January 5th 2013
. .પ્રભુના ચરણે
તાઃ૫/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભક્તિ પ્રેમને પકડી ચાલતાં,સૌરીનભાઇ હરખાય
પટેલ બ્રર્ધસમાં પુંજા કરતાં,ભક્તિ પ્રેમને સચવાય
. ………………….ભક્તિ પ્રેમને પકડી ચાલતાં.
પુંજન અર્ચન પ્રેમથી કરતાં,જીવે પ્રભુકૃપા થઇ જાય
પ્રેમથી ગ્રાહકને આવકારતાં,ધંધો પણ ઉજ્વળ થાય
શ્યામભાઇ કહો કે સૌરીનભાઇ,એ એક જ શેઠ કહેવાય
નામની ચિંતા છોડી ચાલતાં,તેમનો પ્રેમજ મળી જાય
. ……………….ભક્તિપ્રેમને પકડી ચાલતાં.
જ્યોત પ્રેમની ભક્તિ સંગે,માનવતાય મહેંકાવી જાય
રોમાબેનનો સાથ મળતા જીવે,ઉજ્વળ પ્રેમ મળી જાય
નિખાલસતાને સંગે રાખતા,કુદરતની અપારકૃપા થાય
લાગણી મોહને માયા છુટતાં,સાચી ભક્તિ પ્રેમથી થાય
. …………………..ભક્તિપ્રેમને પકડી ચાલતાં.
***********************************************************
. .સુગરલેન્ડના પટેલ બ્રર્ધસ સ્ટોરમાં દરરોજ સવારે પ્રભુની પ્રાર્થના દીવો અગરબત્તી
કરી શ્રી સૌરીનભાઇ દુકાન ખોલી ગ્રાહકને આવકારે છે.અમદાવાદથી આવી તેમણે સાચવેલ
સંસ્કાર એ પ્રભુની કૃપાને પાત્ર હોઇ ખુબ જ સારો વેપાર કરે છે.તેમને તેમના વિશ્વાસને માન
આપતા માતાની કૃપાએ લખાયેલ આ કાવ્ય તેમને યાદગીરી રૂપે અર્પણ કરું છું.
પ્રેમથી સ્વીકારશો.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન) ૫/૧/૨૦૧૩ શનીવાર
January 1st 2013
. ૧-૧-૧=૩
તાઃ૧/૧/૨૦૧૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
કેવી આ માનવીની કેડી અવનીએ,જ્યાં એક એક એક મળી જાય
સમજીને જીવનમાંએ ગણતાં,નારાહ કોઇ કડવી દેહને મળી જાય
. …………………..કેવી આ માનવીની કેડી અવનીએ.
એક જ સાચી કેડી પકડી જીવનમાં,માનવી જો જીવન જીવી જાય
સમયે સમયે સંગે રહેતા માનવીને,સરવાળે શાંન્તિ જ મળી જાય
વર્ષે વર્ષે વાટને બદલતા જીવનમાં,નાસારું પરિણામ મળતુ જાય
અંતે દુઃખનો દરીયો જ દેખાય,જ્યાં ના કોઇ સફળતા મળતી જાય
. ……………………કેવી આ માનવીની કેડી અવનીએ.
આધી વ્યાધી તો સૌને સ્પર્શે,પણ એકજ કેડીને પકડી બચી જવાય
ત્રણ ઘણીએ હિંમત આપે જીવને,ના કોઇ તકલીફ આવી મળી જાય
સરળતાનોસંગ પણ રહે જીવનમાં,જ્યાં સંત જલાસાંઇનીકૃપા થાય
મોહમાયાના વાદળ પણ છુટે,જ્યાં માનવીની પવિત્ર જીંદગી થાય
. ……………………..કેવી આ માનવીની કેડી અવનીએ.
++++++++++++++++++++++++++++++++++++
December 20th 2012
.
.
.
.
.
.
.
. . સાચી જીત
તાઃ૨૦/૧૨/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મર્દની મુંછ કદીના નીચી,લાયકાતે એ ઉંચી રહી જાય
નરેન્દ્રભાઇની લાયકાત એવી,પ્રજાનો સાથ મળીજાય
. …………………મર્દની મુંછ કદીના નીચી.
ગરવુ એવું આ ગુજરાત છે,જેનુ જગતમાં ઉંચુ છે નામ
દુનીયાભરમાં ફરે છે ગુજરાતી,તોય ભુમીને વંદી જાય
ભારતની સિધ્ધિના સોપાન,ગુજરાતીઓથી મેળવાય
નિર્મળપ્રેમનો સંગ રાખતાં,સૌનો સાચોપ્રેમ મળીજાય
. …………………મર્દની મુંછ કદીના નીચી.
