November 20th 2012

જલારામનો જન્મદીન

.

 

 

 

 

 

.

 

 

 

.

 

                     જલારામનો જન્મદીન

તાઃ૨૦/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
.                        (કારતક સુદ સાતમ )

વિરપુરના તો એ વૈરાગી, છે ભક્તિના અધિકારી
સંસારની કેડી સંગે રહી, બની ગયા એ વ્રજવાસી
એવા વિરપુરના એસંત,જેને વિરબાઇમાનો સંગ
.                     ………………..વિરપુરના તો એ વૈરાગી.
અન્નદાનની કેડી પકડી,નાગયો એને કળીયુગ જકડી
ભક્તિભાવથી પ્રીતકરીને,ઉજ્વળ જીંદગી કરી લીધી
અવનીપરના આગમનને,પ્રભુકૃપાથીએ સાંધી દીધી
મોહમાયા ત્યજી દઇને,ઠક્કર કુળને પાવનકરી લીધુ
.                   …………………..વિરપુરના તો એ વૈરાગી.
સાચી ભક્તિરાહ બતાવી,જીવની મુક્તિ માગી લીધી
આવ્યા અવનીએ જગતઆધારી,સાચી ભક્તિ માણી
દીધી જીવનસંગીની પ્રભુને,ઝોળી ડંડોઆપ્યા ભાગી
ભક્તિ મનથી કરતાં સાચી,પ્રભુપરિક્ષા સાર્થક લીધી
.                   ……………………વિરપુરના તો એ વૈરાગી.

———————————————————-
જલારામ જલારામ જલારામ જલારામ જલારામ જલારામ
+++++++++++++++++++++++++++++++++++++
.          .આજે પુજ્ય જલારામ બાપાનો જન્મદીવસ છે.તેની યાદ રૂપે આ જન્મદીન કાવ્ય
પુ.બાપા અને વિરબાઇમાતાના ચરણમાં સપ્રેમ પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હિમાના
વંદન  જયજલારામ સહિત  અર્પણ.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment