November 9th 2012

માનવીની તાકાત

.                    માનવીની તાકાત

તાઃ૯/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ના માનવીની તાકાત જગતમાં,કે અવનીથી છટકી જાય
કર્મની કેડી પરમાત્માની દેન,ના કોઇ બંધનથી નીકળાય
.               ……………………ના માનવીની તાકાત જગતમાં.
શીતળ પવનની લહેર ના રોકે,કે ના પવનની ઝાપટ
ભાગે છટકવા અહીંતહીં અવનીએ,એજ પ્રભુની લાફટ
કર્મની સાચી કેડીનો સંગ લેતાં,પ્રભુ કૃપા થઈ જ જાય
ના સાધુ કે સંતની તાકાત,કે પરમાત્માને નિરખીજાય
.              ……………………ના માનવીની તાકાત જગતમાં.
વરસતો વરસાદ જગતમાં,ભુમિને ફળદ્રુપ કરી જાય
પડે ઝાપટ જ્યાંમેધરાજાની,ત્યાં ઘરબંગલાતુટી જાય
નાતાકાત માનવીની,કે જીવનેમળતો જન્મ રોકીજાય
દ્રષ્ટિ તેજ મળેલ છે દેહને,છતાંય ના પવનને જોવાય
.              …………………..ના માનવીની તાકાત જગતમાં.

++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment