April 29th 2013

.પિતાનો જન્મદીન (એપ્રીલ ૧૬)
તાઃ૨૩/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમ પુજ્ય પિતાજીનો એપ્રીલ ૧૬મીએ, જન્મદીન ઉજવાય
લાગણી મોહ ને માયાને છોડી,પિતાના ચરણોમાં વંદન થાય
એવા મારા વ્હાલા પિતાનો.આજે૯૩ મો જન્મદીવસ ઉજવાય
. ……………………પરમ પુજ્ય પિતાજીનો.
ભણતરની કેડી દીધી સંતાનોને,ને સાથે દીકરીઓને સંસ્કાર
મનથી મહેનત કરતા જીવનમાં,મળી ગયાછે સૌને સોપાન
નિર્મળતાનોસંગ રાખીને જીવતા,પરદેશમાં એ પહોંચી જાય
ભક્તિપ્રેમને પકડી ચાલતા,જીવનથી મોહમાયા ભાગી જાય
. …………………..પરમ પુજ્ય પિતાજીનો.
પ્રેમની સાંકળ દીધી માતાએ,જે સંસ્કારને સાથે રાખી જાય
આંગળી ચીંધી પિતાજીએ સંતાનોને,જે ભણતરે દોરી જાય
સમયને પકડી સંતાનો ચાલતા,ના વ્યાધી કોઇજ અથડાય
મળે જગતમાં પ્રેમસૌસંબંધીઓનો,ને આશીર્વાદ મળી જાય
. …………………..પરમ પુજ્ય પિતાજીનો.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
મારા વ્હાલા પુજ્ય પિતાજીનો ૯૩મો જન્મદીવસ મારા વ્હાલા ભાઇ બહેન ઉજવી રહ્યા છે.
તે પ્રસંગને પુજ્ય સંત જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાને અંતરથી મારી પત્ની
અ.સૌ.રમા તથા મારા સંતાન રવિ અને દીપલ સહિત પ્રાર્થના કે તેમને સર્વ રીતે શાંન્તિ આપી
અખંડ તેમના જીવને પવિત્ર રાહ આપે.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ ના પરિવાર સહિત વંદન.
==================================
April 12th 2013
. .ચૈત્રી નોરતા
તાઃ૧૨/૪/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ગરબે ઘુમતી માડીને ચરણે વંદન વારંવાર
પવિત્ર ચૈત્રી નવરાત્રી,ઉજવે ભક્તો અપાર
. . …………ગરબે ઘુમતી માડીને.
ઢોલ નગારા વાગતા,માતાના ભક્તો નાચતા
તાલી તાલની સાથે,માને રાજી કરવા આવતા
અંબાજીથી મા અંબા આવે,કાળકા પાવાગઢથી
ચોટીલાથી ચામુંડા આવે,મામેલડી વલાસણથી
. ………..ગરબે ઘુમતી માડીને.
માડી તારી કૃપા મેળળતાં,આ જીવન પાવન થાય
ઉજ્વળ જીવન પામી લેતા,જન્મ સફળ થઈ જાય
મોહમાયાની ચાદર છુટતાં,મા કૃપા જીવ પર થાય
નવરાત્રીના નવ દીવસે,મા તારા દર્શન થઈ જાય
. ………….ગરબે ઘુમતી માડીને.
+++++++++++++++++++++++++++++++=
March 28th 2013
. હોળીનો આનંદ
તાઃ૨૮/૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હોળી આવી ગઈ લઇને ઝોળી,કેસર,કંકુને સાથે ગુલાલ
મળીગયો મનેતહેવારનો આનંદ,આવતા આણંદ આજ
. …………………હોળી આવી ગઈ લઇને ઝોળી.
