November 27th 2012

છગન મગન

.                         છગન મગન

તાઃ૨૭/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

છગનભાઇને તો છત્રી વ્હાલી,ને મગનભાઇને વ્હાલી માયા
કર્મની કેડીનો સંગ રહેતા,મળી જાય જીવને જગતમાં કાયા
.                     ………………….છગનભાઇને તો છત્રી વ્હાલી.
આગળ પાછળની ના ચિંતા,જ્યાં જીવે સ્નેહની વર્ષા થાય
અતિ આનંદને ના સહન થતાં જ,હાથમાં છત્રી આવી જાય
સ્નેહ ખેંચે જીવને અવનીએ,ભક્તિની છત્રીએ બચી જવાય
શ્રધ્ધા રાખી તેને પકડી રાખતાં,કોઇ પણ જીવથી છટકાય
.                     ………………….છગનભાઇને તો છત્રી વ્હાલી.
મુઠી ભરેલી માયાને સહેતા,મળી ગઈ મગનભાઇને માયા
અવનીપરના આગમનની આકેડી,મળીજાય જીવને લારા
માયાને થોડી મચક મળતા જ,જીવ અવનીએ જ અથડાય
છટકવાની નાકોઇજ કેડી,જે જન્મમરણથી દેહને છોડીજાય
.                   …………………….છગનભાઇને તો છત્રી વ્હાલી.

################################