સિધ્ધિના સોપાન સરળ બને,જે સાચી જીત છે કહેવાય
આવી આંગણે સફળતા મળે,ત્યાં ઢોલીઓ ભાગી જાય
મળે માનવીની માનવતાજેને,નાતેને કોઇથીહરાવાય
ઉજ્વળરાહ બને જીવનની,ત્યાં સાચીસફળતાસહેવાય
. …………………….મર્દની મુંછ કદીના નીચી.
============================================
. .ગુજરાતમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીનો વિજય થયો તે ગુજરાતીઓ માટે
ગૌરવ છે,અભિમાન છે.અને તેની યાદ રૂપે આ કાવ્ય તેઓ શ્રીને ભારત બહાર
રહેતા ગુજરાતીઓ તરફથી અભિનંદન અને સપ્રેમ જય જલારામ સહિત અર્પણ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ.હ્યુસ્ટન.ટેક્ષાસ.
November 28th 2012

.
.
.
.
.
.
.
.
.
. ભાઇનું આગમન
તાઃ૨૯/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આંગણે જોઇ ભાઇ તન્વીરને,હિમાની આંખો ભીની થઈ
ભાઇબહેનના પ્રેમની સાંકળ,હ્યુસ્ટન આવતા મળી ગઇ
. …………………..આંગણે જોઇ ભાઇ તન્વીરને.
સરળ જીવનમાં કેડી ચઢતાં,રવિની જીવનસંગીની થઇ
લગ્ન એ છે બંધન દેહના,ગતવર્ષે એની ખબર પડી ગઈ
પરણી આવતા હ્યુસ્ટનમાં,અહીં સંસારી જીંદગી શરૂ થઇ
સમયની સાંકળ કુદરતનીકેડી,એક વર્ષની અહીં થઇ ગઈ
. ………………….આંગણે જોઇ ભાઇ તન્વીરને.
ભાઇ તન્વીરની પ્રેમી દ્રષ્ટિને,બહેન હિમાએ નિરખી અહીં
બારણુખોલતી બહેનને જોતાજ,ભાઇની આંખો ભીની થઇ
પ્રેમ માબાપનો મળ્યો છે સંતાનને,આજે દ્રષ્ટિ તેની થઈ
કંકુ ચોખા કરી ભાઇને આવકાર્યો,એજ પ્રેમની પરખ ભઈ
. …………………..આંગણે જોઇ ભાઇ તન્વીરને.
*************************************************
November 21st 2012

.
.
.
. લગ્નદીનની ઉજવણી
તાઃ૨૧/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાંકળ અતિ નિરાળી,સમજી ચાલતા સમજાય
આજકાલની અનંતલીલા,ના કોઇથીય એનાથી છટકાય
. …………………..સમયની સાંકળ અતિ નિરાળી.
જન્મ મળે ત્યારે જન્મદીન,અને લગ્ન કરે તેછે લગ્નદીન
ઉજવણી આ બે દીવસની,જેમાં સ્નેહીઓના હરખાય દીલ
વ્હાલાદીકરા રવિના લગ્નને,આજે એકવર્ષ પુર્ણ થઈ જાય
આવી હિમા વહુ બનીઘરમાં,જલાસાંઇની કૃપા વરસી જાય
. …………………..સમયની સાંકળ અતિ નિરાળી.
ઉજ્વળ ભાવિ પ્રભુકૃપાએ,જે સંસ્કારને સાચવી સુખી થાય
મળે પ્રેમ વડીલોનો જીવનમાં,ત્યાં સાચી નિર્મળતાદેખાય
પ્રદીપ રમાના આશિર્વાદસદા,રવિ હિમાને પ્રેમે મળી જાય
સુખનીવર્ષા સંતજલાસાંઇ કરે,જે જીવને મુક્તિઆપી જાય
. …………………. સમયની સાંકળ અતિ નિરાળી.
*****************************************************************
. .અમારા વ્હાલા સંતાન રવિના લગ્નજીવનને એક વર્ષ થયુ.અ.સૌ.હિમાના
પત્ની તરીકેના સંબંધને એક વર્ષ થયું.અમારા કુળમાં સંસ્કાર ભક્તિ અને પ્રેમ સાચવી
સુખ સમૃધ્ધિ અને શાંન્તિ મેળવી જીવનમાં આનંદ મેળવે તે સંત જલારામબાપા અને
સંત પુજ્ય સાંઇબાબાને પ્રાર્થના. (તાઃ૨૧/૧૧/૨૦૧૧) તાઃ૨૧/૧૧/૨૦૧૨.
લી. પ્રદીપ,રમાના અંતરથી આશિર્વાદ સહિત જય જલાસાંઇ.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++
November 20th 2012

.