કુકડો બોલતા આંખો ઉઘડી,સાંભળ્યો મંદીરનો ઘંટનાદ
ઉજ્વળ પ્રભાતે ૐ સાંભળી,મળી ગયો કૃપાનો અણસાર
હોળીકાનુ દહનથતાં અવનીએ,પ્રહલાદની ભક્તિ દેખાય
શ્રધ્ધા ને ભક્તિ જીવનમાં રાખતાં,ના કોઇથીય હરાવાય
. …………………. હોળી આવી ગઈ લઇને ઝોળી.
સફળતાના વાદળનેપામતા,જગતમાં સૌને આનંદ થાય
હોળીના આનંદને પામવા,ધુળેટીથી બીજે દીવસે રંગાય
માનવતાનીમહેંક પ્રસરેજીવનમાં,એજ પ્રભુકૃપા કહેવાય
રંગાયેલા દેહને જોતાં માનવીને,હૈયે પ્રેમની વર્ષા થાય
. ……………………હોળી આવી ગઈ લઇને ઝોળી.
++++++++++++++++++++++++++++++++++
March 25th 2013
. 
.
. .પલ્લવનો જન્મદીન
તાઃ૨૬/૦૩/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમકૃપા પરમાત્માની થતા,જીવને દેહ મળી ગયો ભઈ
પલ્લવ નામ મળતા દેહને,ઉજ્વળ જીવન મળી ગયું અહીં
. …………………..પરમકૃપા પરમાત્માની થતા.
શનીવારનો શીતળ દીવસ,ને પવિત્ર પુનમ પણ કહેવાય
જન્મદેતા સંતાનને મમ્મી હર્ષાબેનને અનંત આનંદ થાય
પિતા લલિતભાઇનાપ્રેમે,પલ્લવને જીવનમાંરાહમળીજાય
ઉજ્વળતાના સોપાનજોતાં,મામામામીને બા પણ હરખાય
. …………………પરમકૃપા પરમાત્માની થતા.
બેન રીમાનો પ્રેમ મળતાં,ભાઇ પલ્લવને ખુબ આનંદ થાય
આશીર્વાદમળે પ્રદીપરમાના,સંગે મળે રવિ,દીપલનો પ્રેમ
કૃપાનીકેડી મળે જલાસાંઇની,સાચીરાહ જીવને આપી જાય
ઉજ્વળજીવન નેસાચીકેડીએ,પલ્લવ પર પ્રભુકૃપા થઇજાય
. …………………..પરમકૃપા પરમાત્માની થતા.
=================================================
ચી.પલ્લવનો આજે જન્મ દીવસ છે પરમકૃપાળુ સંત પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના કરીએ કે તેને જીવનમાં તન,મન,ધનથી શાંન્તિઆપે અને જીવનમાં ઉજ્વળતાના સોપાન સરળતાથી મેળવે તે અમારી અંતરની ઇચ્છા અને આશીર્વાદ.
લી.પ્રદીપ,રમા બ્રહ્મભટ્ટ (આણંદ,હ્યુસ્ટન.)ના જય જલારામ.
સાથે ચી.દીપલ.ચી.નિશીતકુમાર,ચી.રવિ,ચી.હિમાના જય જલારામ સહિત જન્મદીનની શુભેચ્છા.
====================================================
February 23rd 2013

.
.
. સન્માન
ડૉ. લલિતભાઇ પરીખનું હ્યુસ્ટનમાં
તાઃ૨૩/૨/૨૦૧૩ લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ
પકડી કેડી પિતાની કૃપાએ,એ જ ભણતર કહેવાય
શાળા શાળા કરતા કરતાં,એ તો પ્રોફેસર થઈ જાય
એવા નિખાલસ લલિતભાઈ,ક્લમ સર્જક કહેવાય.
. ………..આવ્યા આજે એ હ્યુસ્ટનમાં,સાહિત્ય સરીતા હરખાય.
કલમ પકડી ૪૮થીહાથે, મહાત્મા ગાંધી નિમીત થાય
સફળતા મળતા સંગે,સાથ મા સરસ્વતીનો સમજાય
કાવ્ય લેખની સરળ કેડીતો,બાળપણથી જ પકડાય
પી.એચડીની શુષ્ક શોધમાં,તમારી કલમ સુકાતી ગઈ
. …………..એવા વ્હાલા લલિતભાઇ,આજે હ્યુસ્ટન આવ્યા ભઈ.
નટવરભાઇએ આંગળી પકડી,કલમ ચાલતી થઈ
પ્રેરણા પ્રેમનો સંગ મળતાં,સિધ્ધીઓ મળતી ગઈ
સંતાનોની ઉજ્વલ કેડીને જોતાં,મનને શાંન્તિ થઈ
કલમની કેડી પકડી લેતા,આજે સરિતા મળી ગઈ
…………….એવા વ્હાલા લલિતભાઇ,આજે હ્યુસ્ટન આવ્યા ભઈ.
==============================================================
ડૉ.લલિતભાઇ પરીખને ગુજરાતી સાહિત્ય સરીતા,હ્યુસ્ટનના શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ તરફથી યાદગીરી રૂપે ભેંટ
February 20th 2013
.
.
.
.
.
.
.
.
. Happy Birthday
January 26 Pradip Brahmbhatt
Elmer looks happy on birthday of daughter Isabel
. Laura thinks about baby looking very sweaty
Lovely little baby getting blessings from parents
. Very happy Grandma Maria looking son’s lovely Baby
Happy Birthday, Happy Birthday Baby
. Dear Isabel Happy Happy Birthday.
God will give her bright future and will get love from each other
Brother Jeancarlo follows his sister because she has future bright.
Pradip pray lord to give her happy life,
. Rama blesses Isabel for healthy lovely life.
Ravi & Hima love neighbor because they are very nice
Always looking happy when they are walking anytime
. Their future will be bright with very happy life
Happy Birthday, Happy Birthday Baby
. Dear Isabel Happy Happy Birthday.
==============================================
Dear Isabel, Happy Birthday From Pradip,Rama,Ravi,Dipal & Hima.
February 2nd 2013

.
.
. .બગલાની બારાત
તાઃ૨/૨/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
બગલાની બારાત આવી,છાપરે આવી રાહ જુએ છે અહીં
ક્યારેઆવે વધુ ઘરમાંથી,વરરાજાતુરત આવીજાય તહીં
. …………………બગલાની બારાત આવી.
આતો લીલા પરમાત્માની,નામાનવીને કંઇ સમજાય અહીં
ઘર સંસારની શીતળ કેડી,પતિપત્નીથી મળી જાય છે ભઈ
જીવનોસંબંધ દેહથી જ છે,ના માનવી પશુપક્ષી ઓળખાય
મળેલ દેહના સંબંધ છે જગતમાં,જે વરવધુથી જ સહેવાય
. …………………બગલાની બારાત આવી.
સંતાન જીવનની કેડી બને ,જે માબાપને જીવનમાં સમજાય
સમયની ચાલમાં સંગેચાલતાં,ક્યારે મળેલ જીવન પુરૂ થાય
કુદરતની છે આ કરૂણા ન્યારી,ભક્તિનો સંગ રાખતાં પકડાય
બારાતઆવે માનવીની કે બગલાની,નાકોઇ ફરક કંઈદેખાય
. …………………બગલાની બારાત આવી.
++++++++++++++++++++++++++++++++++++
January 30th 2013

.
. . ઇદે મિલાદ
તાઃ૩૦/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કૃપા પામવા પરવર દીગારની,પ્રેમથી પ્રાર્થના થાય
હાથ જોડીને અર્ચનાકરતાં,રહેમ અલ્લાની થઈ જાય
. …………………કૃપા પામવા પરવર દીગારની.
શ્રધ્ધા રાખી આકાશે નિરખી,દુઆ મનથી છે મંગાય
અલ્લાની એક નજરે,જીવનમાં ઉજ્વળતામળી જાય
ધર્મ કર્મની ના આડી કેડી,કે નાકોઇ ભેદભાવ દેખાય
સરલતાની શિતળ કેડીએ,ઇદે મિલાદ સૌને કહેવાય
. ………………..કૃપા પામવા પરવર દીગારની.
માનવતાની મહેંક ના સંગે,નાતજાતને ભુલી જવાય
હાથ જોડીને સ્નેહાળ ભાવે,શુભ ભાવનાએજ મળાય
મળે જીવને પ્રેમ અલ્લાનો,કે પરવર દીગારનો એક
જીવનમાં રાખી શ્રધ્ધા સાચી,જીવી રહ્યા જીવન નેક
. ……………….. કૃપા પામવા પરવર દીગારની.
*******************************************
January 25th 2013
.
.
. .મળી આઝાદી
તાઃ૨૬/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શુરવીરોની અજબ શ્રધ્ધાએ,દેશને આઝાદી મળી ગઈ
અહિંસાની અદભુત કેડીએ,અંગ્રેજોની આંખો ઉઘડીગઈ
…………………….અરે ભઈ ભારતને આઝાદી મળી ગઈ.
સુખદુઃખની નાપરવાકરી,કેના લીધી અભિમાનની કેડી
હાથમાં હાથ મેળવી ચાલ્યા વીરો,મેળવી લીધી સિધ્ધી
મહા આત્માની નામના લીધી,એ જ ગાંધીજી ઓળખાય
સરદાર બનીને આગળચાલ્યા,એ વલ્લભભાઇ કહેવાય
. ………………..શુરવીરોની અજબ શ્રધ્ધાએ.
વિશ્વમાં ઘુમતા અંગ્રેજોને,ગુજરાતીઓએ લાક્ડી દીધી
અભિમાનની વિશાળતાકાતને,પાણીએ પલાળી લીધી
પકડી આંગળી અહિંસાની બાપુએ,સૌ એ પકડીએ કેડી
અદભુત કૃપા અવિનાશીની,જેણે આઝાદી દેશને દીધી
. …………………શુરવીરોની અજબ શ્રધ્ધાએ.
.==================================.
January 17th 2013
. .શુભેચ્છાદીન
તાઃ૧૭/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમય પકડે છે આંગળી દેહની,ત્યાં જ ઉંમર વધતી જાય
યાદ આવતા જન્મદીનની,જીવનો શુભેચ્છાદીન કહેવાય
. ………………… સમય પકડે છે આંગળી દેહની.
જન્મ મળ્યો અવનીએ ૧૭મીએ,એ જન્મદીન ઉજવાય
વર્ષો વર્ષના વહેણા એ જ તો,દેહની ઉંમર થઈ કહેવાય
નામ મળ્યુ શકુબેન કુટુંબમાં,એ યાદ અમારી થઈ જાય
મોટીબેનની લાયકાત મળતાં,તેમને પ્રેમથીવંદન થાય
. ………………… સમય પકડે છે આંગળી દેહની.
લાગણી સ્નેહ ને સંબંધ સચવાતા,નિર્મળ જીવન જીવાય
ભાઇબહેનના સંબંધને સાચવતા,વર્ષોથી પ્રેમ મળી જાય
કરજો આશિર્વાદની વર્ષા,એજ પ્રદીપની ઇચ્છા થઈજાય
આવી દેજો પ્રેમ હ્ર્દયનો અમને,જે સુખ સાગર દઈ જાય
. …………………..સમય પકડે છે આંગળી દેહની.
+++++++++++++++++++++++++++++++++++++++++++++=
. .મારા પુજ્ય મોટીબહેન શકુબેનનો આજે જન્મદીવસ છે તો તેની યાદ રૂપે આ
લખાણ તેમને પ્રેમથી અર્પણ.
લી.તમારો ભાઇ પ્રદીપ તથા પરિવારના જય જલારામ સહિત Happy Birthday.