November 20th 2012

પ્રેમી જ્યોત

.                        પ્રેમી જ્યોત

તાઃ૨૦/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ્યોત જલીયાણની જીવને અડકે,ના અવનીએ એ જીવ ભટકે
જલાસાંઇની કેડી છે ન્યારી,સૌ જીવોને એલાગે છે અતિ પ્યારી
.                   ………………..જ્યોત જલીયાણની જીવને અડકે.
જન્મ જીવના બંધન તો કર્મથી,ના જીવ કોઇ છટકે અવનીથી
આવી લીધો જન્મ ધરતીએ,માનવીએ સંગ રાખવો ભક્તિથી
મળી જાય જો મોહનેમાયા,તો પ્રેમી જ્યોત લેજો જલાસાંઇથી
ઉજ્વળ જીવનની રાહ મળતાં,જીવને મળશે જયોત મુક્તિની
.                 ………………….જ્યોત જલીયાણની જીવને અડકે.
કળીયુગના અંધકારમાં આજે,માનવ મન દેખાવમાં ભટકાય
અંતરની ઉર્મીને રોકતા જીવે,પ્રભુકૃપાએ ઉજ્વળતા છલકાય
મળે પ્રેમ સગા સંબંધીઓનો,જીવનમાં સુખ શાંન્તિ મેળવાય
પ્રેમી જ્યોત મળતા જીવનમાં,અંધકારની વિદાય થઈ જાય
.                ………………….જ્યોત જલીયાણની જીવને અડકે.

========================================

November 20th 2012

જલારામનો જન્મદીન

.

 

 

 

 

 

.

 

 

 

.

 

                     જલારામનો જન્મદીન

તાઃ૨૦/૧૧/૨૦૧૨                      પ્રદીપ બ્રહ્મભટ્ટ
.                        (કારતક સુદ સાતમ )

વિરપુરના તો એ વૈરાગી, છે ભક્તિના અધિકારી
સંસારની કેડી સંગે રહી, બની ગયા એ વ્રજવાસી
એવા વિરપુરના એસંત,જેને વિરબાઇમાનો સંગ
.                     ………………..વિરપુરના તો એ વૈરાગી.
અન્નદાનની કેડી પકડી,નાગયો એને કળીયુગ જકડી
ભક્તિભાવથી પ્રીતકરીને,ઉજ્વળ જીંદગી કરી લીધી
અવનીપરના આગમનને,પ્રભુકૃપાથીએ સાંધી દીધી
મોહમાયા ત્યજી દઇને,ઠક્કર કુળને પાવનકરી લીધુ
.                   …………………..વિરપુરના તો એ વૈરાગી.
સાચી ભક્તિરાહ બતાવી,જીવની મુક્તિ માગી લીધી
આવ્યા અવનીએ જગતઆધારી,સાચી ભક્તિ માણી
દીધી જીવનસંગીની પ્રભુને,ઝોળી ડંડોઆપ્યા ભાગી
ભક્તિ મનથી કરતાં સાચી,પ્રભુપરિક્ષા સાર્થક લીધી
.                   ……………………વિરપુરના તો એ વૈરાગી.

———————————————————-
જલારામ જલારામ જલારામ જલારામ જલારામ જલારામ
+++++++++++++++++++++++++++++++++++++
.          .આજે પુજ્ય જલારામ બાપાનો જન્મદીવસ છે.તેની યાદ રૂપે આ જન્મદીન કાવ્ય
પુ.બાપા અને વિરબાઇમાતાના ચરણમાં સપ્રેમ પ્રદીપ,રમા,રવિ,દીપલ,નિશીત,હિમાના
વંદન  જયજલારામ સહિત  અર્પણ.