.
.
જલારામનો જન્મદીન
તાઃ૨૦/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
. (કારતક સુદ સાતમ )
વિરપુરના તો એ વૈરાગી, છે ભક્તિના અધિકારી
સંસારની કેડી સંગે રહી, બની ગયા એ વ્રજવાસી
એવા વિરપુરના એસંત,જેને વિરબાઇમાનો સંગ
. ………………..વિરપુરના તો એ વૈરાગી.
અન્નદાનની કેડી પકડી,નાગયો એને કળીયુગ જકડી
ભક્તિભાવથી પ્રીતકરીને,ઉજ્વળ જીંદગી કરી લીધી
અવનીપરના આગમનને,પ્રભુકૃપાથીએ સાંધી દીધી
મોહમાયા ત્યજી દઇને,ઠક્કર કુળને પાવનકરી લીધુ
. …………………..વિરપુરના તો એ વૈરાગી.
સાચી ભક્તિરાહ બતાવી,જીવની મુક્તિ માગી લીધી
આવ્યા અવનીએ જગતઆધારી,સાચી ભક્તિ માણી
દીધી જીવનસંગીની પ્રભુને,ઝોળી ડંડોઆપ્યા ભાગી
ભક્તિ મનથી કરતાં સાચી,પ્રભુપરિક્ષા સાર્થક લીધી
. ……………………વિરપુરના તો એ વૈરાગી.
———————————————————-
જલારામ જલારામ જલારામ જલારામ જલારામ જલારામ
+++++++++++++++++++++++++++++++++++++
. .આજે પુજ્ય જલારામ બાપાનો જન્મદીવસ છે.તેની યાદ રૂપે આ જન્મદીન કાવ્ય
પુ.બાપા અને વિરબાઇમાતાના ચરણમાં સપ્રેમ પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હિમાના
વંદન જયજલારામ સહિત અર્પણ.
November 18th 2012
.
.
.
.
.
. સાચી મુલાકાત
તાઃ૧૮/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અનંત આનંદ હૈયે થયો,જ્યાં સાંભળ્યા રવિનભાઇને અહીં
ગઝલ ગીતનો સંગ રાખીને,સંગીતની કેડીને પકડી છે ભઇ
. …………………અનંત આનંદ હૈયે થયો.
શબ્દ સુરને પકડી રાખીને,સૌને સાચી પ્રીત આપી છે અહીં
હ્યુસ્ટન આવ્યા છે પ્રેમ લઈને,એજ અમારી તકદીર છે ભઈ
. …………………. અનંત આનંદ હૈયે થયો.
હેમંતભાઇના હાથછે અનોખા,મંજીરાનો સાથદીધો છે અહીં
મળી ગયો પ્રેમ સંગીતનો ભોજનમાં,એજ લાયકાતછે ભઇ
. ………………….અનંત આનંદ હૈયે થયો.
રાજુભાઇની અનોખી કેડી,જે તબલાં સાંભળતા મળી ગઈ
તાલ પકડીને શબ્દની સાથે,સૌનાદીલ જીતી લીધા અહીં
. …………………. અનંત આનંદ હૈયે થયો.
મળી ગઈ તક મને અનોખી,જે મારી મુલાકાત બની ગઈ
અનંતપ્રેમ મને મળ્યો સાંભળી,જે હ્યુસ્ટનમાં લાવ્યો ભઈ.
. ………………….. અનંત આનંદ હૈયે થયો.
********************************************
. .વડોદરાના શ્રી રવિનભાઇ નાયક જેઓએ ભોજન રેસ્ટોરન્ટમાં ગીત અને ગઝલનો
કાર્યક્રમ કર્યો હતો.તે કાર્યક્રમ જોઇ અને સાંભળીને મને ઘણો જ આનંદ થયો.તેની યાદ રૂપે
આ સાથેનુ લખાણ તેમને અર્પણ કરુ છુ.
લી.પ્રદીપ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન)
November 12th 2012
. પવિત્ર તહેવાર
તાઃ૧૨/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
આવ્યો છે તહેવાર અનેરો,જેને દીવાળી કહેવાય
હિન્દુ ધર્મની પવિત્રકેડીમાં,એને ફટાકડે ઉજવાય
. …………………આવ્યો છે તહેવાર અનેરો.
મઠીયા,સુંવાળી ઘુઘરા ખાતા,મન મારું હરખાય
પ્રેમે પધારતા મિત્ર જનોને,આનંદે આવકારાય
હાય બાયનીકેડી છોડીને,બાથમાં એ આવી જાય
એવા સ્નેહીઓ આવીને,નુતનવર્ષને માણી જાય
. ………………….આવ્યો છે તહેવાર અનેરો.
