અડીજ જાય
શીતળતાની સીડી લેતાં,જીવને કાંઇક કાંઇક સમજાય
……….. હું સાચો કે તું સાચો.
મારું મારું મળે દેહથી,જીવનમાં કોઇથીય ના છોડાય
તારું તારું સાંભળે કાને,ત્યાંજ ઇર્ષાનો આભ તુટીજાય
કળીયુગ સતયુગ એ ખેલ પ્રભુનો,સદીયોથી સંકડાય
મુક્તિ જીવને મળેકૃપાએ,ત્યાં તકરારની વ્યાધીજાય
………..હું સાચો કે તું સાચો.
દેહમળતાં જીવને અવનીએ,જગનાબંધન મળીજાય
મારું તારુંની ઝંઝટ મળતાં,જીવને જન્મ સંધાઇ જાય
ફેરાલેવા અવનીએ લેણદેણમળે,જે ભક્તિએ સમજાય
સાચા સંતનુ શરણુજ મળતાં,જીવના બંધન છુટીજાય
………..હું સાચો કે તું સાચો.
===============================
May 2nd 2011
જલ્દી જલ્દી
તાઃ૨/૫/૨૦૧૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપરની આતુરતાનો,અંત અનુકુળતાએજ આવે
જલ્દી જલ્દીની ઝંઝટમાં,મતી અહીં તહીં ભટકી ભાગે
………….અવનીપરની આતુરતાનો.
એક સ્નેહની સાંકળ છે એવી,જે સંગાથ ખેંચીને લાવે
મળેલ કામની સફળતા ન્યારી,જે ધીરજ સૌને રખાવે
મનની મુંઝવણ વધતીચાલે,જ્યાં શીતળતા દુરજાય
જલ્દી જલ્દીની આ ઝંઝટ,જીવ ક્યાંય ભટકીને ચાલે
………….અવનીપરની આતુરતાનો.
ઝટપટ દોડી આવતાં ઘરથી,ઘણું બધુંય ભુલાઇ જાય
પકડવાને પ્રેમની ચોટલી,જ્યાં ઉતાવળે દોડી જવાય
અવાજ આવે ઘરમાંથીએવો,આ પેન્ટ ઘરમાંરહીજાય
જ્યારે ઝંઝટ મળે દેહને,ત્યારે ઘણું બધું ઘરમાંભુલાય
…………….અવનીપરની આતુરતાનો.
+ઃઃઃઃઃ+ઃઃઃઃઃઃ+ઃઃઃઃઃ+ઃઃઃઃઃ+ઃઃઃઃઃ+ઃઃઃઃઃ+ઃઃઃઃઃઃ+ઃઃઃઃઃ+ઃઃઃઃઃઃ+ઃઃઃઃઃ+ઃઃઃઃઃ+