November 22nd 2012

લથડતી કાયા

.                   લથડતી કાયા

તાઃ૨૨/૧૧/૨૦૧૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળતી માયા ને ઢળતી કાયાએ,આ દેહ લથડી જાય
સમજી વિચારી કેડી પકડતાં,માનવદેહ ઉજ્વળથાય
.         ………………..મળતી માયા ને ઢળતી કાયાએ.
કુદરતની કૃપાએજ જગતમાં, સુંદરતા પ્રસરતી જાય
મહેંક મેળવવા જીવનમાં,નિર્મળ માનવતા સચવાય
માયાને જ્યાં મોતદીધુ,ત્યાં જીવનમાં સરળતાદેખાય
જલાસાંઇની ભક્તિ સંગે,મળેલ જન્મ સફળ થઈ જાય
.         …………………મળતી માયા ને ઢળતી કાયાએ.
દેહ મળતા અવનીએ જીવને,ઉંમરને સાથે છે ગણાય
ના કદી એ અટકે જીવનમાં,એતો સમયની સાથે જાય
વધતીઉંમરે લથડેકાયા,ના જગતમાં કોઇથી છટકાય
મળેદેહથી મુક્તિજીવને,જ્યાં ભક્તિએ જીવનમહેંકાય
.       …………………..મળતી માયા ને ઢળતી કાયાએ.

++++++++++++++++++++++++++++++++++++

November 22nd 2012

બારણે ટકોર

.                       .બારણે ટકોર

તાઃ૨૨/૧૧/૨૦૧૨                    પ્રદીપ બ્રહ્મભટ્ટ

ઘરના બારણે ટકોરા પડતા,વ્યક્તિ બારણુ ખોલવા જાય
મળેલટકોર વડીલનીએક,સમજતાં જીવન ઉજ્વળ થાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.
આવેલ આંગણે અતિથીને,મનથી આવકાર પણ અપાય
સ્નેહનીસાંકળ પકડીરાખતાં,પ્રેમથી બાથમાં લેવાઇ જાય
મળેલ આવકાર માણતાં,વ્યક્તિનીઆંખમાં આંસુ દેખાય
સ્નેહનીસાચી આજ ટકોરછે,જે પ્રેમના બારણાખોલી જાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.
માનવજીવનમાં મહેંહ પ્રસરે,જ્યાં સ્નેહ ભાવને સમજાય
ટકોરમળે છે જ્યાં વડીલની,ત્યાં કદમને સમજીને ભરાય
આવતી વ્યાધી દુર રહે,જ્યાં જલાસાઇની કૃપા મેળવાય
ભક્તિ આવી બારણે ટકોર દે,ત્યાં આજન્મસફળ થઇજાય
.                    ………………….ઘરના બારણે ટકોરા પડતા.

===================================