થયેલ ભુલને છોડી દેતા,જીવે ઉજ્વળ રાહ મેળવાય
કાળીચૌદસે હનુમાનને પુંજતાં,વ્યાધીઓ ભાગીજાય
સ્નેહસાંકળમાં સંગીઓ મળતાં,પ્રેમ પણ પાવનથાય
અનંતઆનંદ હૈયે રહેતા,જીવને સુખશાંન્તિમળીજાય
. ………………….આવ્યો છે તહેવાર અનેરો.
.++++++++++++++++++++++++++++++++++++++
November 6th 2012

.
.
.
. મા કાલિકા
તાઃ૬/૧૧/૨૦૧૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માડી પ્રેમે તારી ભક્તિ કરતાં,જીવને શાંન્તિ થાય
ૐ ક્રીં કાલિયે નમઃ કહેતાં,માકૃપા તારી થઈ જાય
. ……………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
આસોવદની સાતમે મા,શ્રધ્ધાએ તારું પુંજન થાય
સર્વ રાહે કૃપા મેળવતાં માડી,ભુતપ્રેત ભાગી જાય
મંત્ર તંત્રથી બચાવી જીવને,રક્ષણ પણઆપી જાય
પળેપળને પાવનકરી,અમો પર માડીની કૃપાથાય
. ………………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
હિન્દુ ધર્મની અજબ શક્તિ,ના કોઇથી એને અંબાય
પવિત્રરાહ દેવા જીવનમાં,પ્રભુએ લીધાછે અવતાર
ભારતભુમીને પાવન કરી,ખોલ્યા છે મુક્તિના માર્ગ
સાચીભક્તિ માડીનીકરતાં,આજન્મસફળ થઈ જાય
. ………………….માડી પ્રેમે તારી ભક્તિ કરતાં.
___________________________________
ૐ ક્રીં કાલિયે નમઃ ૐ ક્રીં કાલિયે નમઃ ૐ ક્રીં કાલિયે નમઃ
******************************************
November 4th 2012
. ચી.દીપલ


.
લાડલીનો જન્મદીવસ
તાઃ૪/૧૧/૨૦૧૨ (૪/૧૧/૧૯૮૩) પ્રદીપ બ્રહ્મભટ્ટ
દીક રી લાડલી દીપલનો,આજે જન્મદીવસ ઉજવાય
આશીર્વાદની કેડી મળતાં,સૌનો પ્રેમ તેને મળી જાય
. ………………….દીકરી લાડલી દીપલનો.
પપ્પા પપ્પા સાંભળી મને,અંતરમાં ખુબ આનંદ થાય
પ્રેમથી આવી પગેલાગતાં,પ્રેમે જય જલાસાંઇ બોલાય
બંન્ને હાથ ને માથા પર મુકીને,જીવને આશીર્વાદ દેવાય
સંસારની ઉત્તમ કેડી જીવતાં,સદા સુખશાંન્તિ મળીજાય
. …………………. દીકરી લાડલી દીપલનો.
મમ્મી મમ્મી સાંભળતા રમાને,દીકરીનું વ્હાલ મળી જાય
બાથમાં ઘાલી બચી કરતાં,દીકરી દીપલ પણ રાજી થાય
જન્મદીનનો આનંદઅનેરો દેવા,ભાઇ રવિ પણઆવીજાય
સંગે હિમા દોડીઆવેત્યારે,દીપલને ભાભીનોપ્રેમમળીજાય
. …………………..દીકરી લાડલી દીપલનો.
જીવનસંગીની નિશીતકુમારની,જે કર્મના બંધને સમજાય
સંસ્કારની સાચીરાહ જોતા,પંકજભાઇ ને નીલાબેનહરખાય
દીકરાની વહુના પ્રેમાળ સ્નેહથી,અંતરથી પ્રેમ આપી જાય
આવ્યાઅમદાવાદથી આશિર્વાદદેવા,એ સંતાનપ્રેમકહેવાય
. ………………….દીકરી લાડલી દીપલનો.
***************************************************
. ચી.દીપલનો આજે જન્મદીવસ છે.સંત પુજ્ય જલારામબાપા અને
સંત પુજ્ય સાંઇબાબાને વંદન સહિત પ્રાર્થના કે તેને તન,મન,ધનથી શાંન્તિ આપી
સદા ચી.દીપલ અને નિશીતકુમારનુ સર્વ રીતે રક્ષણ કરે અને મળેલ જન્મ સાર્થક
કરે.
લી.પપ્પા.મમ્મી,રવિ અને અ.સૌ.હીમાના જય જલાસાંઇ.