May 12th 2011

તકરાર

                               તકરાર

તાઃ૧૨/૫/૨૦૧૧                       પ્રદીપ બ્રહ્મભટ્ટ

હું સાચો કે તું સાચો,ના જગતમાં કોઇથીય સમજાય
સમજણની આ તકરારમાં,અંતે બંનેય હારી જ જાય
                             ………… હું સાચો કે તું સાચો.
મુંઝવણ જગમાં માનવીને છે,જ્યાં નાતેને સમજાય
મુરખ મનની આ રામાયણ,સદીઓથી ચાલતી જાય
કદીક કદીક મન મેળ પડે,ત્યાં કળીયુગ અડીજ જાય
શીતળતાની સીડી લેતાં,જીવને કાંઇક કાંઇક સમજાય
                            ………..  હું સાચો કે તું સાચો.
મારું મારું મળે દેહથી,જીવનમાં કોઇથીય ના છોડાય
તારું તારું સાંભળે કાને,ત્યાંજ ઇર્ષાનો આભ તુટીજાય
કળીયુગ સતયુગ એ ખેલ પ્રભુનો,સદીયોથી સંકડાય
મુક્તિ જીવને મળેકૃપાએ,ત્યાં તકરારની વ્યાધીજાય
                              ………..હું સાચો કે તું સાચો.
દેહમળતાં જીવને અવનીએ,જગનાબંધન મળીજાય
મારું તારુંની ઝંઝટ મળતાં,જીવને જન્મ સંધાઇ જાય
ફેરાલેવા અવનીએ લેણદેણમળે,જે ભક્તિએ સમજાય
સાચા સંતનુ શરણુજ મળતાં,જીવના બંધન છુટીજાય
                              ………..હું સાચો કે તું સાચો.

===============================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment