November 9th 2012

માગણી

.                     માગણી

તાઃ૯/૧૧/૨૦૧૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ

નિર્મળ સ્નેહની ગંગા વહેતા,સૌ કામ સરળ થઈ જાય
ઉજ્વળતાના વાદળ વરસતાં,સાચો પ્રેમજ મળીજાય
.                …………………..નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
શ્રધ્ધા મનમાં રાખતાં જીવનમાં,સફળતાને સહેવાય
મનથી મહેનત કરીજીવતાં,ના અપેક્ષાય કોઇ રખાય
સાથમળે ને સહવાસમળે,ને સાચી પ્રભુકૃપા થઈજાય
સુખશાંન્તિનો સંગ મળી જતા,નામાગણી કોઇ રખાય
.               …………………..નિર્મળ સ્નેહની ગંગા વહેતા.
માગણી પરમાત્માથી રહે જીવનમાં,કૃપા રાખજો સંગ
નાઆશા કે નાઅપેક્ષા મારી,દેજો જીવને ભક્તિનોરંગ
ઉમંગ ને ઉજાસ રહે જીવનમાં,એજ જલાસાંઇનો પ્રેમ
અંતે જીવનો હાથ ઝાલજો,ના રહે મુક્તિમાં કોઇ વ્હેમ
.             …………………… નિર્મળ સ્નેહની ગંગા વહેતા.

==================================

November 9th 2012

માનવીની તાકાત

.                    માનવીની તાકાત

તાઃ૯/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માનવીની તાકાત જગતમાં,કે અવનીથી છટકી જાય
કર્મની કેડી પરમાત્માની દેન,ના કોઇ બંધનથી નીકળાય
.               ……………………ના માનવીની તાકાત જગતમાં.
શીતળ પવનની લહેર ના રોકે,કે ના પવનની ઝાપટ
ભાગે છટકવા અહીંતહીં અવનીએ,એજ પ્રભુની લાફટ
કર્મની સાચી કેડીનો સંગ લેતાં,પ્રભુ કૃપા થઈ જ જાય
ના સાધુ કે સંતની તાકાત,કે પરમાત્માને નિરખીજાય
.              ……………………ના માનવીની તાકાત જગતમાં.
વરસતો વરસાદ જગતમાં,ભુમિને ફળદ્રુપ કરી જાય
પડે ઝાપટ જ્યાંમેધરાજાની,ત્યાં ઘરબંગલાતુટી જાય
નાતાકાત માનવીની,કે જીવનેમળતો જન્મ રોકીજાય
દ્રષ્ટિ તેજ મળેલ છે દેહને,છતાંય ના પવનને જોવાય
.              …………………..ના માનવીની તાકાત જગતમાં.

++++++++++++++++++++++++++++++++++++++++